ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે શુક્રવારે (18 ઓગસ્ટ,2023)ના રોજ ટ્વિટ કરીને અમેરિકી રિપબ્લિકન પાર્ટી (GOP)ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીની પ્રશંસા કરી હતી. ઈલોન મસ્કે ભારતીય અમેરિકન રાજનેતા રામાસ્વામીનું હ્રદયથી ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તેમણે તેમના પહેલા ટ્વિટમાં કહ્યું કે, 2024ના રાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે રામાસ્વામી ખૂબ જ હોનહાર ઉમેદવાર છે. તેમના બીજા ટ્વિટમાં તેમણે કહ્યું કે, “તેઓ સ્પષ્ટપણે પોતાના મત વ્યક્ત કરે છે.” એક જ દિવસમાં રામાસ્વામીના સમર્થનમાં મસ્કનું આ બીજું ટ્વિટ હતું. અમેરિકી રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ રામાસ્વામીનો સામનો તેમના પ્રતિસ્પર્ધી ફ્લોરિડાના ગવર્નર રૉન ડેસેન્ટિસ સામે છે.
હવે પહેલી રિપબ્લિકન પ્રાઈમરી ડિબેટમાં એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે. એવામાં તેમણે જાહેર સભાઓ અને ઈન્ટરવ્યુ સાથે પોતાનું અભિયાન તેજ કરી દીધું છે. રામાસ્વામીએ રાજકીય, સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓને આગળ વધારવાના કોર્પોરેટ પ્રયાસોનો વિરોધ કરીને અમેરિકાના દક્ષિણપંથી વર્તુળોમાં પોતાનું નામ બનાવ્યું છે. તેમણે આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ફોકસ ન્યૂઝના એક શોમાં 2024ના રાષ્ટ્રપતિ પદ માટે તેમની દાવેદારીની ઘોષણા કરી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે તે નવા અમેરિકાના સપનાને સાકાર કરવા માટે સાંસ્કૃતિક આંદોલન શરૂ કરવાના પક્ષમાં છે. રામાસ્વામીએ ઉચ્ચ શિક્ષણને મજબૂત કરવા અને ચીન પર અમેરિકાની આર્થિક નિર્ભરતા ઓછી કરવાની વાત પણ કરી હતી.
માત્ર 38 વર્ષના મલ્ટી મિલેનિયર બાયોટેક બિઝનેસમેન પોતાના ઉત્તેજક નિવેદનોથી રિપબ્લિકન પાર્ટીમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. ફોર્બ્સે એપ્રિલ 2023માં તેમની નેટવર્થ $630 મિલિયન હોવાનો અંદાજો લગાવ્યો હતો. તેમણે આ સંપતિ આવક બાયોટેક અને નાણાકીય વ્યવસ્થામાંથી મેળવી છે. એમ જ ઈલોન મસ્ક તેમના ચાહક નથી. ‘વોક ઈંક’ પુસ્તકના આ લેખકની વિશેષતાઓની લિસ્ટ યાદી છે. બિઝનેસમાંથી રાજકારણમાં કદમ રાખનાર વિવેક ગણપતિ રામાસ્વામીના ભારત સાથે પણ સંબંધો છે.
NRI માતા-પિતા દ્વારા મળી જીવન મૂલ્યોની શિક્ષા
વિવેક ગણપતિ રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટી, ઓહિયોમાં ભારતીય NRI માતા-પિતાના ઘરે 9 ઓગસ્ટ 1985ના રોજ થયો હતો. તે ત્યાં જ ભણ્યા છે અને મોટા થયા છે. તેમના પિતા વીજી રામાસ્વામી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાલિકટથી સ્નાતક છે. તે જનરલ ઇલેક્ટ્રિક માટે એન્જિનિયર અને પેટન્ટ એટર્ની તરીકે કામ કરતા હતા. તેમના માતા ગીતા રામાસ્વામી, મૈસૂર મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટથી સ્નાતક થયા હતાં. તે વૃદ્ધોના મનોચિકિત્સક હતાં. મૂળરૂપથી તેમનો પરિવાર કેરળનો હતો. તેમના માતા-પિતા કેરળના પલક્કડ જિલ્લામાંથી આવીને અમેરિકામાં સ્થાયી થયાં હતાં. કેરળના વડક્કનચેરી શહેરમાં તેમનું પૈતૃક ઘર હતું.
