Friday, November 22, 2024
More
    હોમપેજદેશ2 IT પાર્ક, 6 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ…: PM મોદી મધ્યપ્રદેશ-છત્તીસગઢને આપશે...

    2 IT પાર્ક, 6 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ…: PM મોદી મધ્યપ્રદેશ-છત્તીસગઢને આપશે ₹57,700 કરોડની ભેટ

    PM મોદી ગુરુવારે લગભગ 11:15 વાગ્યે મધ્યપ્રદેશના બીના પહોચ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, બીના રિફાઈનરી એમપીનું સૌથી મોટું હબ હશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે અહીં લગભગ 15 હજાર લોકોને રોજગાર મળશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (14 સપ્ટેમ્બર 2023) મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હશે. બંને રાજ્યોને આશરે ₹57700 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ ભેટમાં આપવાના છે. તેઓ મધ્યપ્રદેશમાં ₹50 હજાર કરોડથી વધુના ખર્ચના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે.

    PM મોદી પહોચ્યા મધ્યપ્રદેશ

    PM મોદી ગુરુવારે લગભગ 11:15 વાગ્યે મધ્યપ્રદેશના બીના પહોચ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, બીના રિફાઈનરી એમપીનું સૌથી મોટું હબ હશે.

    તેમણે આશા વ્યક્ત કરી છે કે અહીં લગભગ 15 હજાર લોકોને રોજગાર મળશે. સીએમ શિવરાજ સિંહે પણ મોદીની મુલાકાત પહેલા બીના રિફાઈનરી અને ઈવેન્ટ સ્થળનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

    - Advertisement -

    પ્રધાનમંત્રીએ પોસ્ટ કરીને આપી હતી જાણકારી

    પીએમ મોદીએ બુધવારે X/Twitter પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “આવતીકાલ (ગુરુવાર) મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મારા પરિવારના સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. કેન્દ્ર સરકાર બંને રાજ્યોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા સાથે સતત કામ કરી રહી છે. આ સંદર્ભમાં આવતીકાલે આપણને અનેક મોટા પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો લહાવો મળશે. આ અહીં રહેતા લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિના નવા દરવાજા ખોલશે.”

    કઈ કઈ યોજનાઓ ખુલ્લી મુકાશે?

    વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી મધ્યપ્રદેશમાં ₹57700 કરોડના પ્રોજેક્ટસનો શિલાન્યાસ કરવાના છે. બીના જિલ્લામાં હાજર રિફાઇનરીના પેટ્રોકેમિકલ સંકુલનું ભૂમિપૂજન કરવાના છે. રતલામ જિલ્લામાં પાવર અને એનર્જી રિન્યુઅલ મેન્યુફેક્ચરિંગ ઝોનનો શિલાન્યાસ કરવાની પણ દરખાસ્ત છે. આ બાંધકામ નર્મદાપુરમ, રતલામ સ્થિત મેગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્રસ્તાવિત છે.

    આ સિવાય મધ્યપ્રદેશની અંદર 2 આઈટી પાર્ક પણ આપવામાં આવનાર છે. આ પાર્ક ઈન્દોરમાં હશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યના જુદા જુદા ભાગોમાં 6 અન્ય ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે. છત્તીસગઢના રહેવાસીઓને ₹6350 કરોડની યોજનાઓનો લાભ મળશે. આ પ્રોજેક્ટ રેલવે સેક્ટર માટે હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં