ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ની સમિટ ચાલી રહી છે. 7 સપ્ટેમ્બર 2023થી 20મી આસિયાન-ભારત સમિટને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નો મંત્ર આપ્યો. ASEAN ને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના કેન્દ્રિય સ્તંભ તરીકે વર્ણવ્યું.
પીએમ મોદીએ કહ્યું, “ગયા વર્ષે અમે ભારત-આસિયાન મિત્રતા દિવસની ઉજવણી કરી હતી અને તેને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરી હતી. અમારી ભાગીદારી (ભારત-ઇન્ડોનેશિયા) તેના ચોથા દાયકામાં પહોંચી છે. આ સમિટની સહ અધ્યક્ષતા કરવી મારા માટે ગર્વ અને સન્માનની વાત છે. હું ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને આ સમિટનું આયોજન કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું.”
#WATCH | At the ASEAN-India Summit in Jakarta, Indonesia, Prime Minister Narendra Modi says "Our partnership has reached the fourth decade. It is an honour for me to co-chair this Summit. I want to congratulate Indonesian President Joko Widodo for organising this Summit…" pic.twitter.com/MQfVQayV3G
— ANI (@ANI) September 7, 2023
21મી સદીને એશિયાની ગણાવતા પીએમ મોદીએ કહ્યું છે કે “વૈશ્વિક વિકાસમાં આસિયાનની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આસિયાનમાં તમામ દેશોનો અવાજ સંભળાય છે અને આપણે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મને ખાતરી છે કે આજે અમારી વાતચીત ભારત અને આસિયાન ક્ષેત્રના ભવિષ્યને વધુ મજબૂત કરવા માટે નવા સંકલ્પો તરફ દોરી જશે.”
આસિયાનને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના કેન્દ્રિય સ્તંભ તરીકે ગણાવતા તેમણે કહ્યું કે “ભારતની ઈન્ડો-પેસિફિક પહેલમાં આસિયાન ક્ષેત્ર પણ આગવું સ્થાન ધરાવે છે. વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ દરેક ક્ષેત્રમાં આપણા પરસ્પર સહયોગમાં સતત પ્રગતિ થઈ રહી છે.” વસુધૈવ કુટુમ્બકમનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ની ભાવના એ ભારતના G20 પ્રમુખપદની થીમ છે.
Sambutan yang tak terlupakan dari komunitas India di Jakarta. Berikut beberapa gambarannya… pic.twitter.com/29PdZzOrjA
— Narendra Modi (@narendramodi) September 7, 2023
આ પહેલા જકાર્તામાં ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નોંધપાત્ર રીતે, આસિયાનની સ્થાપના 1976માં થઈ હતી. હાલમાં તેમાં 10 દેશો સામેલ છે. તેનો ઉદ્દેશ દક્ષિણ-પૂર્વ એશિયામાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સહયોગ સ્થાપિત કરવાનો છે. આસિયાન-ભારત સમિટ બાદ પીએમ મોદી 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. ત્યારપછી તેઓ G20 સમિટ માટે દિલ્હી પરત ફરશે. ભારત 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટનું આયોજન કરી રહ્યું છે.