ગુજરાત હાઈકોર્ટે સોમવારે ધોરણ 6-12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતની શાળાઓમાં ભગવદ ગીતા શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી જમીયત ઉલેમા-એ-હિન્દ (Jamiat Ulama-e-Hind) દ્વારા કરાયેલ PILની સુનાવણી દરમિયાન સરકારના નિર્ણય પર સ્ટે આપવાનું નકારી કાઢ્યું હતું. ઉપરાંત હાઈલોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને આ બાબતે નોટિસ પણ પાઠવી હતી.
જમીયત ઉલેમા એ હિંદ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવાયો છે કે સરકારે સરકારી શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિવિધ શ્લોકો અને મંત્રોના પાઠ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.
While refusing to entertain Jamiat Ulama-e-Hind’s request for a stay on the resolution’s implementation, a division bench of Chief Justice Aravind Kumar and Justice Ashutosh J Shastri sought the State government’s reply by August 18, 2022.https://t.co/70VAwacWFe
— LawBeat (@LawBeatInd) July 12, 2022
ગુજરાતની શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાના નિર્ણયને જમીયત ઉલેમાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવા પર કરાયેલ PILસંદર્ભે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારના આ નિર્ણય પર હાલ પૂરતો સ્ટે ઓર્ડર આપવાનો નકારો કરી દીધો છે. પરંતુ આ સાથે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને આ મામલે જવાબ માંગવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા માટે 18 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. જમિયત ઉલેમા-એ-હિંદે આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરી છે.
જમીયતે હાઈકોર્ટમાં અરજી કરી હતી
જમીયત ઉલેમા એ હિંદે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે સરકારે સરકારી શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિવિધ શ્લોકો અને મંત્રોના પાઠ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ નિર્ણય સમાનતાના અધિકાર અને ધર્મની સ્વતંત્રતાનું સીધું ઉલ્લંઘન છે. જમીયત ઉલેમા એ હિંદે સરકારના આ નિર્ણય પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
જમીયત ઉલેમા એ હિંદ તરફથી વરિષ્ઠ એડવોકેટ મિહિર જોશી અને એડવોકેટ ઈસા હકીમ હાજર રહ્યા હતા.
કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કર્યો
મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે આ મુદ્દા પર સુનાવણી કરતી વખતે અરજદાર સંગઠનને તાત્કાલિક રાહત આપવાનો નકારો કર્યો હતો કોર્ટે કહ્યું કે તે પહેલા આ મામલે સરકારનો પક્ષ સાંભળશે આ પછી જ આ મામલે યોગ્ય આદેશ જાહેર કરવામાં આવશે. આ પછી હાઈકોર્ટે ગુજરાત સરકારને 18 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત સરકાર શાળાઓમાં ભગવદ ગીતા શીખવે છે
નોંધનીય છે કે શાળાના વિદ્યાર્થીઓમાં માનવીય મૂલ્યો વિકસાવવા અને તેમને તેમની સંસ્કૃતિ સાથે જોડવા માટે ગુજરાત સરકારે થોડા સમય પહેલા ભગવદ ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત કરી હતી. આ પાઠ શાળાની પ્રાર્થના સમયે કરવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષકો દ્વારા આ સંસ્કૃત શ્લોકોનો સાર પણ કહેવામાં આવે છે. જમીયત ઉલામા (જમીયત ઉલેમા એ હિંદ)ને શાળાઓમાં ભગવદ ગીતાના પાઠ કરાવવા સામે વાંધો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સંગઠન સાથે જોડાયેલા મૌલાનાઓનું કહેવું છે કે ભગવદ ગીતાના માધ્યમથી મુસ્લિમો અને અન્ય ધર્મના વિદ્યાર્થીઓને હિંદુ ધર્મ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેથી તેને બંધ કરી દેવો જોઈએ