ભારતની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે ચાલી રહેલી G-20 સમિટમાં ‘ન્યૂ દિલ્હી લીડર્સ ડેકલેરેશન’ પર તમામ દેશોએ સહમતી દર્શાવી છે. આ એક પ્રકારે સંયુક્ત ઘોષણાપત્ર હોય છે, જે યજમાન દેશ દ્વારા તૈયાર કરીને તમામ દેશોને આપવામાં આવે છે. જો સૌની સહમતી બને તો પસાર કરવામાં આવે છે. ભારતે આ ઘોષણાપત્ર પર સૌની સંમતિ મેળવી લીધી છે. આ ભારતની એક મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. આ ઐતહાસિક ઘટનાની જાણકારી વડાપ્રધાન મોદીએ પોતે આપી છે. ભારતની અધ્યક્ષતામાં G-20 2023 અત્યાર સુધીના ઇતિહાસમાં સહુથી સફળ સંમેલન સાબિત થયું છે.
ઘોષણાપત્ર વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “અમારી ટીમની અથાગ મહેનત અને આપ સૌના (દેશોના) સહયોગના કારણે દિલ્હી G-20 નેતાઓના શિખર સંમેલન ઘોષણાપત્રને સર્વસંમતી પ્રાપ્ત થઇ છે. આ મારો પ્રસ્તાવ છે કે આપણે આ નેતાઓની ઘોષણાને અપનાવવી જોઈએ. હું આ ડેકલેરેશનને અપનાવવાનું એલાન કરું છું.” આ અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મારા શેરપા, મંત્રીઓને શુભેચ્છા જેમણે આના માટે કઠોર પરિશ્રમ કર્યો અને તેને સંભવ કરી બતાવ્યું.
Speaking at the Session-2 on 'One Family' during the G20 Summit in Delhi. https://t.co/tj1jrzelBA
— Narendra Modi (@narendramodi) September 9, 2023
શું હશે ઘોષણાપત્રના મુદ્દાઓ
ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્તરીય નેતાઓએ G-20 સમિટમાં દિલ્હી ડેકલેરેશન પર સહમતી આપી તેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. જેમાં મજબુત, ટકાઉ, સંતુલિત અને સમાવેશી વિકાસ, SDG પર પ્રગતિમાં ઝડપ લાવવી, સતત ભવિષ્ય માટે ગ્રીન ડેવલપમેન્ટ, 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાન અને બહુપક્ષવાદને પુનર્જીવિત કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે આ ઘોષણાપત્રને રવિવારે (10 સપ્ટેમ્બર 2023)ના રોજ લીડર્સ સમિટ બાદ ઘોષિત કરવામાં આવશે. આ ઘટનાને ભારતની અધ્યક્ષતાની મોટી જીત માનવામાં આવી રહી છે. આ પહેલાં પણ વડાપ્રધાન મોદીએ G-20 સમિટના પ્રથમ સત્રમાં કહ્યું હતું કે, “21મી સદીના વિશ્વને નવી દિશા આપવાનો સમય છે.” આ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશનું નામ લેતા સમયે ‘ભારત’ શબ્દનું પ્રયોજન કર્યું હતું.
ભારતની G20 અધ્યક્ષતા તેના ઇતિહાસમાં સહુથી વધુ મહત્વકાંક્ષી રહી છે. આ વખતે 73 પરિણામો (line of Efforts) અને 39 સંલગ્ન દસ્તાવેજો (અધ્યક્ષતા દસ્તાવેજ, કાર્ય સમૂહના પરિણમી દસ્તાવેજો સિવાય) સામેલ છે. આ રીતે પાછલા સંમેલનોની તુલતાએ આ વખતે 112 પરિણામો અને પ્રેસિડેન્સી દસ્તાવેજો પર બે ગણું કાર્ય થયું છે.
India’s G20 Presidency has been the most ambitious in history of G-20. 73 outcomes (lines of effort) and 39 annexed documents (presidency documents, not including Working Group outcome documents). With 112 outcomes and presidency documents, we have more than doubled the… pic.twitter.com/1d32f9Kkv7
— ANI (@ANI) September 9, 2023
ઉલ્લેખનીય છે કે ભારતીય G-20ની અધ્યક્ષતાના મોટાભાગની પ્રાથમિકતાઓનો ઉદ્દેશ્ય ગ્લોબલ સાઉથ કે પછી વિકાસશીલ દેશોને લાભ પહોંચાડવો છે. ઘોષણાઓનું માળખું તૈયાર કરતી વખતે સહભાગી ભારતીય નિષ્ણાતોને વિશ્વાસ હતો કે ભારતના મોટાભાગના પ્રસ્તાવોને સભ્ય દેશો દ્વારા સમર્થન આપવામાં આવશે અને અંતે તેમની ધારણા સાચી પડી છે. સૌએ એકસૂરે ભારતના પ્રસ્તાવોને સ્વીકાર્યા છે.
નોંધનીય છે કે ભારતની પહેલ પર જ પ્રથમ વાર 55 દેશોના સંઘ આફ્રિકન યુનિયનને G-20માં સ્થાયી સભ્ય બનાવવામાં આવ્યા છે. જે બાદ નાઇજીરીયાના રાષ્ટ્રપતિએ લખ્યું હતું કે, “G-20ના સ્થાયી સભ્ય બનવા બદલ આફ્રિકન યુનિયનને શુભેચ્છાઓ. એક મહાદ્વીપના રૂપમાં આપણે G-20ના મંચનો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે પોતાની આકાંક્ષાઓને વધુ આગળ લઇ જવા તત્પર છીએ.”
9 સ્પ્ટેમ્બરના રોજ G-20 સમિટનો પ્રથમ દિવસ પૂર્ણ થયો. આ દરમિયાન બે સત્ર ચાલ્યાં તેમજ અનેક નેતાઓ વચ્ચે બેઠકો પણ થઈ. સાંજે રાષ્ટ્રપતિ દ્વારા ડિનર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 10 સપ્ટેમ્બરના રોજ સમાપન કરવામાં આવશે.