બાળપણથી રામાસ્વામી ઘણીવાર પોતાના પરિવાર સાથે ડેટન, ઓહિયોના સ્થાનિક હિંદુ મંદિરોમાં જતા હતા. તેમના પિયાનો ટીચર પારંપરિક ઈસાઈ હતા. તે શિક્ષકે જ તેમને પ્રાઈમરીથી લઈને હાઇસ્કૂલ સુધી ભણાવ્યું હતું. તેનાથી રામાસ્વામીના સામાજિક વિચારો પર ખૂબ અસર પડી હતી. તેની ઉનાળાની રજાઓ મોટા ભાગે તેમના માતા-પિતા સાથે ભારતની મુસાફરીમાં પસાર થતી હતી અને તે પોતાની ભારતીય ઓળખને ગર્વથી સ્વીકારે પણ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, રામાસ્વામીએ જૂનમાં આયોવામાં કહ્યું હતું કે તે ભારતીય NRIના સંતાન છે અને તેમને ‘વિશેષાધિકાર’ પ્રાપ્ત છે. પોતાની આ વાતને આગળ વધારતા તેમણે એ પણ કહ્યું હતું કે તેમના માતા-પિતા એવા હતા કે જેમનું ધ્યાન શિક્ષણ, સિદ્ધિ અને જીવનના વાસ્તવિક મૂલ્યો પર હતું. આવા ઉછેરના કારણે જ તેમને હાર્વર્ડ અને યેલ જેવી યુનિવર્સિટીમાં જઈને વૈજ્ઞાનિક બનવાનો પાયો મળ્યો હતો. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બાયોલોજીમમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને બાદમાં ફેજ ફંડની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. તેમણે યેલ લૉ સ્કૂલમાંથી ડૉક્ટર ઓફ લૉની ડિગ્રી પણ મેળવી હતી.
બાયોટેક કંપનીની સ્થાપના
વિવેક રામાસ્વામીએ વર્ષ 2014માં બાયોટેક કંપની રોઈવંત સાયન્સની સ્થાપના કરી હતી. તેમણે બાયોટેકમાં રોકાણ કર્યું અને હાઈરિસ્ક પ્રિસ્ક્રિપ્શન દવાઓ વિકસાવવાના વિચારથી પ્રભાવિત થયા. તેમણે પોતાનું ધ્યાન ફાર્માસ્યુટિક દિગ્ગજોની પેટન્ટ શોધવામાં અને વ્યાપારી કારણોસર ત્યજી દેવાયેલી દવાઓની શોધમાં સમર્પિત કર્યું હતું.
ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, તેમણે ડેવનપોર્ટ આયોવામાં એક મેન્યુફેક્ચરિંગની ફર્મની સભામાં કહ્યું હતું કે “મેં ઘણી દવાઓ વિકસાવી છે. તેમાંથી એક પર મને સૌથી વધારે ગર્વ છે, જે બાળકો માટે એક થેરેપી છે. દર વર્ષે 40 બાળકો આ આનુવંશિક બીમારી સાથે જન્મે છે અને સારવાર વિના 3 વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં જ મૃત્યુ પામે છે.” તેમણે 2021માં રોઈવંતના સીઈઓનું પદ છોડી દીધું હતું. જોકે, વર્ષ 2023 સુધી તેઓ તેના અધ્યક્ષ રહ્યા હતા. તે 2022માં સ્ટ્રાઈવ એસેટ મેનેજમેન્ટના સહ-સ્થાપક હતા. તે એક રોકાણ માટેની ફર્મ છે જે રાજકીય, સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓને આગળ વધારવાના કોર્પોરેટ પ્રયાસોનો વિરોધ કરે છે.
રાજકીય દ્રષ્ટિકોણ
રિપબ્લિકન નેતા રામાસ્વામીએ એ સંકેત આપ્યો છે કે તે તેમના ચૂંટણી અભિયાનમાં નક્સલવાદ અને કટ્ટરતાની વિરુદ્ધ જોર આપશે. તેમણે કહ્યું હતું કે, “અમેરિકા એક વ્યવસ્થિત નક્સલવાદી દેશ છે. જો તમે અશ્વેત છો તો તમે સ્વાભાવિક રીતે વંચિત છો. જો તમે શ્વેત હો તો સ્વાભાવિક રીતે વિશેષાધિકૃત છો.” તેમણે ઉમેર્યું કે અમેરિકા પીડિતોથી ભરેલો દેશ છે. તેમણે પોતાના વિપક્ષી દળ ડેમોક્રેટિક પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ માને છે કે સરકારે કારોબારીનું નિયંત્રણ કરવા અને અર્થવ્યવસ્થાના પ્રબંધ માટે નાની ભૂમિકા નિભાવવી જોઈએ. તે સામાન્ય રીતે આર્થિક ઉદારીકરણનું સમર્થન કરે છે અને ગરીબોની મદદ માટે આવકને ફરી વહેચવાના કલ્યાણકારી કાર્યક્રમોનો વિરોધ કરે છે.
રિપબ્લિકન પાર્ટીના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામાસ્વામીએ કહ્યું, “આપણે રાષ્ટ્રીય ઓળખના સંકટ વચ્ચે છીએ. વિશ્વાસ, દેશભક્તિ અને મહેનત ગાયબ થઈ ગઈ છે, માત્ર ધર્મનિરપેક્ષવાદ જેમ કે કોવિડવાદ, જળવાયુવાદ, અને લૈંગિક વિચારધારા વગેરે પ્રભાવ બતાવી રહ્યા છે.”
ઈલોન મસ્કએ એક જ દિવસમાં બે વાર કરી વિવેક રામાસ્વામીની પ્રશંસા
રાજકીય વિવેચક ટકર કાર્લસને X (ટ્વિટર) પર રામાસ્વામીનો સંપૂર્ણ ઈન્ટરવ્યૂ શેર કર્યો અને કહ્યું, “વિવેક રામાસ્વામી અત્યાર સુધીના સૌથી યુવા રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. તેઓ સાંભળવાલાયક વ્યક્તિ છે.”
He is a very promising candidate https://t.co/bEQU8L21nd
— Elon Musk (@elonmusk) August 17, 2023
આ જ પોસ્ટ પર, X (ટ્વિટર)ના માલિક ઈલોન મસ્કએ વિવેક રામાસ્વામીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, “તેઓ ખૂબ જ હોનહાર ઉમેદવાર છે.” થોડા સમયમાં જ મસ્કની પોસ્ટને 16 મિલિયનથી વધુ ઇમ્પ્રેશન મળી ચૂક્યાં હતાં. ઈલોને એક જ દિવસમાં બીજી ટ્વિટમાં અપ્રત્યક્ષ રૂપે રામાસ્વામીના વિચારોનું સમર્થન કર્યું હતું.
રામાસ્વામીએ ચીનને અમેરિકાની સામેનો ‘સૌથી મોટો ખતરો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો તે સત્તા પર આવશે તો બેઈજિંગ સાથે “સંપૂર્ણપણે સંબંધો સમાપ્ત” કરશે. રિપબ્લિકન નેતાએ એ પણ કહ્યું હતું કે તેમનો ધ્યેય પેસિફિક ક્ષેત્રમાં સંપૂર્ણ રીતે વેપાર પુનઃ પ્રારંભ કરવાનો છે અને ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે વ્યાપારી સંબંધોને મજબૂત કરવાનો છે.
He states his beliefs clearly. https://t.co/SjpuXLCFpo
— Elon Musk (@elonmusk) August 18, 2023
આ પહેલાં ફોકસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં રામાસ્વામીએ કહ્યું હતું કે, “શી જિનપિંગ સરમુખત્યાર છે અને ચીન સંયુક્ત રાજ્ય અમેરિકા માટે સૌથી મોટો ખતરો છે. મને લાગે છે કે હું ચીનથી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા માટે સાફ રસ્તો અપનાવવાવાળો સ્પષ્ટ ઉમેદવાર છું. આ અમારી નીતિનું પ્રથમ પગલું હશે.”
નોંધનીય છે કે ઈલોન મસ્ક જૂનમાં ચીન ગયા હતા અને પોતાના બિઝનેસના વિસ્તરણની વાત કરી હતી. ત્યારબાદ વિવેક રામાસ્વામીએ ઈલોન મસ્કની આલોચના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે ચીન ટીમ કૂક જેવા લોકોનો કઠપૂતળી તરીકે ઉપયોગ કરી રહ્યું છે