Friday, November 1, 2024
More
    હોમપેજગુજરાતજૂનાગઢ હિંસામાં પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપીઓની જાહેરમાં સરભરા કરનાર 32 પોલીસકર્મીઓએ...

    જૂનાગઢ હિંસામાં પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપીઓની જાહેરમાં સરભરા કરનાર 32 પોલીસકર્મીઓએ નહીં મળે સરકારી વકીલ: હાઇકોર્ટનો આદેશ

    આ સાથે જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ પોલીસકર્મીઓને પોતાના ખર્ચે વકીલ રોકવા માટેનો આદેશ કરાયો છે. તમામ પોલીસકર્મીઓને 6 સપ્ટેમ્બર સુધીમાં ખાનગી વકીલ રોકવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કહેવાયું છે.

    - Advertisement -

    ગત 16 જૂનના રોજ જૂનાગઢની ગેરકાયદેસર ગેબનશા દરગાહના મામલે ઉશ્કેરાયેલા મુસ્લિમ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે વિડીયો પુરાવાઓના આધારે અમુક તોફાનીઓને પકડીને તેમની જાહેરમાં સરભરા કરી હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટે 32 પોલીસકર્મીઓઓને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. પરંતુ હવે જૂનાગઢ પોલીસકર્મીઓને આ મામલે સરકારી વકીલ પણ નહીં મળે એવો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

    જૂનાગઢમાં ગેબનશા દરગાહના કેસને લઈને 32 પોલીસકર્મીઓ મુસીબતમાં મુકાયા છે. ગુજરાત હાઇકોર્ટે આ તમામ પોલીસકર્મીઓને સરકારી વકીલ ના આપવા માટે આદેશ કર્યો છે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ પોલીસકર્મીઓને પોતાના ખર્ચે વકીલ રોકવા માટેનો આદેશ કરાયો છે. તમામ પોલીસકર્મીઓને 6 સપ્ટેમ્બર સુધીમાં ખાનગી વકીલ રોકવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કહેવાયું છે.

    મુસ્લિમ સંગઠનોએ પોલીસ વિરુદ્ધ કરી હતી પિટિશન

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા મુસ્લિમ સમાજ સંગઠનો લોક અધિકાર સંઘ અને લઘુમતી સંકલન સમિતિએ જાહેર હિતની અરજી સાથે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં તેમના દ્વારા કહવાયું હતું કે જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો તેમ જ કસ્ટડીમાં પણ તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટે આ મામલે 3 પીઆઈ સહિત 32 પોલીસકર્મીઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી હતી.

    - Advertisement -

    અતિક્રમણ કરીને બનાવાયેલ દરગાહને નોટિસ મળતા મુસ્લિમ ટોળાએ શહેર બાનમાં લીધું હતું

    ગત જૂન મહિને જૂનાગઢના રસ્તાઓ પર નડતરરૂપ આઠ જેટલા ઈસ્લામિક અતિક્રમણો દૂર કરવા કોર્પોરેશન દ્વારા નોટિસ અપાતાં મામલો ઉગ્ર બન્યો હતો. મજેવાડી દરવાજા નજીક આવેલી ગેબનશા દરગાહને પણ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ મુદ્દાને લઈને દરગાહ પર મુસ્લિમોનાં ટોળાં એકઠા થયા હતા. જેમાં બેકાબૂ થયેલા કટ્ટરવાદી ટોળાં દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને ચાર વાહનોને આંગ ચાંપી દેવામાં આવી હતી.

    જૂનાગઢ પોલીસ દ્વારા ટોળાને સમજાવવા જતાં ટોળાં દ્વારા પોલીસ પર જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ડીવાયએસપી, ત્રણ મહિલા પીએસઆઈ સહિત પાંચ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા પાંચ ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા હતા. આ ભયંકર હિંસામાં એક નાગરિકનું મૃત્યુ પણ થયું હતું.

    સમગ્ર મામલાની જાણ એસપી, આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બાદ જૂનાગઢવાસીઓમાં ભયનો માહોલ પેદા થયો હતો. પથ્થરમારાના બનાવમાં પકડાયેલા 6 આરોપી અને 4 સગીરને પોલીસ દ્વારા જાહેરમાં માર મારી અને કસ્ટડીમાં લવાયા હતા.

    ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારતા હિંસક ટોળામાં ભય ઊભો થયો હતો અને જૂનાગઢ પંથકમાં તે બાદ જ શાંતિ જળવાઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં