ઉત્તરાખંડમાં લવ જેહાદ (Love Jihad) ની વધતી ઘટનાઓને લઈને તણાવ ભર્યો માહોલ છે. તેવામાં રાજ્યની રાજધાની દેહરાદુનમાં હિંદુ યુવતીને ઈસ્લામી ધર્માંતરણ અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાતું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટનામાં આરોપી પીડિતાની મુસ્લિમ બહેનપણીનો ભાઈ છે. હિંદુ યુવતીની ફરિયાદ પર ગુનો દાખલ કરી FIR નોંધવામાં આવી છે.
દેહરાદુનમાં હિંદુ યુવતીને ધર્માંતરણ અને નિકાહ કરવા તથા શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાની આ ઘટના શહેરના ડોઈવાલા વિસ્તારની છે. આરોપી અરમાન અંસારી અને તેની બહેન તમન્ના વિરુદ્ધ ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ સહિતની અન્ય ધારાઓ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
Uttarakhand | In the Doiwala area of the Dehradun district, another case has come to light where a man of a particular community was forcing a Hindu girl into religious conversion and marriage. Case registered against accused Armaan Ansari, his sister Tamanna and his mother,…
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 14, 2023
પોલીસે આરોપી અરમાનની ધરપકડ કરી તેની પૂછપરછ કરી રહી છે. એસએચઓ રાજેશ શાહે આ મામલે જણાવ્યું હતું કે આરોપીની બહેન અને અમ્મી પણ પીડિતા પર ધર્મ પરિવર્તન અને નિકાહ કરવા માટે દબાણ કરી રહી હતી. બંને ઈસ્લામને વધુ ઉત્તમ ગણાવી આરોપી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરી રહી હતી.
વાસ્તવમાં તમન્ના નામની મુસ્લિમ યુવતી પીડિતા સાથે અભ્યાસ કરી રહી હતી. જેના કારણે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. પીડિતા અવારનવાર કેશવપુરી સ્થિત તમન્નાના ઘરે આવતી-જતી રહેતી હતી. આ દરમિયાન તમન્નાએ તેના ભાઈ અરમાન સાથે પીડિતાની મિત્રતા કરાવી દીધી હતી. જે બાદ આરોપી અરમાન પીડિતાને મળતો રહેતો હતો.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મિત્રતા થયાના થોડા સમય બાદ જ અરમાન તેના પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો અને તેમ ન થવા પર આરોપી પીડિતાને ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવાનું દબાણ કરવા લાગ્યો. પીડિતાએ જણાવ્યું કે આમાં આરોપીની અમ્મી અને બહેન પણ આરોપીને સહકાર આપી રહ્યા હતા.
તો બીજી તરફ ડોઈવાલાના બુલ્લાવાલામાં પણ અન્ય એક હિંદુ યુવકના ધર્માંતરણ મામલે પોલીસ તપાસમાં લાગી છે. પોલીસે મામલા સાથે જોડાયેલા લેપટોપ અને મોબાઈલને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સાથે જ યુવકનું માનસિક સ્વાસ્થ્ય ઠીક ન લગતા તેને સારવાર માટે દવાખાનામાં ભરતી કરાવવામાં આવ્યો છે. પોલીસ બાદમાં તેની પૂછપરછ કરશે.