તાજેતરમાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં પ્રોફેસર આલોક ગુપ્તાની તેમના ઘરે લૂંટ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. હવે યુપી પોલીસે આ ઘટનામાં સામેલ લૂંટારુ શાહબાઝને ઠાર માર્યો છે. 19 સપ્ટેમ્બર 2023ના રોજ, પોલીસ શાહબાઝને કોર્ટમાં હાજરી માટે લઈ જતી હતી. દરમિયાન, વાહન પલટી ગયું અને શાહબાઝે સબ-ઇન્સ્પેક્ટરની રિવોલ્વર છીનવી લીધી અને ફાયરિંગ શરૂ કર્યું. જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું.
शाहजहांपुर में प्रोफेसर की निर्मम हत्या कर देने वाले बदमाशों में से एक शहबाज को पुलिस ने एनकाउंटर में ढेर किया…@shahjahanpurpol pic.twitter.com/KoZvUVUlLe
— Gaurav Kumar (@gaurav1307kumar) September 20, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18-19 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે શાહજહાંપુર જિલ્લાના કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી પ્રોફેસર આલોક ગુપ્તાના ઘરે લૂંટ થઈ હતી. આ દરમિયાન 35 વર્ષના પ્રોફેસર અચાનક જાગી ગયા. તેમણે લૂંટારુઓનો વિરોધ કર્યો. લૂંટારુઓએ પ્રોફેસર પર છરી વડે હુમલો કર્યો હતો. છરીના અનેક ઘાને કારણે પ્રોફેસરનું મોત થયું હતું. તેમની આંખ પણ ફોડી કાઢવામાં આવી હતી. પ્રોફેસરને બચાવવા આવેલા પ્રોફેસરની પત્ની, પિતા, ભાઈ, ભાભી અને બાળકોને પણ લૂંટારુઓએ તિક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો.
ઘાયલ હોવા છતાં પરિવારના સભ્યોએ શાહબાઝ અને તેના સાથી શહરોઝને પકડી લીધા હતા. જ્યારે બાકીના લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં 3 અને 4 વર્ષના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. વિરોધમાં કેટલાક લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ફરાર લૂંટારુઓ પર 75 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
લૂંટારુઓને પકડવા માટે પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે પકડાયેલ ડાકુ શાહબાઝ અન્ય એક દવાના વ્યાપારીની હત્યા માટે પણ વોન્ટેડ હતો. પોલીસે શાહબાઝની અટકાયત કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવા લઈ જવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક પ્રાણી રસ્તા પર આવી ગયું. પશુને બચાવવાના પ્રયાસમાં પોલીસ વાહનના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને વાહન પલટી મારી ગયું હતું. કાર પલટી જતાં જ શાહબાઝે તેની સાથે રહેલા સબ ઇન્સ્પેક્ટર હિતેશ તોમરની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી અને ખેતર તરફ ભાગી ગયો. જ્યારે પોલીસે તેને થોભવાનું કહ્યું તો શાહબાઝે ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
आज दिनाँक 19.09.23 को थाना कटरा क्षेत्र में हुई घटना के सम्बन्ध में श्री अशोक कुमार मीणा पुलिस अधीक्षक #shahjahanpurpol की बाईट । @Uppolice #UPPolice pic.twitter.com/Dd4YB4eib0
— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) September 19, 2023
પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ એન્કાઉન્ટરમાં ગોળી વાગતાં શાહબાઝ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. શહરોઝની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 40 વર્ષીય શાહબાઝ એક સમયે ઈ-રિક્ષા ચલાવતો હતો, જ્યારે શહરોઝ સલૂનમાં કામ કરે છે.