Sunday, May 5, 2024
More
    હોમપેજક્રાઈમસુરત: જાવેદ હબીબ સલૂનમાં ગયેલી 17 વર્ષની હિંદુ સગીરા સાથે શારીરિક અડપલાં,...

    સુરત: જાવેદ હબીબ સલૂનમાં ગયેલી 17 વર્ષની હિંદુ સગીરા સાથે શારીરિક અડપલાં, પોલીસે શાહરૂખની ધરપકડ કરી; પોક્સો સહિતના ગુના દાખલ

    વેસુ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, "બાળકી પોતાની માતા સાથે બ્યુટી સલૂનમાં ગઈ હતી. વાળ કપાવ્યા બાદ તે ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવા આરોપી શાહરૂખ ઉર્ફે મોહમ્મદ રિયાઝ હસમતુલ્લાહ શાહ સાથે એક અલગ કેબિનમાં ગઈ હતી. અહીં ફેશિયલ કરવા દરમિયાન તે બાળકીને વાંધાજનક રીતે અડપલાં કરવા લાગ્યો હતો."

    - Advertisement -

    સુરતમાં જાવેદ હબીબ સલૂનમાં માતા સાથે વાળ કપાવવા ગયેલી એક હિંદુ સગીરા સાથે શાહરૂખ શાહ નામના કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સગીર વયની બાળકી પોતાની માતા સાથે સુરતના વેસુમાં આવેલા બ્યુટી સલૂનમાં ગઈ હતી. અહીં કામ કરતા શાહરૂખ શાહ નામના વ્યક્તિએ બ્યુટી ટ્રીટમેન્ટ દરમિયાન તેને શારીરિક અડપલાં કર્યાં હતાં. જે બાદ બાળકીના પરિવારે પોલીસ ફરિયાદ કરતા વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારની (5 નવેમ્બર, 2023) છે. આ મામલે વેસુ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “17 વર્ષની બાળકી પોતાની માતા સાથે બ્યુટી સલૂનમાં ગઈ હતી. વાળ કપાવ્યા બાદ તે ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવા આરોપી શાહરૂખ ઉર્ફે મોહમ્મદ રિયાઝ હસમતુલ્લાહ શાહ સાથે એક અલગ કેબિનમાં ગઈ હતી. અહીં ફેશિયલ કરવા દરમિયાન તે બાળકીને વાંધાજનક રીતે અડપલાં કરવા લાગ્યો હતો.”

    રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતમાં બાળકીએ આમ ભૂલથી થયું હોવાનું માનીને કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. જોકે પીડિતા તરફે કોઈ પ્રતિકાર ન થતાં આરોપીએ તેને આપત્તિજનક રીતે અડવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યાં સુધી બાળકીનું શારીરિક શોષણ કર્યું જ્યાં સુધી તે ગુસ્સામાં આવીને કેબિનની બહાર ન નીકળી ગઈ. બહાર આવ્યા બાદ બાળકીએ આખી ઘટના વિશે તેની માતાને જણાવતાં તેઓ પણ ઉકળી ઊઠ્યાં હતાં અને વેસુ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ઉલ્લખનીય છે કે ફરિયાદ કરતાંની સાથે જ વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ જિલ્લા ન્યાયાલયમાં તેની ઓળખ પરેડ પણ કરવામાં આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી શાહરૂખ ઉર્ફે મોહમ્મદ રિયાઝ હસમતુલ્લાહ શાહ મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના રજીપુર ગામનો રહેવાસી છે અને તે છેલ્લા કેટલાક સમયથી જાવેદ હબીબ બ્યુટી સલૂનમાં કામ કરે છે.

    સુરતમાં જાવેદ હબીબ સલૂનમાં માતા સાથે વાળ કપાવવા ગયેલી સગીરા સાથે શારીરિક અડપલાં કરવા બદલ વેસુ પોલીસે શાહરૂખ ઉર્ફે મોહમ્મદ રિયાઝ હસમતુલ્લાહ શાહ વિરુદ્ધ IPCની કલમ 354 A (1) (1) તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ બાળકીએ હિંમત દાખવીને ફરિયાદ દાખલ કરાવતા સુરત પોલીસે તેને બિરદાવી હતી અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં