ગત 7 જુલાઈએ (શુક્રવાર) મહારાષ્ટ્રના પનવેલ રેલ્વે સ્ટેશન પર નમાજ પઢવાનો વિડીયો સામે આવ્યો હતો. વિડીયો જોયા બાદ અનેક હિંદુઓએ તેના પર સવાલો ઉઠાવ્યા હતા, તો બીજી તરફ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વિડીયો જોઈને તે જ જગ્યા પર મહાઆરતી કરવાની વાત કરી હતી. જોકે તંત્ર દ્વારા તેની પરવાનગી આપવામાં આવી ન હતી.
પનવેલ રેલ્વે સ્ટેશન પર ઉભા રહીને 4-5 લોકો નમાજ પઢી રહ્યા હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે. આ વિડીયો કોઈ યાત્રીએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકતાંની સાથે જ વિડીયો વાયરલ થઇ ગયો હતો.
ઘટના ધ્યાને આવ્યા બાદ રેલ્વે આ મામલે તપાસ કરી રહ્યું છે. રેલ્વે અધિકારીઓએ પણ સ્વીકાર્યું હતું કે આ વિડીયો પનવેલ સ્ટેશનનો જ છે, જોકે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ મનસેના નેતાઓએ વાંધો ઉઠાવતાં કહ્યું કે, જો નમાજ પઢવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તો પછી આરતી કરવા દેવા સામે શું વાંધો છે.
નવી મુંબઈના પનવેલ સ્ટેશન પર નમાજ અદા કરવાની ઘટના બાદ સ્થાનિક મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના નેતા યોગેશ ચીલીએ જણાવ્યું હતું કે, “ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. તમામ ધર્મો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. જો મુસ્લિમોને પ્લેટફોર્મ પર નમાજ અદા કરવાની અનુમતિ હોય, તો હિંદુઓને પણ મહાઆરતી કરવાની પરવાનગી આપવી જોઈએ. હું પનવેલના તમામ હિંદુઓને અપીલ કરું છું કે તેઓ 7 જુલાઈ 2023ના રોજ 7 વાગ્યે પનવેલ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર મહાઆરતીમાં સામેલ થાય.”
જોકે રેલ્વે અધિકારીઓએ તેમને પરવાનગી આપવાની ના પડી દીધી હતી. આ પછી મનસેના અનેક સભ્યોએ રેલ્વે અધિકારીઓ સાથે મુલાકાત કરી મહાઆરતીની પરવાનગી માંગી. પરંતુ તેમના પ્રયત્નો છતાં રેલ્વે અધિકારીઓએ પરવાનગી ન આપી.
Jai hind sir
— RPF Mumbai Division (@RPFCRBB) July 7, 2023
On 05.07.2023, a group of 5 persons came to Panvel station in a local train at 08.36 PM. They had come to Panvel station to board Train No 22150 (Pune Ernakulam express), which came to the station at 03.17 AM the next day.1/3
રેલવે ફોર્સે યોગેશ ચીલેના ટ્વિટ પર જવાબ આપતાં કહ્યું હતું કે, 5 જુલાઈ, 2023ના રોજ પાંચ લોકોનું એક જૂથ રાત્રે 8 વાગ્યાને 36 મિનિટે લોકલ ટ્રેન દ્વારા પનવેલ આવ્યું હતું. તેઓ ટ્રેન નંબર 22150 (પુણે-એર્નાકુલમ એક્સપ્રેસ)માં જવાના હતા, જે બીજા દિવસે મળસ્કે 3:17 વાગ્યે રેલવે સ્ટેશન પરથી ઉપડવાની હતી, જેથી તેઓ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન રાત્રે 9:12 વાગ્યે ડિલક્સ પે પાસે નમાજ અદા કરવાનું શરૂ કર્યું હતું અને સ્ટેશન વિસ્તારમાં બાથરૂમનો ઉપયોગ કર્યો. ત્યારબાદ તેઓ સ્ટેશન પર રાહ જોતા અને ટ્રેન નંબર 22150માં શાંતિપૂર્ણ રીતે ચડતા જોવા મળ્યા હતા.’