“નવી સંસદમાં નમાજ માટે પણ જગ્યા હોવી જોઈએ.” આ માંગ બીજા કોઈએ નહીં પરંતુ અવારનવાર પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેનારા સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ શફીકુર્રહમાન બર્કે કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શફીકુર્રહમાન બર્કે મંગળવારે (19 સપ્ટેમ્બર, 2023) સંસદ ભવનની બહાર પ્રેસ સાથે વાત કરતા કહ્યું કે, “જુઓ, નમાજ પઢવા માટે તો જગ્યા અહિયાં પણ નથી. નવી સંસદમાં પણ મુસલમાનો માટે નમાજની જગ્યા પણ હોવી જોઈતી હતી. આ લોકોએ નફરત ફેલાવી રાખી છે. શું જગ્યા આપશે? મુસલમાનથી નફરત ફેલાવી રાખી છે.”
જ્યારે તેમને ફરીથી ભારપૂર્વક પૂછવામાં આવ્યું કે નવી સંસદમાં નમાજ માટે જગ્યા હોવી જોઈતી હતી કે નહીં? તો બર્કે સીધું કહ્યું કે, “હોવી જોઈએ નમાજ માટે જગ્યા, મુસલમાનો માટે જ્યારે નમાજનો સમય થઈ જાય છે તો તેના માટે પણ કોઈ જગ્યા હોવી જોઈતી હતી, પણ હમણાં સુધી તેઓએ જોઈ નથી કે જગ્યા છે કે નહીં.” તેમના નિવેદનનો વિડીયો પણ સામે આવ્યો છે.
વિવાદો સાથે શફીકુર્રહમાન બર્ક ધરાવે છે ઊંડો સંબંધ
જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેમણે આવી વાતો કરી હોય. જ્યારે સંસદ એક કાયદાકીય સ્થળ છે અને ત્યાં પણ તેઓ નમાજ માટે જગ્યાની માંગ કરી શકે ત્યારે બીજું તો શું કહી શકાય. નોંધનીય છે કે લોકસભા સદસ્ય તરીકે શપથ લીધા બાદથી શફીકુર્રહમાન બર્ક ઘણી વખત વિવાદોમાં આવ્યા છે. એકવાર તેમણે કહ્યું હતું કે વંદે માતરમ ઇસ્લામ વિરુદ્ધ છે અને મુસ્લિમ તે ગાઈ શકે નહીં.
જ્યારે હાલમાં જ અયોધ્યામાં ખોદકામ દરમિયાન મળી આવેલી મૂર્તિઓ પર ફરી એકવાર સપા સાંસદ શફીકુર્રહમાન બર્કે કહ્યું હતું કે, “ત્યાં મસ્જિદ હતી અને હંમેશા મસ્જિદ જ રહેશે.”
"वहां मस्जिद थी और हमेशा मस्जिद ही रहेगी"
— News24 (@news24tvchannel) September 14, 2023
◆ अयोध्या में खुदाई के दौरान मिली मूर्तियों पर सपा सांसद शफीकुर्रहमान बर्क का बयान
Ayodhya | #Ayodhya | Shafiqur Rahman Barq | #ShafiqurRahmanBarq pic.twitter.com/VlQiS1toIZ
શફીકુર્રહમાન બર્ક બીજી વખત વિવાદોમાં ત્યારે ઘેરાયા જ્યારે તેમણે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાનો બચાવ કર્યો. શફીકુર્રહમાન બર્કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડ્યો હતો અને તેને યોગ્ય ઠેરવ્યો હતો. તેમજ બુરખાથી લઈને હલાલા સુધી તે તમામ ઈસ્લામિક કુરીતિઓનો બચાવ કરતાં આવ્યા છે.
PM મોદીએ કર્યો હતો બર્કનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનમાં સરકારના કાયદાકીય કામો 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યા છે. જ્યારે 18 સપ્ટેમ્બર, 2023ના રોજ સંસદના વિશેષ સત્રના પહેલા દિવસે સંસદમાં 75 વર્ષની સંસદીય યાત્રા પર ચર્ચા થઈ રહી હતી. ત્યારે ચર્ચાની શરૂઆત વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણથી કરી હતી.
Who is 93-year-old MP Shafiqur Rahman Burke? PM Modi mentioned in Parliament
— Asianet Newsable (@AsianetNewsEN) September 18, 2023
.#PMmodi #ShafiqurRahmanBurke #NewParliament #India pic.twitter.com/axOmBAfwT9
લોકસભામાં સંબોધન દરમિયાન PM મોદીએ સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્કનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “આઝાદી બાદ સાડા સાત હજારથી વધારે સાંસદોએ હમણાં સુધી સદનમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાંથી એક સાંસદ એવા છે જે 93 વર્ષના છે અને હજુ પણ લોકસભાના સભ્ય છે.” PM મોદી કોઈ બીજાનો નહીં પણ શફીકુર્રહમાન બર્કનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જ્યારે 19 સપ્ટેમ્બરે બર્કે નમાજ માટે જગ્યાની માંગણી કરીને વાતાવરણ ગરમ કર્યું છે.