Monday, April 29, 2024
More
    હોમપેજદેશબિરિયાની ખાવા જોઇતા હતા ₹350, લૂંટવા માટે એક સગીરને સરજાહેર રહેંસી નાખ્યો:...

    બિરિયાની ખાવા જોઇતા હતા ₹350, લૂંટવા માટે એક સગીરને સરજાહેર રહેંસી નાખ્યો: ચાકુના 60 ઘા ઝીંકીને લાશ પર નાચતો રહ્યો હત્યારો, દિલ્હીની ઘટનાનો વિડીયો વાયરલ

    હત્યાના વિડીયોમાં જોઈ શકાય છે કે હત્યારાએ સગીરને ગળા, માથા અને શરીરના અન્ય ભાગોમાં છરીના લગભગ 60 ઘા માર્યા હતા. આટલી ક્રૂરતાથી હત્યા કર્યા બાદ આરોપી સગીરના મૃતદેહ પાસે ઉભો રહીને નાચતો પણ જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આસપાસના લોકોએ તેને અટકાવવાનો પ્રયત્ન કરતા તેણે તેમને પણ છરી દેખાડીને ડરાવ્યા હતા.

    - Advertisement -

    દેશની રાજધાનીથી હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના વેલકમ વિસ્તારમાં 16 વર્ષના સગીરે 17 વર્ષના એક સગીરની ચાકુના 60 ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ આખી ઘટનામાં ચોંકાવનારી બાબત તે હતી કે હત્યા કર્યા બાદ આરોપી મૃતદેહ પાસે નાચી રહ્યો હતો. આ બધાં કૃત્યો નજીકમાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઇ ગયા હતા. હાલ પોલીસે આરોપી સગીરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    અહેવાલો અનુસાર આ હિચકારી હત્યાનો બનાવ બુધવાર (22 નવેમ્બર, 2023)ની રાત્રે 11 વાગ્યે બન્યો હતો. મળતી માહિતી અનુસાર દિલ્હીના વેલકમ વિસ્તારના મજુર કોલોની વિસ્તારમાં મૃતક સગીર ઉભો હતો. તે સમયે આરોપી સગીર ત્યાં આવી ચડ્યો અને તેની પાસેથી બિરિયાની ખાવા માટે 350 રૂપિયા માંગવા લાગ્યો. મૃતક તેને ઓળખતો ન હોવાના કારણે તેણે તેને રૂપિયા આપવાની ના પડી હતી. ના સાંભળીને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સગીરને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો.

    પીડિતે સામો પ્રતિકાર કરતાં આરોપીએ તેની ઉપર હુમલો કરી દીધો. પહેલાં તેણે તેનું ગળું દબાવીને બેભાન કરી નાખ્યો અને ત્યારબાદ તેને ઢસડીને નજીકની સાંકડી ગલીમાં લઈ ગયો. ગલીમાં લઇ ગયા બાદ સગીરની ક્રૂરતાથી હત્યા કરી નાંખી. હત્યાની આ આખી ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

    - Advertisement -

    વાયરલ થયેલા આ હત્યાના વિડીયોમાં જોઈ શકાય છે કે હત્યારાએ સગીરને ગળા, માથા અને શરીરના અન્ય ભાગોમાં છરીના લગભગ 60 ઘા માર્યા હતા. આટલી ક્રૂરતાથી હત્યા કર્યા બાદ આરોપી મૃતકના મૃતદેહ પાસે ઉભો રહીને નાચતો પણ જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આસપાસના લોકોએ તેને અટકાવવાનો પ્રયત્ન કરતા તેણે તેમને પણ છરી દેખાડીને ડરાવ્યા હતા.

    આ ઘટના મામલે ઉત્તર દિલ્હી પોલીસના ડીસીપી જોય તિર્કીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, “અમને જાણકારી મળી હતી કે એક કિશોરને ચાકુ મારવામાં આવ્યું છે. તેને ઘાયલ અવસ્થામાં દવાખાને લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. CCTVના આધારે હત્યારાની ઓળખ કરી લેવામાં આવી છે.”

    દિલ્હીના વેલકમ વિસ્તારમાં 17 વર્ષના સગીરની ચાકુના 60 ઘા ઝીંકીને હત્યા કરી તે મામલે ડીસીપીએ આગળ જણાવ્યું કે, “આરોપીની ઉમર 16 વર્ષની છે. તેની પાસેથી હત્યામાં વાપરવામાં આવેલું ચાકુ પણ મળી આવ્યું છે. હત્યા કરવા પાછળનો મુખ્ય આશય લૂંટ હતો. આરોપી મૃતક પાસેથી રૂપિયા લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પીડીતે રૂપિયા આપવાની ના પાડતાં હત્યારાએ પહેલા તેનું ગળું દબાવી દીધું અને બાદમાં ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.” હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં