Sunday, April 28, 2024
More
    હોમપેજદેશપોતાના 13,000 હજાર જેટલા નગ્ન ફોટા જોઈ ચોંકી ઉઠી યુવતી!: બેંગલુરુમાં કામ...

    પોતાના 13,000 હજાર જેટલા નગ્ન ફોટા જોઈ ચોંકી ઉઠી યુવતી!: બેંગલુરુમાં કામ કરતા યુવક-યુવતીના ચોકાવનારા કિસ્સામાં પોલીસ તપાસ શરૂ

    ફરિયાદના આધારે પોલીસે તપાસ ચાલુ કરી છે. તપાસ દરમિયાન પોલીસ ધ્યાને લેશે કે શું આરોપી આ નગ્ન ફોટા દ્વારા પીડિત યુવતીઓને બ્લેકમેલ કરતો હતો કે કેમ? પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના ફોનમાં હાજર કેટલાક ફોટા એડિટેડ છે જ્યારે કેટલાક સાચા પણ છે.

    - Advertisement -

    ડિજિટલ સંસાધનોના વધતા ઉપયોગ સાથે એના દુરુપયોગ અને નુકશાન પણ વધી રહ્યા છે. છેતરપિંડી, બ્લેકમેલ જેવા સાયબર ક્રાઈમના ગુના પણ વધી રહ્યા છે. ત્યારે કર્ણાટકની રાજધાની બેંગલુરુનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેંગલુરુમાં કામ કરતી એક યુવતી તેના પૂર્વ પ્રેમીના મોબાઈલમાં પોતાના 13,000થી વધુ નગ્ન ફોટા જોઈને ચોંકી ઉઠી હતી. જે પછી એને કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરતા કંપનીએ પોલીસ ફરિયાદ કરી હતી. ગુરૂવાર, તારીખ 29 નવેમ્બર 2023 ના રોજ થયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ બેંગલુરુનો આ કિસ્સો બેલાંદુર વિસ્તારનો છે. યુવકનું નામ આદિત્ય સંતોષ જણાવવામાં આવી રહ્યુ છે. જયારે યુવતીની ઓળખ છૂપી રાખવામાં આવી છે. ઘટના મુજબ અહિયાં એક 22 વર્ષની યુવતી એક જાણીતા કોલસેન્ટરમાં કામ કરે છે. ઓફિસમાં કામ કરતી વખતે યુવતીની ઓળખાણ આદિત્ય સંતોષ નામના યુવક સાથે થાય છે. આદિત્ય સંતોષ કે જે છેલ્લા 5 મહિનાથી એ જ કોલસેન્ટરમાં ગ્રાહક સેવા એજન્ટ તરીકે કામ કરે છે. બંને વચ્ચે દોસ્તી થાય છે. લગભગ 4 મહિના જેટલા ટૂંકા ગાળાના સબંધ દરમિયાન આદિત્યએ કેટલીક અંગત પળોની (નગ્ન) ફોટા લે છે અને તેનો વિડીયો પણ બનાવ્યો હોય છે. જે પછી થોડા દિવસ પહેલા જ પીડિત યુવતી આદિત્ય સંતોષ સાથેના સંબંધો તોડી નાખે છે.

    સંબંધ તોડી નાખ્યા પછી પીડિતાને ડર હતો કે તેનો પૂર્વ બોયફ્રેન્ડ આદિત્ય તેના અંગત ફોટા વાયરલ કરી શકે છે. તેથી યુવતી એના એક્સ બોયફ્રેન્ડ આદિત્યને તેના ફોટા ડિલીટ કરવાનું જણાવ્યું હતું. જો કે વારંવાર કહેવા છતાં આદિત્યએ નગ્ન ફોટા ડિલીટ કર્યા ન હતા.

    - Advertisement -

    ત્યારબાદ યુવતીએ જેમતેમ કરી આદિત્યના મોબાઈલની તપાસ કરતા આદિત્યની મોબાઈલ ગેલેરીમાં પોતાના સિવાય અન્ય છોકરીઓના પણ વાંધાજનક ફોટા મળી આવ્યા હતા. યુવતીએ વાતની ગંભીરતા પારખીને તરત જ તેના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ આ બાબતની ફરિયાદ કરે હતી. ઘટનાની જાણ થતા કોલ સેન્ટર કંપનીના લીગલ હેડે આદિત્ય સંતોષ વિરુદ્ધ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. કોલસેન્ટર કંપનીએ પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે જો આરોપી સંતોષ તે નગ્ન ફોટા વાયરલ કરશે તો કંપનીની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થશે. આ ફરિયાદના આધારે પોલીસે આદિત્ય સંતોષની ધરપકડ કરી છે.

    ફરિયાદના આધારે પોલીસે તપાસ ચાલુ કરી છે. તપાસ દરમિયાન પોલીસ ધ્યાને લેશે કે શું આરોપી આ નગ્ન ફોટા દ્વારા પીડિત યુવતીઓને બ્લેકમેલ કરતો હતો કે કેમ? પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના ફોનમાં હાજર કેટલાક ફોટા એડિટેડ છે જ્યારે કેટલાક સાચા પણ છે.

    પોતાના અંગતપળના ફોટા અને વિડીયો બનાવતા લોકો માટે પીડિત યુવતી સાથે બનેલો બેંગલુરુનો આ ચોક્વાનારો કિસ્સો શીખ સમાન છે. ટેક્નોલોજીના યુગમાં એનો ગમે ત્યારે ખોટો ઉપયોગ થઇ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં