Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમભરૂચના સિરાજ સામે વધુ એક હિંદુ યુવતીની ફરિયાદ, ‘ફ્રી ફાયર’ પર હિંદુની...

    ભરૂચના સિરાજ સામે વધુ એક હિંદુ યુવતીની ફરિયાદ, ‘ફ્રી ફાયર’ પર હિંદુની ઓળખ આપીને ફસાવી હતી, દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આરોપ; એક અઠવાડિયામાં ત્રીજી FIR

    પીડિતાએ જણાવ્યું કે દુષ્કર્મ વખતે તેની ઉમર સગીર વયની હતી. પીડિત યુવતીની ફરિયાદ બાદ પોલીસે સિરાજ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    ભરૂચના લવ જેહાદના આરોપી સિરાજ પટેલ વિરુદ્ધ વધુ એક હિંદુ યુવતીએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. કરજણ ખાતે રહેતી હિંદુ યુવતીનો આરોપ છે કે સિરાજે ‘ફ્રી ફાયર’ ગેમમાં હિંદુ ઓળખ આપીને તેને ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે પીડિતા સગીર વયની હોવાનું કહેવાય છે. પીડિત યુવતીની ફરિયાદ બાદ પોલીસે સિરાજ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. તેને ટ્રાન્સફર વોરંટના આધારે કરજણ લાવવામાં આવશે.

    મળતી માહિતી અનુસાર, ભરૂચના લવ જેહાદના આરોપી સિરાજ વિરુદ્ધ હિંદુ યુવતીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે આરોપીએ ‘ફ્રી ફાયર’ ગેમ રમતી વખતે પોતે હિંદુ હોવાની ઓળખ આપીને તેને ફસાવી હતી. યુવતીનું કહેવું છે કે તે સમયે તે સગીર વયની હોવાના કારણે સિરાજની વાત પર ભરોસો કરીને તેની સાથે મિત્રતા કરી હતી. આ દરમિયાન સિરાજે કરજણની અલગ-અલગ જગ્યાઓ પર લઇ જઈ તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. જોકે બાદમાં યુવતીને સિરાજના મુસ્લિમ હોવાની અને 3 બાળકોનો પિતા હોવાની જાણ થતાં જ તે હેબતાઈ ગઈ હતી.

    સિરાજની પોલ ખુલતાંની સાથે જ પીડિતા કરજણ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા પહોંચી હતી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે DySP આકાશ પટેલે જણાવ્યું હતું કે, હિંદુ નામ ધારણ કરીને યુવતીઓને ફસાવનાર ભરૂચ જિલ્લાના પગુથણ ગામના સિરાજ વિરુદ્ધ લવ જેહાદનો ગુનો નોંધાતા ભરૂચ પોલીસે તેની ધરપકડ કરી છે અને હાલ તે ભરૂચ પોલીસની કસ્ટડીમાં છે. ભરૂચની તપાસ પૂરી થયા બાદ આરોપી સિરાજ પટેલને ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કરજણ પોલીસ મથકમાં લાવવામાં આવશે.”

    - Advertisement -

    આ પહેલાં પણ સિરાજ પર લવ જેહાદના બે આરોપો

    ઉલ્લેખનીય છે કે સિરાજનો ભોગ બનેલી હિંદુ યુવતીઓ એક બાદ એક સામે આવી રહી છે. તાજેતરના કિસ્સા ઉપરાંત પણ સિરાજ અન્ય 2 હિંદુ યુવતીઓને હિંદુની ઓળખ આપીને ફસાવી ચૂક્યો છે. જે બદલ તેના પર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

    પ્રથમ મામલો ભરૂચ તાલુકાના પગુથણ ગામનો છે. અહીં સિરાજ રૂસ્તમ પટેલે સોશિયલ મીડિયા પર ‘મેહુલ પટેલ’ નામથી આઈડી બનાવ્યું હતું. જેના થકી એક હિંદુ યુવતી સાથે મિત્રતા કરી હતી. એટલું જ નહીં, તેણે હિંદુ નામથી એક બોગસ આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું. સિરાજે મિત્રતાનો પ્રયાસ કરતાં શરૂઆતમાં યુવતીએ ધ્યાન આપ્યું ન હતું પરંતુ સિરાજે પોતે તેના સમાજનો જ હોવાનો વિશ્વાસ અપાવીને મિત્રતા કેળવી લીધી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપીને અનેક વખત શારીરિક શોષણ કરવાની ફરિયાદ પોલીસ મથકે દાખલ કરાવવામાં આવી છે. સિરાજે ભરૂચની અલગ-અલગ હોટેલમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    જ્યારે બીજા મામલામાં અન્ય એક હિંદુ યુવતીએ આરોપી સામે નામ બદલીને હિંદુ ઓળખ ધારણ કરીને ફસાવવાનો અને રૂપિયા પડાવી લેવાનો આરોપ લગાવ્યો હતો. જે મામલે ભરૂચ પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, સિરાજે તેની સાથે ઇન્સ્ટાગ્રામ પર ‘ગૌતમ વસાવા’ બનીને મિત્રતા કરી હતી અને પોતે મુસ્લિમ હોવાનું અને 3 સંતાનોનો બાપ હોવાનું છુપાવીને હિંદુની ઓળખ આપીને તેને ફસાવી હતી. ફરિયાદ અનુસાર, મે મહિનામાં ભરૂચની એક હોટેલમાં તેને લઈને જઈને સિરાજે દુષ્કર્મ આચર્યું હતું અને ફોટા પણ પાડી લીધા હતા.

    યુવતીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો કે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી સિરાજે 67 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જેથી તેણે બદનામીના ડરે પોતાનાં સોનાનાં ઘરેણાં વેચી દેવાં પડ્યાં હતાં. ફરિયાદમાં એમ પણ જણાવાવમાં આવ્યું કે, તાજેતરમાં એક દિવસે આરોપીએ તેને મળવા માટે બોલાવી હતી ત્યારે તે મુસ્લિમ પહેરવેશમાં આવ્યો હતો. ત્યારે તેણે પોતે મુસ્લિમ હોવાનો અને પરણિત તેમજે 3 સંતાનોનો પિતા હોવાનું કહીને યુવતી પર નિકાહ માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે, ઇસ્લામમાં ચાર નિકાહની પરવાનગી છે જેથી તે તેની બીજી પત્ની બની જાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં