થોડા સમય અગાઉ નવસારીના ખેરગામમાં પરિણીત અસીમ શેખ દ્વારા હિંદુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આરોપીએ બળાત્કાર કરીને પીડિતાના ફોટા અને વિડીયો બનાવીને ધર્માંતરણ કરવા બ્લેકમેલ પણ કરી હતી. બાદમાં લવ જેહાદનો કેસ થવાની બીકે પોતાના બુટલેગર મિત્ર સાથે પીડિતાના લગ્ન પણ કરવી નાંખ્યા હતા. તેવામાં ગુનો દાખલ થયા બાદ પોલીસે આરોપી અસીમ શેખને મુંબઈથી ઝડપી લઇ તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
મીડિયા અહેવાલો અનુસાર નવસારીના ખેરગામમાં પરણિત અને ત્રણ બાળકોના અબ્બા અસીમ શેખ દ્વારા ગામની જ હિંદુ યુવતીને જયારે તે તરુણ વયની હતી ત્યારે તેના પર અનેકવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ દરમિયાન તેણે પીડિતાના ફોટા અને વિડીયો બનાવીને ધર્માંતરણ કરવા બ્લેકમેલ કરી હતી. ત્યાર બાદ પોતે લવ જેહાદમાં ન ફસાઇ જાય તે માટે અસીમે હત્યાના આરોપી એવા પોતાના મિત્ર સાથે પીડિતાના પરાણે લગ્ન કરવી દીધા હતા. જે બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવતા આરોપી ભાગી છૂટ્યો હતો. તેવામાં નવસારી એલસીબી પોલીસે એક સપ્તાહની અંદર જ આરોપી અસીમ શેખની મુંબઇથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના 13 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી માથાભારે બુટલેગરની છાપ ધરાવતો હોવાના કારણે પોલીસે કાયદાનું ભાન કરાવવા અસીમ શેખનું ખેરગામમાં સરઘસ પણ કાઢ્યું હતું.
નવસારીમાં લવ જેહાદના આરોપીનું પોલીસે સરઘસ કાઢી કરાવ્યું કાયદાનું ભાન #LoveJihad #Gujarat #Navsari pic.twitter.com/kC778HDOsU
— Zee 24 Kalak (@Zee24Kalak) July 5, 2023
શું હતી આખી ઘટના?
નવસારીના ખેરગામની એક હિંદુ તરૂણી પર મુસ્લિમ યુવકે અવારનવાર દુષ્કર્મ ગુજારી ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો હતો. ઘટનામાં આરોપીની ઓળખ અસીમ નિઝામ શેખ તરીકે થઇ હતી. તેમજ તે પરણિત હોવાનું સામે આવ્યું હતું. આરોપી પીડિતા સગીર હતી ત્યારે ફસાવી હતી અને ચારેક વર્ષ સુધી હવસનો શિકાર બનાવતો રહ્યો હતો. બીજી તરફ આરોપી માથાભારે હોવાની છાપ ધરાવતો હોઈ પીડિતા તેના દુષ્કર્મ સહન કરતી રહી હતી.
અસીમ નિઝામ શેખ દ્વારા પીડિતાનો નંબર મેળવ્યા બાદ તે અવાર નવાર પીડિતાએ ફોન કરીને હેરાન કરતો હતો. જ્યારે પીડિતા શાળાએ જતી તે સમયે પણ આરોપી બાઈક પર આવીને સતામણી કરતો હતો. તેવામાં પીડિતા વધુ અભ્યાસ કરવા વડોદરા ગઈ હતી તો અસીમ ત્યાં પણ પહોંચી ગયો અને આરોપ છે કે પીડિતાને પોતાના મિત્રના ત્યાં લઇ જવાનું કહીને એક હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સબંધો બાંધ્યા હતા. અસીમ આટલે જ ન અટક્યો અને તેણે પીડિતાના આપત્તિજનક ફોટા પાડી વિડીયો બનાવી લીધા હતા. ફરિયાદ અનુસાર, આરોપી પીડિતાને કહેતો કે તારે ઇસ્લામ કબૂલ કરવો જ પડશે નહીં તો અંગતપળોના ફોટા-વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકીઓ આપી હતી.