Saturday, April 20, 2024
More
  હોમપેજક્રાઈમદિલ્હી પોલીસની અવળી ગંગા: જમિયતની મુલાકાત બાદ એક સગીર સહીત હનુમાન જયંતિ...

  દિલ્હી પોલીસની અવળી ગંગા: જમિયતની મુલાકાત બાદ એક સગીર સહીત હનુમાન જયંતિ શોભાયાત્રાનું આયોજન કરનાર 5 હિંદુઓની ધરપકડ

  હનુમાન જયંતિ શોભાયાત્રામાં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારના પીડિત હિંદુઓની જ દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે, જેમાં એક સગીર પણ છે. દિલ્હી પોલીસે આ કાર્યવાહી જમિયતની મુલાકાત બાદ કરી હતી.

  - Advertisement -

  શનિવારે (16 એપ્રિલ, 2022), દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા કાઢી રહેલા હિંદુઓ પર મુસ્લિમ ટોળા દ્વારા માત્ર પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ આ વિસ્તારમાં આગચંપી અને હિંસા પણ થઈ હતી. હવે એ વાત સામે આવી છે કે આ મામલામાં દિલ્હી પોલીસે 5 હિન્દુઓની ધરપકડ કરી છે, જેમની આ શોભા યાત્રાના આયોજનમાં મુખ્ય ભૂમિકા હતી. આ તમામ એક જ પરિવારના છે. આ કાર્યવાહી જહાંગીરપુરીમાં જમીયતની મુલાકાત બાદ થઈ છે.

  પીડિત પરિવારની મહિલાએ જણાવ્યું કે દિલ્હી પોલીસે તેમના ઘરે તેના ત્રણ પુત્રોને પકડી લીધા છે. આ ઉપરાંત ઉક્ત મહિલાના પતિને પણ પોલીસે પકડી લીધો છે, તેવી માહિતી તેમણે આપી હતી. ધરપકડ કરાયેલ મહિલાના ત્રણ પુત્રો પૈકી એક પુત્ર પણ સગીર છે. પીડિત મહિલાએ જણાવ્યું કે તેના દિયરને (પતિનો નાનો ભાઈ) પણ દિલ્હી પોલીસે પકડ્યો છે. શોભા યાત્રામાં ઉપયોગમાં લેવાતો રથ આ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો.

  રથ તરફ ઈશારો કરીને મહિલાએ કહ્યું કે તે ખૂબ જ તૂટેલી હાલતમાં પાછો આવ્યો હતો. સ્થાનિક યુવાનોએ એમ પણ જણાવ્યું કે રમખાણો બાદ તેઓએ રથ માટે જે સજાવટ કરી હતી તે વેરવિખેર થઈ ગઈ હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે તેના પતિ અને પુત્રો ઘરે પાછા આવ્યા અને કહ્યું કે મુસ્લિમ પથ્થરબાજોના કારણે અરાજકતા અને હિંસા થઈ હતી. જ્યાં મહિલાનો પતિ પ્લાન્ટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમજ દિયર ભંગારનું કામ કરે છે.

  - Advertisement -

  પીડિત મહિલાનું નામ દુર્ગા સરકાર છે, જ્યારે તેણે પોતાના પતિનું નામ સુકેન સરકાર જણાવ્યું છે. મોટો પુત્ર સૂરજ 20 વર્ષનો છે, જ્યારે બીજો પુત્ર 17-18 વર્ષનો છે. મહિલાનો ત્રીજો પુત્ર સગીર છે, તેમ છતાં પોલીસે તેને ઝડપી લીધો છે. મહિલાએ તેના સાળાનું નામ સુકેશ સરકાર જણાવ્યુ છે. ધરપકડની માહિતી સામે આવ્યા બાદ લોકો ગુસ્સામાં છે અને પૂછી રહ્યા છે કે જ્યારે પીડિત હિંદુ છે તો તેમની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે?

  બીજી એક ખાસ વાત એ છે કે આ કાર્યવાહીના થોડા સમય પહેલા જ જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રતિનિધિઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ પૂછ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા કોઈ કેવી રીતે સાબિત કરી શકે કે પહેલો પથ્થર મુસ્લિમોની બાજુથી આવ્યો હતો? મસ્જિદમાંથી પથ્થરમારાના મુદ્દે જમિયતનું કહેવું છે કે મીડિયા અને લોકો શું કહે છે, તે પોલીસ તપાસ બાદ જ કહેશે. સંગઠને કહ્યું કે પથ્થરો અને ભગવા ઝંડા બહારથી લાવવામાં આવ્યા હતા.

  જહાંગીરપુરીમાં જમીયતની મુલાકાત બાદ સંગઠને કહ્યું કે દિલ્હી પોલીસે તેમને ન્યાયીક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલા ઉલેમાઓએ કહ્યું કે સંગઠન આવા આરોપીઓને કાયદાકીય સહાય પૂરી પાડે છે અને એફઆઈઆર જોયા પછી આ કેસમાં પણ એવું જ કરવામાં આવશે. પોતાને ગરીબોનો મદદગાર ગણાવતા જમિયત ઉલેમાએ અસલમની ધરપકડ પર કહ્યું કે દિલ્હી પોલીસે હજુ સુધી કંઈ સ્પષ્ટ કહ્યું નથી. એટલે કે સંગઠન જહાંગીરપુરીના તોફાનીઓને કાયદાકીય મદદ કરશે.

  તાજી માહિતી એ પણ છે કે પથ્થરમારો અને ફાયરિંગનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આરોપી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો સરઘસ કાઢી રહેલા લોકો પર પથ્થરમારો કરી રહ્યા છે. પથ્થરબાજોમાં 10-12 બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સામેલ હતા. આ દરમિયાન એક 40-42 વ્યક્તિ આવે છે અને ખાંચાની સામે પિસ્તોલ તાકીને તરત જ ભાગી જાય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં