સુરત શહેરના લીંબાયતના ખ્વાજાનગર વિસ્તારમાં મુસ્લિમ છોકરીઓને ટાર્ગેટ કરીને લગાવવામાં આવેલા બેનરો સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બન્યા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા ખ્વાજાનગરમાં લાગેલા બેનરો મુસ્લિમ દીકરીઓને મોબાઈલનો ઉપયોગ ન કરવા દેવાનું જણાવી રહ્યા છે. આ બેનરોમાં મોટા અક્ષરે ‘ક્યા કરતી હૈ બહેન/બેટી મોબાઈલ મેં?’ એવું લખવામાં આવ્યું છે.
‘દીન સીખાઓ, બેટી બચાઓ’
ખ્વાજાનગરમાં લાગેલા બેનરો મુસ્લિમ લોકોને એવું સૂચન આપી રહ્યા છે કે ઘરની બહેન/દીકરીઓને મોબાઈલ ન વાપરવા દેવો કારણ કે, તે દીન એટલે કે મઝહબની વિરુદ્ધ છે. ઘરના મા, બાપ, ભાઈએ ઘરની દીકરીઓને દીન શીખવવો જોઈએ અને દીકરીઓને બચાવવી જોઈએ. બેનરોમાં કહેવામાં આવ્યું છે કે, ‘દીનથી દૂરી છે એટલે જ આપણી દીકરીઓ મુર્તદ (ઇસ્લામ ત્યાગી) બની રહી છે. આ માટે મા, બાપ, ભાઈ જવાબદાર છે જેમણે ક્યારેય ધ્યાન નથી આપ્યું. દીન સીખાઓ, બેટી બચાઓ.’
In a MusIim dominated area of Surat, a poster has been put.
— Mr Sinha (@MrSinha_) June 1, 2023
The text says 'Why do girls use mobile, it's against our Shariat. Mobile is making our girls characterless'.
Let's see how many "feminists" outrage against it…! pic.twitter.com/xq1GBC3s0c
બેનરોમાં ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ
ખ્વાજાનગરમાં લાગેલા બેનરોમાં જોઈ શકાય છે કે, યુવતી મોબાઈલનો ઉપયોગ કરી રહી છે અને તેને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ન કરવા દેવો એવું કહેવામાં આવ્યું છે. તેની તેની એક બાજુ મુસ્લિમ મા-બાપનું ચિત્ર છે, તો બીજી બાજુ ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે, મુસ્લિમ છોકરીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ‘લવ ટ્રેપ’માં ફસાઈ રહી છે તેવું બેનરો કહે છે.
વડોદરામાં પણ લગાવવામાં આવ્યા હતા આ પ્રકારના બેનરો
ઉલ્લેખનીય છે કે, બેનરોમાં મુસ્લિમ છોકરીઓ મોબાઈલનો ઉપયોગ કરતી હોવાને કારણે મઝહબથી દૂર જતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મુસ્લિમ મા-બાપને દીકરીઓને દીન અંગેની તાલીમ આપીને તેમને બચાવવાની વાત કરવામાં આવી છે. આ બેનરો કોણે અને ક્યારે લગાડ્યા એ અંગે સ્થાનિકોને કોઈ જાણકારી નથી. અત્રે નોંધનીય છે કે, બે-ત્રણ દિવસ પહેલાં વડોદરાના એક વિસ્તારમાં પણ આ જ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર, આ બેનર વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘દીનથી દૂરી છે એટલે જ આપણી દીકરીઓ મુર્તદ થઈ રહી છે, પોતાનું ઈમાન ખોઈ બેસે છે. શું કરે છે બહેન/દીકરીઓ મોબાઈલમાં? મા/બાપ/ભાઈ આ માટે જવાબદાર છે કારણકે તેમણે ધ્યાન આપ્યું નથી.’
એ પછી તુલસીવાડી વિસ્તારમાંથી આ બેનર હટાવી લેવામાં આવ્યું હતું. જોકે, નાગરવાડા અને હાથીખાના વિસ્તારમાં હજુ પણ આવા પોસ્ટરો લાગેલા છે. તેમાં પણ ‘લવ ટ્રેપ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇન્દોરમાં ‘ભગવા લવ ટ્રેપ’ અંગેના પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા
પાછલા દિવસોમાં મધ્ય પ્રદેશમાં ઇન્દોરની એક મસ્જિદ બહાર વિવાદાસ્પદ પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા હતા, જેમાં મુસ્લિમ યુવતીઓને સંબોધિત કરતું લખાણ વાંચવા મળ્યું હતું. પેમ્ફલેટમાં ઇસ્લામી યુવતીઓને ‘ભગવા લવ ટ્રેપ’માં ન ફસાવાની સલાહ આપવામાં આવી હતી. તેમાં આરએસએસ અને બજરંગ દળ પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ દર વર્ષે દસ લાખ મુસ્લિમ છોકરીઓને કાફિર બનાવે છે. આ મામલે 10 લોકો સામે એફઆઈઆર થઈ હતી.