Sunday, June 16, 2024
More
    હોમપેજગુજરાતપાકિસ્તાની યુવતી દ્વારા હનીટ્રેપ અને દિલ્હીની મસ્જિદમાં ધર્માંતરણ: સુરતના મૌલવીના સંપર્કમાં રહેતા...

    પાકિસ્તાની યુવતી દ્વારા હનીટ્રેપ અને દિલ્હીની મસ્જિદમાં ધર્માંતરણ: સુરતના મૌલવીના સંપર્કમાં રહેતા અબુબકરના ચોંકાવનારા ખુલાસા, અમદાવાદથી પકડાયેલા આતંકીઓ મામલે પણ ખુલાસા

    મૌલવીના સંપર્કમાં રહેલા બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુબકરના પણ ખુલાસા સામે આવ્યા છે. અબુબકર પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો અને તે મુસ્લિમ યુવતીઓએ બ્રેનવોશ કરીને તેને મુસ્લિમ બનાવી દીધો હતો.

    - Advertisement -

    હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા સુરતના મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદથી જ સુરત ક્રાઇમ બ્રાન્ચને ઘણી સફળતાઓ મળી રહી છે. પહેલાં તો આરોપી મૌલવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેના રિમાન્ડ મેળવીને ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી હતી. ત્યારે હવે મૌલવીના સંપર્કમાં રહેલા બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુબકરના પણ ખુલાસા સામે આવ્યા છે. અબુબકર પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો અને તે મુસ્લિમ યુવતીઓએ બ્રેનવોશ કરીને તેને મુસ્લિમ બનાવી દીધો હતો. બીજી તરફ ગુજરાત ATSએ અમદાવાદથી પકડાયેલા આતંકીઓ મામલે પણ ખુલાસા કર્યા છે.

    સુરતના મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ આદરી હતી. જેમાં ટીમને જાણવા મળ્યું હતું કે, મૌલવી સાથે અબુબકર (જેનું પહેલાંનું નામ હતું અશોક સુથાર) નામના એક રાજસ્થાની યુવકનો સંપર્ક હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિકાનેર સ્થિત અશોક ઉર્ફે અબુબકરના ઘરની તપાસ કરી હતી. જ્યાં અબુબકરના અનેક ચોંકવનારા ખુલાસા થયા હતા. તે સુરતના મૌલવીના સંપર્કમાં હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે, અબુબકર પાકિસ્તાની યુવતીઓ સાથે પણ સંપર્કમાં હતો. તે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની મુસ્લિમ યુવતીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો.

    મુસ્લિમ યુવતીઓએ બ્રેનવોશ કરી કરાવ્યું ધર્મ પરિવર્તન

    કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતો અબુબકર ધર્માંતરણ પહેલાં અશોક સુથાર હતો. અશોક સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો. છેલ્લા ઘણા મહિનાથી તે પાકિસ્તાની મુસ્લિમ યુવતીઓ સાથે વાત કરતો હતો. ધીરે-ધીરે પ્રેમની વાતો બાદ મુસ્લિમ યુવતીઓએ તેને ઇસ્લામની વાતોના રવાડે ચડાવી દીધો હતો. આવી રીતે ધીરે-ધીરે તેને હિંદુ ધર્મની દૂર કર્યો અને બ્રેનવોશ કરીને ઇસ્લામ તરફ ઢાળી દીધો હતો. બ્રેનવોશ બાદ અશોક સુથારને ઇસ્લામ અંગીકાર કરવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ અશોકે દિલ્હીની એક મસ્જિદમાં જઈને ધર્મ પરિવર્તન કરી લીધું હતું અને મુસ્લિમ બની ગયો હતો. ત્યારથી તેણે પોતાનું નામ બદલીને અબુબકર કરી લીધું હતું.

    - Advertisement -

    વાત આટલે નથી અટકતી. ત્યારબાદ પાકિસ્તાની યુવતીઓએ તેને જેહાદનો રસ્તો અપનાવવા કહ્યું હતું. એટલે અબુબકર જેહાદમાં જોડાયો હતો અને ત્યારબાદ કોઈ રીતે તે સુરતના મૌલવી સોહેલ અબુબકરના સંપર્કમાં આવ્યો હતો અને જેહાદમાં જોડાયો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

    અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓ મામલે પણ થયા ખુલાસા

    બીજી તરફ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા ચાર ઇસ્લામિક આતંકીઓ મામલે પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત ATSને આતંકીઓનો એક વિડીયો હાથ લાગ્યો છે. જેમાં તેઓ તમિલ ભાષામાં શપથ લઈ રહ્યા હતા. વિડીયોમાં તેઓ કહેતા સંભળાયા હતા કે, “અબુ અમારો આકા છે, અમે તેને સમર્પિત છીએ, અમારે દરેક આદેશનું પાલન કરવું પડશે.” તે ઉપરાંત તમિલનાડુ ATSએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. બંને એજન્સીઓ આતંકીઓની પૂછપરછ કરી રહી છે.

    ATSના ખુલાસામાં જાણવા મળ્યું છે કે, ચાર પૈકીના બે આતંકીઓ 8 વાર ભારતમાં આવી ચૂક્યા છે. આતંકી મોહમ્મદ નુસરથ ગોલ્ડની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે. તે સિવાય મોહમ્મદ ફારીસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. આતંકી મોહમ્મદ રસદીન પર શ્રીલંકામાં પાંચ કેસ નોંધાયેલા છે. આ ચારેય આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ થઈ હતી. ચાર માસ સુધી ટ્રેનિંગ લીધા બાદ આત્મઘાતી હુમલો કરવા માટે ભારત આવ્યા હતા. હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો.

    ગુજરાત ATSએ ચારેય આતંકીઓની ધરપકડ બાદ તેમના પરિવારને જાણ કરી છે. જેને લઈને, ATSની તપાસમાં શ્રીલંકન પોલીસ પણ જોડાઈ ગઈ છે. ઉપરાંત ATSને તપાસમાં આતંકીઓના વિડીયો અને શ્રીલંકન નાગરિક અને હાલ પાકિસ્તાન રહેતા અબુના ફોટા પણ મળી આવ્યા છે. આતંકીઓને કહેવામાં આવ્યું હતું કે, ભારત અને US ઇઝરાયેલને મદદ કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં