Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમસુરત: કોસાડનો ઈરફાન લાખો રૂપિયા સાથે હિંદુ યુવતીને ઉઠાવી ગયો હોવાની ફરિયાદ,...

    સુરત: કોસાડનો ઈરફાન લાખો રૂપિયા સાથે હિંદુ યુવતીને ઉઠાવી ગયો હોવાની ફરિયાદ, પરિવારજનો પોલીસ પાસે પહોંચ્યા

    ગત 26 તારીખે કોસાડ ખાતે રહેતા પરિવારની દીકરી સુરત જવાનું કહીને ઘરેથી નીકળી હતી. લાંબા સમય બાદ પણ યુવતી પરત ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. ત્યાર બાદ યુવતીના પરિજનોએ તેની શોધખોળ આદરી હતી, આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે તેમના જ મહોલ્લામાં રહેતો ઈરફાન સિંધી પણ ગાયબ છે.

    - Advertisement -

    સુરતના કોસાડનો એક ઈરફાન નામનો શખ્સ લાખો રૂપિયા સાથે હિંદુ યુવતીને ઉઠાવી ગયો હોવાની રજૂઆત યુવતીના પરિવાર દ્વારા પોલીસ કમિશનરને કરવામાં આવી છે. આરોપ છે કે છેલ્લા 6 દિવસથી તેમની પુત્રી ગાયબ છે. આ મામલે પરિવારે અમરોલી પોલીસ સ્ટેશનમાં યુવતીના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. યુવતીના ગાયબ થવાને અઠવાડિયું થવા આવતાં હવે પરિવારે રૂબરૂમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ સિવાય પીડિત પરિવારે હિંદુ સંગઠનો પાસે પણ મદદ માંગી છે.

    મળતી માહિતી અનુસાર ગત 26 તારીખે કોસાડ ખાતે રહેતા પરિવારની દીકરી સુરત જવાનું કહીને ઘરેથી નીકળી હતી. લાંબા સમય બાદ પણ યુવતી પરત ન આવતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો. ત્યારબાદ યુવતીના પરિજનોએ તેની શોધખોળ આદરી હતી, આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે તેમના જ મહોલ્લામાં રહેતો ઈરફાન સિંધી પણ ગાયબ છે. શરૂઆતમાં પરિવારે તે દિશામાં ધ્યાન નહોતું આપ્યું, આ દરમિયાન પરિવારે ધ્યાને આવ્યું હતું કે તેમના બેંકના ખાતામાં પડેલા લાખો રૂપિયા પણ ઉપાડી લેવામાં આવ્યા છે. લાંબા સમય સુધી ઈરફાન અને યુવતીની કોઈ ભાળ ન મળતાં પરિવારને ખાતરી થઇ ગઈ હતી કે કોસાડનો ઈરફાન જ લાખો રૂપિયા સાથે હિંદુ યુવતીને ઉઠાવી ગયો છે.

    ત્યારબાદ પરિવારજનો પોતાના આસપાસ રહેતા અન્ય લોકો સાથે ઈરફાનના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે ઈરફાન ગાયબ છે અને ઘરમાં માત્ર તેના અબ્બુ અને ભાઈ જ હાજર છે. યુવતીના પરિવારે ત્યારબાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં યુવતીના મિસિંગ થવાની ફરિયાદ નોંધાવી હતી. લગભગ 6 દિવસે પણ યુવતીની કોઈ ભાળ ન મળતા પરિવારે સ્થાનિક હિંદુ સંગઠનોની મદદ માંગી હતી. જે બાદ હિંદુ સંગઠનો અને પરિવારે પોલીસ કમિશનરની કચેરીએ રૂબરૂ જઈ આ મામલાને ગંભીરતાથી લઇ મદદ માંગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે પરિવાર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવાનો છે.

    - Advertisement -

    આ દરમિયાન ઘટનામાં ફરીયાદી પિતાએ જણાવ્યું હતું કે, “મારી દીકરીએ મારી પત્નીના બેંક એકાઉન્ટમાંથી 15 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. અત્યારે મારી પત્નીના ખાતામાં માત્ર 1400 રૂપિયા જ બચ્યા છે. દીકરીએ તેના પોતાના એકાઉન્ટમાંથી પણ 42 હજાર રૂપિયાનું ટ્રાન્જેકશન કર્યું છે.” પીડિત પિતાનું કહેવું છે કે તેમણે તેમની જમીન વેચ્યા બાદ આવેલા રૂપિયા પણ તેમની પત્નીના ખાતામાં મૂક્યા હતા. આ રૂપિયા તેમણે તેમની દીકરીનાં લગ્ન માટે રાખ્યા હતા. યુવતીના માતા-પિતા અશિક્ષિત છે જેથી તેમની દીકરી જ બેંક ખાતા સહિત તમામ હિસાબ રાખતી હતી. ગાયબ થયેલી યુવતી 12મા ધોરણ સુધી ભણેલી છે. પીડિત પરિવારે તેમની દીકરી પર ભરોસો રાખી તમામ હિસાબ-કિતાબ તેને સોંપી દીધા હતા. ઉપરાંત તેમની દીકરીને ઉઠાવી જનારો ઈરફાન તેના અબ્બુ સાથે બોરિંગ પંપનું કામ કરતો હોવાનું પણ યુવતીના પિતાએ જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં