કેરળના કોલ્લમમાં ભારતીય સેનાના જવાનને જંગલમાં લઈ જઈને માર માર્યાની ઘટના સામે આવી છે. હુમલાખોરોમાં 6 અજાણ્યા બદમાશો સામેલ હતા. સાથે જ પીડિત જવાનની પીઠ પર બળજબરીથી PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા)નું નામ લખવામાં આવ્યું છે, જે એક પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે. ભારતીય સેનાના જવાન શીને કુમારે આ અંગે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના રવિવાર (24 સપ્ટેમ્બર, 2023)ની રાત્રે બનવા પામી હતી. પીડિતના ઘરની નજીક જ એક રબરનું જંગલ છે, જ્યાં આ ઘટના બની હતી.
શીને કુમારે જણાવ્યું કે એક ટેપની મદદથી તેમના હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને પીઠ પર પેઈન્ટનો ઉપયોગ કરીને PFI લખવામાં આવ્યું હતું. આ મામલે કલમ 143 ( ગેરકાયદેસર જનસમૂહનું એકઠું થવું), 147 (હુલ્લડો), 323 (ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી), 341 (કોઈને ખોટી રીતે રોકવા) અને 153 (હુલ્લડો ભડકાવવાના ઈરાદાથી ઉશ્કેરવા) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ ઘટના ત્યારે બનવા પામી છે જ્યારે તે જ દિવસે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ કેરળમાં PFIના અનેક સ્થળો પર દરોડા પાડયા હતા.
Army personnel allegedly attacked by PFI men in Kerala's Kollam. #Kerala #Kollam #Army #PFI
— Republic (@republic) September 25, 2023
WATCH #LIVE only here-https://t.co/2iU953fVTX pic.twitter.com/2aD4wxN9Zm
આ ઘટના કેરળના કોલ્લમના કડાઈક્કલ સ્થિત ચનાપ્પારા વિસ્તારમાં બની હતી. જવાનની પીઠ પર PFI લખેલી તસવીરો પણ સામે આવી હતી. આ પહેલાં જવાનને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. હલવીલ શીને રાજસ્થાન સ્થિત ભારતીય સેનાના ‘ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ (ઈએમડી) કેડર’માં તૈનાત છે. તેમને કોલ્લમ સ્થિત તેમના ઘરેથી 2 લોકો ઉઠાવીને લઈ ગયા હતા, જે પછી આ ઘટના બની હતી. તેમને પાછળથી લાત મારવામાં આવી હતી. પીડિત જવાને કહ્યું કે તે આ ઘટનાને લઈને પેંગોડે સ્થિત મિલિટરી સ્ટેશનમાં ફરિયાદ કરશે.
PFI ના ઠેકાણાઓ પર ED ના દરોડા
હાલમાં PFIના મની લોન્ડરિંગ નેટવર્ક પર હુમલો કરવા માટે ED કાર્યવાહી કરી રહી છે. એર્નાકુલમ, મલ્લ્પુરમ, વાયનાડ અને થ્રિસ્સૂર જિલ્લામાં આ રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન CRPF અને કેરળ પોલીસના અધિકારીઓ પણ ED સાથે રહ્યા હતા.
આ વર્ષે જાન્યુઆરીમાં NIA (નેશનલ ઈનેસ્ટિગેશન એજન્સી)એ PFIના મોહમ્મદ સાદિકની કોલ્લમમાંથી જ ધરપકડ કરી હતી. આતંકીઓએ RSS નેતાઓની ડિટેલ્સ પણ એકઠી કરી રાખી હતી જેથી કરીને તેમને નિશાનો બનાવી શકાય. ફેબ્રુઆરી 2020માં એવું સામે આવ્યું હતું કે નેતાઓની ડિટેલ્સ લીક કરનારાઓમાં ઈડુક્કીનો એક પોલીસ કોન્સ્ટેબલ PK અનસ પણ સામેલ હતો.