Tuesday, November 5, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ, ભડકાઉ ભાષણો સિવાય...

    ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ, ભડકાઉ ભાષણો સિવાય હિંસાના પણ આરોપ: ઑપઇન્ડિયા શોધી લાવ્યું છે અઝહરી વિરુદ્ધ નોંધાયેલી તાજી 11 FIR

    આ બધી કલમોની સમીક્ષા કરવામાં આવે તો એ ખ્યાલ આવે છે કે, મુફ્તી સલમાન અઝહરીનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તે આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે હાલ તો ATS તેની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. તેના ત્રણ ટ્રસ્ટ પણ શંકાના દાયરામાં હોવાથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    જૂનાગઢમાં આવીને ભડકાઉ ભાષણ આપનારો મુફ્તી સલમાન અઝહરી તાજેતરમાં કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છે. જૂનાગઢમાં તેની વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ ગુજરાત ATSએ તેની મુંબઈથી ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને ATS મુખ્યાલય અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો હતો. જે બાદ જૂનાગઢ પોલીસ તેને જૂનાગઢ લઈને રવાના થઈ હતી. 6 ફેબ્રુઆરીએ જ તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેવામાં એ જાણવું પણ જરૂરી છે કે, મુફ્તી સલમાન અઝહરી આ પહેલાં કેટલા ગુનામાં સંડોવાયેલો હતો અને તેના પર કેટલી FIR નોંધવામાં આવી છે. મુફ્તી અઝહરીનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, તે વિશે જાણવું પણ જરૂરી છે.

    મુફ્તી સલમાન અઝહરી પર આ કોઈ પ્રથમવાર ગુનો નોંધાયો હોય તેવું નથી. મૌલાના લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે ગુનાહિત ઇતિહાસનો ‘સરતાજ બાદશાહ’ છે. અઝહરીના ગુનાહિત ઇતિહાસની તપાસ દરમિયાન ઓપઇન્ડિયાને જાણવા મળ્યું છે કે, અઝહરી વિરુદ્ધ દેશભરમાંથી 11 FIR નોંધવામાં આવી છે, જેમાં સૌથી વધુ FIR તેના ‘માદરે વતન’ કર્ણાટકમાં નોંધાઈ છે. એ સિવાય મુંબઈ અને ગુજરાતમાં FIR નોંધવામાં આવી છે. આટલા લાંબા ગુનાહિત ઇતિહાસ ધરાવતો અઝહરી માત્ર ભડકાઉ ભાષણ આપે એટલું જ નથી, પરંતુ હિંસાત્મક પ્રવૃતિ માટે પણ તેના પર ગુના નોંધાયા છે. અમે તેના વિરુદ્ધ દેશભરમાં નોંધાયેલી FIR વિશેની માહિતી અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ.

    નોંધ: આ ફરિયાદો માત્ર 2015 પછીની છે. તેની પહેલા નોંધાયેલી FIR મેળવવી હજુ બાકી છે. આમ અઝહરી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદોનો આંકડો હજુ વધી શકે છે.

