મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલની સવારી પર થૂંકીને કોગળા કરનાર આરોપીઓના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. ‘મામાના બુલડોઝરે’ આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું. બુલડોઝર ચાલુ કરતા પહેલા ઢોલ વગાડીને ઢંઢેરો પીટયો હતો. આ કાર્યવાહી બુધવારે (19 જુલાઈ, 2023)ના રોજ થઈ હતી. આ દરમિયાન મહાનગર પાલિકાની ટીમ સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા. આ ઘટનાના વિરોધમાં ઘણા લોકોએ પોલીસ સ્ટેશનની બહાર લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન પણ ચાલુ રાખ્યું હતું.
Madhya Pradesh Govt is demolishing illegal houses of Sufiyan, Salman, Adnan etc who were yesterday caught spitting on "Mahakal Ki Sawari" Devotees.pic.twitter.com/UBB41Wdde8
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 19, 2023
મળતી માહિતી અનુસાર, પોલીસે આ કેસમાં 1 સગીર સહિત 3 યુવકોની ધરપકડ કરી છે. શહેરના ટાંકી ચોક પાસે અદનાનના ઘરેથી જ થૂંકવામાં આવ્યું હતું. આ ઘટનામાં તેનો સગો ભાઈ અને એક સગીર યુવક પણ સંડોવાયેલ હતા. હવે તેના ઘરને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે મહાકાલની સવારી પર કોગળા કરી થુંકનાર આરોપીઓએ સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવા માટે આ કૃત્ય કર્યું હતું. આરોપીના ગેરકાયદેસર ઘર પર બુલડોઝર ચલાવતી સમયે તંત્રએ ઢોલની સાથે ડીજેનો પણ ઉપયોગ કરી ઢંઢેરો પીટ્યો હતો. કાર્યવાહી પૂર્ણ થયા બાદ ત્યાંની દુકાનો ખુલ્લી મુકાઈ હતી.
કાર્યવાહી કરતા પહેલા પોલીસે આરોપી અદનાન મન્સૂરીનું ઘર ખાલી કરાવ્યું હતું. આરોપીના ઘરના ગેરકાયદેસર ભાગો બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીએ ભક્તો પર માત્ર થૂંક જ નહોતું નાખ્યું પરંતુ કોગળા પણ કર્યા હતાં. આ કેસના પુખ્તવયના આરોપીને મંગળવારે જ ભૈરવગઢની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જે સગીર આરોપી છે તેને ‘ચાઈલ્ડ ઓબ્ઝર્વેશન હોમ’માં મોકલવામાં આવ્યો છે.
આ અંગે ખારાકુઆન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને સંવાદિતાને ઠેસ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે વીડિયો ફૂટેજ અને અન્ય પુરાવાની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ પોલીસ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે છત પર ઉભેલા છોકરાઓએ બોટલમાંથી પાણી તેમના મોંમા ભરી કોગળા કર્યા અને થૂંક્યું તે પણ જોઈ શકાય છે. ત્યારબાદ ભાજપના નેતાઓ અને ‘બજરંગ દળ’ના કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વાંધો નોંધાવ્યો હતો.