Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચાલુ વરસાદે મહિલા અધિકારી પાસેથી છત્રી આંચકીને ચાલતી પકડી: પાકિસ્તાની પીએમનો વિડીયો...

    ચાલુ વરસાદે મહિલા અધિકારી પાસેથી છત્રી આંચકીને ચાલતી પકડી: પાકિસ્તાની પીએમનો વિડીયો વાયરલ, ભડકેલા પાકિસ્તાનીઓએ કહ્યું- આ માણસ તો આખી કોમની ફજેતી કરાવે છે

    રસપ્રદ વાત એ છે કે આ વિડીયો પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે જ પોતાના અધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. 

    - Advertisement -

    એક તરફ હાલ અમેરિકાની યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો ભારતનું નામ પણ ઊંચું થઇ રહ્યું છે, બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ વિદેશ યાત્રાએ છે, પણ ત્યાં તેમની સાથે કંઈક એવું બન્યું જેના લીધે તેમની અને પાકિસ્તાનની ફજેતી થઇ રહી છે. 

    પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ગુરૂવારે (22 જૂન, 2023) પેરિસ પહોંચ્યા હતા. અહીં તેઓ એક સમિટમાં ભાગ લેશે. તેમનો પેરિસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જેમાં તેઓ કારમાંથી ઉતરીને સમિટના સ્થળે જતા જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આ વિડીયો પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે જ પોતાના અધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. 

    વિડીયોમાં જોવા મળે છે કે શાહબાઝ શરીફ કારમાંથી ઉતરે છે, જ્યાં તેમના સ્વાગત માટે કેટલીક મહિલાઓ ઉભેલી છે. તે સમયે વરસાદ વરસી રહ્યો છે, જેથી સૌ છત્રી લઈને ઉભેલા જોવા મળે છે. શરીફ કારમાંથી ઉતરતાં જ સ્ટાફની એક મહિલાએ તેમને વરસાદથી બચાવવા માટે છત્રી ધરી હતી અને બંને ચાલવા માંડ્યાં. પરંતુ થોડી સેકન્ડ પછી અચાનક શાહબાઝ શરીફ છત્રી આંચકી લઈને જાતે જ ચાલવા માંડ્યા હતા. જેના કારણે પ્રોટોકોલ સ્ટાફની મહિલાએ વરસાદમાં ભીંજાવાનો વારો આવ્યો હતો. 

    - Advertisement -

    આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાનના વડાપ્રધાનને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાકે તેમની હાંસી ઉડાવી તો કેટલાકે આને શરમજનક કૃત્ય ગણાવ્યું. 

    એક યુઝરે મજાકમાં કહ્યું કે, આશા રાખું છું કે તેમણે (શાહબાઝ શરીફ) છત્રી આપી દીધી હશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની છાપ કંગાળ રાષ્ટ્ર તરીકેની બની ગઈ છે, જે અન્ય દેશો પાસે કશુંકને કશુંક માંગતું જ રહે છે. 

    એક પાકિસ્તાની યુઝરે કહ્યું કે, આ વ્યક્તિ આખી દુનિયામાં કોમની ફજેતી કરાવી રહ્યો છે.

    ઘણા ભારતીય યુઝરોએ પણ પાકિસ્તાન અને તેના વડાપ્રધાનની મજાક ઉડાવી હતી. 

    પાકિસ્તાની વડાપ્રધાન હાલ બે દિવસ માટે ફ્રાન્સની યાત્રાએ ગયા છે. અહીં તેઓ પેરિસમાં યોજાનારા ન્યૂ ગ્લોબલ ફાઇનેન્સિંગ પેક્ટ સમિટમાં ભાગ લેશે. આ જ બાબતની જાણકારી આપવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું હતું, પરંતુ તેનાથી પ્રશંસા ઓછી અને ફજેતી વધુ થઇ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં