ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક દલિત યુવતી પર ગેંગ રેપ થવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં શિફત અંસારી નામની યુવતી ઉપરાંત શોએબ અને નદીમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં દલિત યુવતીને નશો આપીને બળાત્કાર ગુજારવાનો અને પછી અશ્લીલ વિડીયો બનાવીને 5 લાખ રૂપિયા માટે બ્લેકમેલ કરવાનો પણ આરોપ છે.
પીડિતાએ પોતાની ફરિયાદમાં એવો પણ દાવો કર્યો છે કે આરોપીઓએ તેને ગૌમાંસ ખાવા માટે પણ દબાણ કર્યું હતું. ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસ હાલ શિફત અને તેના પુરૂષ સાથીઓની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. ઘટના શનિવાર (2 સપ્ટેમ્બર 2023) ની છે.
શું હતો આખો મામલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનનો છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે હુસૈનબાગની રહેવાસી શિફત નામની યુવતી સાથે પહેલાથી જ પરિચિત હતી. થોડા દિવસો પહેલા શિફતે પીડિતાને કોઈ મહત્વપૂર્ણ કામ વિશે જણાવ્યું હતું અને તેની પાસેથી 30 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.
પીડિતાનું કહેવું છે કે 1 સપ્ટેમ્બર, 2023ના રોજ જ્યારે તેણે તેના પૈસા પાછા માંગ્યા તો બીજા દિવસે 2 સપ્ટેમ્બરે શિફતે તેને દીદીપુરમના ટપરી કેફેમાં બોલાવી. શોએબ અને નદીમ પહેલાથી જ શિફત સાથે અહીં હાજર હતા. ત્રણેય જણા કોઈ જરૂરી કામ છે એમ કહીને રજની હોટલમાં ગયા હતા અને પીડિતાને ત્યાં આવીને પૈસા લઇ જવા કહ્યું હતું.
प्रकरण के सम्बन्ध में थाना बारादरी,बरेली पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत कर अग्रिम विवेचनात्मक कार्यवाही प्रचलित है।
— Bareilly Police (@bareillypolice) September 7, 2023
લગભગ 2 કલાક પછી જ્યારે પીડિતા રજની હોટેલ પહોંચી તો રિસેપ્શનિસ્ટે તેને શિફત રૂમમાં હોવાની વાત કરીને અંદર જવા કહ્યું. શિફત સાથે રૂમમાં હાજર શોએબ અને નદીમે પીડિતાને કોઈ નશીલા પદાર્થ ભેળવેલું કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું હતું. ત્રણેયએ તેને નશાની હાલતમાં ગૌમાંસવાળા કબાબ પણ ખવડાવતા હતા.
જ્યારે પીડિતા બેભાન થઈ ગઈ ત્યારે શોએબ અને નદીમે તેની સાથે ગેંગ રેપ કર્યો હતો. હોશમાં આવતાં જ ત્રણેયએ ગેંગરેપ દરમિયાન યુવતીનો અશ્લીલ વિડીયો બનાવવાની માહિતી આપી હતી. તેઓએ કહ્યું, “અમે તારો ધર્મ ભ્રષ્ટ ક્રી દીધો છે. હવે તુ તારા 30 હજાર રૂપિયા ભૂલી જા અને અમને ગમે ત્યાંથી 5 લાખ રૂપિયા લાવી આપ.” જો પૈસા નહીં ચૂકવે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
જ્યારે પીડિતા આટલા પૈસા એકઠા કરી શકી ન હતી ત્યારે ત્રણેય આરોપીઓએ તેનો વાંધાજનક વિડીયો તેના મંગેતરને મોકલ્યો હતો. ત્રણેય પર પીડિતા પર અન્ય મુસ્લિમ યુવકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ પણ છે. આરોપી શોએબ બી ફાર્માનો વિદ્યાર્થી છે, જ્યારે નદીમ સલૂન ચલાવે છે. તેમની મિત્ર શિફત અંસારી ધોરણ 12 પાસ છે.
ડેપ્યુટી એસપી આશિષ પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર આરોપીઓ કાશ્મીર ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં નદીમનું સલૂન છે. ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ SC/ST એક્ટ, ગેંગ રેપ, ધાકધમકી અને ખંડણી જેવી કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ યુવતીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે.