સંસદના વિશેષ સત્ર દરમિયાન અંતિમ દિવસે ચંદ્રયાન પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ આપેલા ભાષણનો વીડિયો ખૂબ વાયરલ થયો અને આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલી માટે આપત્તિજનક ભાષા વાપરી હતી. હવે આ મામલે વધુ જાણકારી સામે આવી રહી છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ સ્પીકરને પત્ર લખીને જણાવ્યું છે કે જ્યારે લોકસભામાં રમેશ બિધૂડી સંબોધન કરી રહ્યા હતા ત્યારે દાનિશ અલી તેમણે વારંવાર ટોકી રહ્યા હતા અને ત્યારબાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષા વાપરી હતી, જેના કારણે ભાજપ સાંસદે પિત્તો ગુમાવ્યો હતો.
FLASH: Amid growing outrage, BJP's prominent parliamentarian @nishikant_dubey takes a stand against his party colleague, Ramesh Bidhuri.
— The New Indian (@TheNewIndian_in) September 23, 2023
Dubey, in a letter to Lok Sabha speaker @ombirlakota, condemns Bidhuri's use of highly objectionable language against BSP MP @Danish Ali,… pic.twitter.com/ybNthuEaxn
નિશિકાંત દૂબેએ સ્પીકરને લખેલા પત્રમાં જણાવ્યું કે દાનિશ અલીએ પીએમ મોદી માટે આપત્તિજનક ભાષા વાપરી હતી. તેમણે કહ્યું હતું કે, “નીચને નીચ નહીં કહીએ તો શું કહીશું?” જોકે, તેમણે રમેશ બિધૂડી દ્વારા વાપરવામાં આવેલી ભાષાનો પણ બચાવ કર્યો નથી પરંતુ જણાવ્યું કે ખરેખર શું બન્યું હતું અને સંપૂર્ણ ઘટનાક્રમ શું હતો.
લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં નિશિકાંત દૂબે કહે છે કે, “રમેશ બિધૂડીએ દાનિશ અલીને લઈને આપત્તિજનક શબ્દો કહ્યા છે અને જેની એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે હું નિંદા કરું છું. પરંતુ જો સાંસદ બિધૂડીએ ખોટું કામ કર્યું હોય તો હું માનું છું કે દાનિશ અલી સહિત અન્ય સભ્યોએ પણ સમુદાયો વચ્ચે દુશ્મની ફેલાવવાનું કામ કર્યું છે.”
તેમણે જણાવ્યું કે, જ્યારે રમેશ બિધૂડી સંબોધન કરી રહ્યા હતા ત્યારે દાનિશ અલી સતત ‘રનિંગ કોમેન્ટ્રી’ કરી રહ્યા હતા અને તેમના સંબોધનમાં વિક્ષેપ પાડી રહ્યા હતા. તેમણે અમુક ટીપ્પણીઓ કરીને બિધૂડીને સંતુલન ગુમાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
FLASH: BJP's @nishikant_dubey, while condemnation of BJP MP Ramesh Bidhuri's offensive remarks against BSP MP Danish Ali, in a letter addressed to @ombirlakota, later he pointed out that the provocative remarks on PM @narendramodi, made by Danish Ali played a role in Bidhuri's… pic.twitter.com/03UJ2GCIKo
— The New Indian (@TheNewIndian_in) September 23, 2023
નિશિકાંત દૂબેએ જણાવ્યું કે, રમેશ બિધૂડીના સંબોધન દરમિયાન દાનિશ અલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અત્યંત આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને માઇક્રોફોન વગર જ જોરથી બૂમો પાડીને ‘નીચ કો નીચ નહીં કહેંગે તો ક્યા કહેંગે’ જેવી ટિપ્પણીઓ કરી હતી. તેમણે લખ્યું કે, દાનિશ અલીનું આ નિવેદન, મારા મતે, કોઇ પણ દેશભક્ત જનપ્રતિનિધિને ગુસ્સો અપાવવા માટે પૂરતું છે. તેમણે એમ પણ કહ્યું કે, દાનિશ અલી અને અન્ય અમુક સાંસદોનો વ્યવહાર પણ યોગ્ય ન હતો અને તેમની પણ તપાસ થવી જોઈએ, નહીં તો ન્યાય નહીં તોળાય.
આ સિવાય તેમણે વિપક્ષી પાર્ટીઓના સાંસદોનાં અમુક એવાં નિવેદનો પણ ટાંક્યાં હતાં, જેમાં તેમણે હિંદુ ધર્મ વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. જેમાં DMK અને ટીએમસીના સાંસદોનાં નિવેદનો સામેલ છે.