મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા પરિવારના ઘરેથી 12 જુલાઈના તેમની બંને દીકરીઓ ગુમ થઈ હતી. જેથી મોરબીમાં શ્રમિક પરિવારે રાજકોટના શખ્સ દ્વારા તેમની 2 બાળાઓનું અપહરણ થયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ કરાતા આરોપી રજાક ઝડપાયો હતો. પોલીસ દ્વારા પૂછપરછ કરાતાં બંને સગીર પીડિતાઓ ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રજાક વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ સહિતનો ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગ્રામ્ય વિસ્તારમાં સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા પરિવારની 13 વર્ષ અને 8 વર્ષની 2 બાળાઓનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તે બંને દીકરીઓની શ્રમિક પરિવારે શોધખોળ કરતા રાજકોટના કોઠારીયા રોડ પર રણુજાનગરમાં આવેલ વંશરાજ નગરમાં રહેતો રજાક ઈશાભાઈ ગગાભાઈ મુસાણી દ્વારા બળાત્કાર કરવાના ઈરાદે અપહરણ કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું.
તેથી શ્રમિક પરિવારે પોતાની 2 દીકરીઓનું દુષ્કર્મ હેતુ થયેલ અપહરણની ફરિયાદ દાખલ કરતા રાજકોટ તાલુકા પોલીસે તેની ધરપકડ કરી હતી. બંને પીડિત દીકરીઓની પોલીસે પૂછપરછ કરતા જાતીય શોષણ થયા હોવાનું બહાર આવતા પોલીસે આરોપી રજાક વિરુદ્ધ પોક્સો સહિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના બિલાલે હિંદુ સગીરાને ધમકાવીને કર્યા હતા બળાત્કાર
એપ્રિલ માસમાં મોરબીના મુસ્લિમ યુવક બિલાલ આદમ માણેક દ્વારા હિંદુ સગીરાને ફોસલાવીને ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે FIR દાખલ કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પીડિતા સગીરાની માટે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી બિલાલની ધરપકડ પણ થઈ હતી.
ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી જયારે શાળાએ જતી ત્યારે આરોપી બિલાલ તેનો પીછો કરતો અને આંટાફેરા કરતો રહેતો હતો. એક દિવસ બિલાલે તેને લલચાવી ફોસલાવીને વિસીપરા વિસ્તારમાં આવેલા તેના મકાને લઈ-જઈ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં આરોપી બિલાલે ચાર વર્ષમાં અનેક વખત સગીરા સાથે બળાત્કાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આરોપીએ પીડિતાની પિતરાઈ બહેનને પણ ઉપાડી લઈ જવાની ધમકી આપી હતી. આખરે ત્રાસી ગયેલી સગીરાએ તેના પરિવારને સમગ્ર બાબતની જાણ કરતાં તેના માતાએ પોલીસ મથકે પહોંચી આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ તેની ધરપકડ થઇ હતી.