    - Advertisement -

    મુફ્તી અઝહરીનો ગુનાહિત ઇતિહાસ

    • મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ સૌથી પહેલી FIR ઓલ્ડ હુબલી પોલીસ સ્ટેશન, ધારવાડમાં (કર્ણાટક) નોંધાઈ હતી. આ ગુનો 14 ડિસેમ્બર, 2015ના રોજ નોંધવામાં આવ્યો હતો. જેમાં IPCની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.
    • અઝહરી વિરુદ્ધ બીજી FIR પણ ઓલ્ડ હુબલી પોલીસ સ્ટેશન (કર્ણાટક)માં જ નોંધાઈ હતી. 15 ડિસેમ્બર, 2015ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હુબલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આ FIRમાં (249/2015) IPCની કલમ 143, 147, 148, 153, 427, 149 અને પ્રોપર્ટી ડેમેજ સંબંધિત કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો.
    • અઝહરી વિરુદ્ધ ત્રીજી FIR પણ 15 ડિસેમ્બર, 2015ના રોજ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ ધારવાડ (કર્ણાટક) કસબાપેઠ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. આ FIR (1354/2015) IPCની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ નોંધવામાં આવી હતી.
    • મૌલાનાના વિરુદ્ધ ચોથી FIR પણ 15 ડિસેમ્બર, 2015ના રોજ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ પણ કસબાપેઠ પોલીસ સ્ટેશનમાં જ નોંધાઈ હતી. IPCની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો હતો.
    • પાંચમી FIR પણ 15 ડિસેમ્બર, 2015ના રોજ કસબાપેઠ પોલીસ સ્ટેશનમાં જ નોંધાઈ હતી. IPCની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો હતો.
    • અઝહરી વિરુદ્ધ છઠ્ઠી FIR પણ 15 ડિસેમ્બર, 2015ના રોજ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ પણ કસબાપેઠ પોલીસ સ્ટેશનમાં જ દાખલ થઈ હતી. IPCની કલમ 143, 147, 148, 153, 427, 149 અને પ્રોપર્ટી ડેમેજ સંબંધિત કલમો સાથે FIR નોંધવામાં આવી હતી.
    • અઝહરી વિરુદ્ધ સાતમી FIR પણ 15 ડિસેમ્બર, 2015ના રોજ કસબાપેઠ પોલીસ સ્ટેશનમાં જ નોંધાઈ હતી. IPCની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ આ FIR દાખલ કરવામાં આવી હતી.
    • અઝહરી વિરુદ્ધ આઠમી FIR છેક 5 એપ્રિલ 2017ના રોજ નોંધવામાં આવી હતી. તે પણ કસબાપેઠ પોલીસ સ્ટેશનમાં જ નોંધવામાં આવી હતી. IPCની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ FIR નોંધવામાં આવી હતી.
    • નવમી FIR 26 એપ્રિલ, 2021ના રોજ મુંબઈના વિક્રોલી પાર્ક સાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ FIR IPCની કલમ 195(A) હેઠળ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કોર્ટમાં ‘A’ સમરી દાખલ કરી છે.
    • દશમી ફરિયાદ ગુજરાતના જૂનાગઢમાં નોંધવામાં આવી છે. મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં આવીને ભડકાઉ ભાષણ આપ્યું હતું. જે બાદ જૂનાગઢ પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને FIR દાખલ કરી હતી. FIRમાં IPCની કલમ 153(B), 505(2), 188 અને 114 હેઠળ ગુનો દાખલ થયો છે. આ કેસની કાર્યવાહી હાલ ચાલી રહી છે.
    • અગિયારમી FIR પણ ગુજરાતમાં જ નોંધવામાં આવી છે. કચ્છના સામખીયાળી પોલીસ સ્ટેશનમાં આ અંગે FIR નોંધવામાં આવી હતી. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું તે પહેલાં અઝહરીએ કચ્છમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેને લઈને કચ્છ પોલીસે પણ ગુનો નોંધ્યો છે.

    ઉપરોક્ત માહિતીમાં જોઈ શકાય છે કે, 14 અને 15 ડિસેમ્બર, 2015માં જ અઝહરી વિરુદ્ધ 8 FIR નોંધાઈ ચૂકી છે. આ તમામ ગુના તેના ‘માદરે વતન’ કર્ણાટકમાં નોંધાયા છે. સાથે એ પણ ધ્યાને લેવું જરૂરી છે કે, આ તમામ ગુનામાં કલમો પણ સમાન રાખવામાં આવી છે. 2 દિવસમાં 8 ગુના નોંધાવા અને તમામ ગુનાની કલમો સમાન હોવી વિચારવા પર મજબૂર કરી શકે છે. અઝહરી પર IPCની કલમ 143, 147, 148, 153, 427 અને 149 હેઠળ સૌથી વધુ ફરિયાદ નોંધાઈ છે. તેનાથી એ પણ જાણી શકાય છે અઝહરીનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે.

    શું કહે છે કલમો?

    કલમ 143 ત્યારે લગાવવામાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર સભામાં ભાગ લે છે. સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં, જાણી-જોઈને કોઈ ગેરકાયદેસર સભામાં ભાગ લેવા બદલ કલમ 143 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કલમ 147 ત્યારે લગાવવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિએ સાંપ્રદાયિક દંગામાં, હિંસામાં ભાગ લઈને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોય.

    કલમ 148 ત્યારે દાખલ કરવામાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિએ ઘાતક હથિયાર સાથે હુલ્લડમાં ભાગ લીધો હોય. જ્યારે 153ની કલમ ત્યારે ઉમેરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિએ ભડકાઉ ભાષણ આપીને ભીડને ઉશ્કેરવા પ્રયાસ કર્યો હોય અને ધાર્મિક-સાંપ્રદાયિક સૌહાર્દને તોડવા પ્રયાસ કર્યો હોય. જે અઝહરી વારંવાર કરતો આવતો હતો.

    કલમ 149 પણ ત્યારે જ ઉમેરવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રતિબંધિત સભામાં ભાગ લે છે. આ કલમ કહે છે કે, ગેરકાયદેસર સભામાં સામેલ દરેક વ્યક્તિ સજાનો હકદાર છે અને તેને સજા મળવી અનિવાર્ય છે. કલમ 427 ત્યારે દાખલ કરવામાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિએ એવું કૃત્ય કર્યું હોય કે, જેનાથી સામેના પક્ષના 50 RS કે તેથી વધુનું નુકશાન થયું હોય. ટૂંકમાં કોઇની સંપતિનો નાશ કરવો કે, તોડફોડ કરવી આ કલમ હેઠળ ગુનો બને છે.

    હવે આ બધી કલમોની સમીક્ષા કરવામાં આવે તો એ ખ્યાલ આવે છે કે, મુફ્તી સલમાન અઝહરીનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તે આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે હાલ તો ATS તેની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. તેના ત્રણ ટ્રસ્ટ પણ શંકાના દાયરામાં હોવાથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આતંકી સંગઠન સાથે કનેક્શન મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં