સાબરકાંઠાથી મહત્વપૂર્ણ અહેવાલો સામે આવી રહ્યા છે. હિંમતનગરથી 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. આ તમામ લોકો ગેરકાયદેસર ઘુસણખોરી કરીને શહેરની ખાનગી ફેકટરીમાં કામ કરી રહ્યા હતા. SOGની ટીમે બાતમીના આધારે પડેલા દરોડામાં કારખાનામાંથી 9 બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. જે બાદ SOG સહીત 16 જેટલી સુરક્ષા એજન્સીઓ ઝડપાયેલા તમામ ઘુસણખોરો કોઈ ગુનાખોરી કે અન્ય ગેરકાયદેસર કામોમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લા SOGને બાતમી મળી હતી કે શહેરમાં આવેલા ખાનગી ટીશર્ટ બનાવતા કારખાનામાં આશરે 9 જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ઘુસણખોરી કરીને વસવાટ અને કામ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ અને SOGએ સંયુક્ત રીતે પડેલા દરોડામાં તમામ 9 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. હિંમતનગરથી 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા બાદ અન્ય સુરક્ષા એજન્સીઓ પણ આ મામલે ગંભીરતા દાખવી તપાસમ વળગી છે. આ તમામ વિદેશી ઘુસણખોરોની જડતી લેતા તેમની પાસેથી પાસપોર્ટ કે અન્ય કોઈ પણ પુરાવાઓ મળી આવ્યા ન હતા. પોલીસ હાલ ફેકટરીના માલિકની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
હાલ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર 9 બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહી તે અંગે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે. આ ઉપરાંત 16 જેટલી સુરક્ષા એજન્સીઓ તમામ 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની પૂછપરછ કરી રહી છે. તો બીજી તરફ ATS દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પણ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. જેને લઈને અગામી દિવસમાં બીજા ઘૂસણખોરો પણ ઝડપાય તેવી આશંકાઓ સેવાઈ છે.
હિંમતનગરથી 9 બાંગ્લાદેશીઓ ઝડપાયા તેમની સૂચી
જિલ્લા પોલીસે જાહેર કરેલી સૂચી અનુસાર ઝડપાયેલા બાંગ્લાદેશી ઘુસણખોરોમાં મોહમંદ રોતન મોહમંદ નિઝામુદ્દીન મીયા (27) (રહે.વિશ્વનાથપુર,પોસ્ટ-રામગોપાલપુર,થાણા ગૌરીપુર તા.જલા જી.માંઇમાંશીં વિભાગ-માંઇમાંશીં,બાંગ્લાદેશ) પલાશ કુશનલી ઉદ્દીન (21) (રહે.વિશ્વનાથ પુર,પોસ્ટ-રામગોપાલપુર, થાણા-ગૌરીપુર જી.માંઇમાંશીં વિભાગ-માંઇમાંશીં), મોહમંદ ઓહાબ મોહમંદ મનીરૂદ્દીન માંડલ (42) (રહે. રહે.કોલમા વિસ્તાર, વોર્ડ નં-7, સાવર, જી. ઢાકા, ), ફોરહાદ જોયનલ શેખ (30) (રહે.કોલમા વિસ્તાર,વોર્ડ નં-7,સાવર, જી. ઢાકા) , મહમંદ અન્વર હુસેન મહમંદ મુસ્તુફામીયા ફકીર (23) (રહે.નંદુરા બોશુંબજાર, થાણા કેન્દુઆ જી.નેત્રોકોણા ઢાકા, ), મોનીરૂઝમન મોહમંદ ફુઝુલ હક્ક અબ્દુલ રસીક શેખ (30) (રહે. ઇસાઇલ વેપારી પાળા કઠાખાલી થાણા- ફુલબરીયા જી.માંઇમાંશીમાંં) મોહમંદ સાયદુલ મોહમંદ મલીક જાતે ઇસ્લામ (38) (રહે.બહાદુરપુર, નીઓપારા, ચંન્દ્રા, થાણા-ગોરૂન્ડા, જી.બારીશલ), રાકીબ ઉર્ફે મુક્તાર શાયદઅલી આકુન્દો (23) (રહે. પંદ્રાનંગ બારા હજરતપુર, મીઠાપુક્કુર તા.નનકોર જી.રંગપુર બોંગ્લાદેશ) અને મહેબુબ આલમ મોતીઉર રહેમાન મનીકમીયા ઈસ્માલ (28)(રહે.મુલાઇ ટેગરા જી.ગાજીપુર) નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ ઘુસણખોરો પૈકીનો એક બાંગ્લાદેશી લાંબો સમય સુધી અમદાવાદ ખાતે પણ વસવાટ કરી ચુક્યો છે. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. જોકે આ પહેલા પણ ગુજરાતના અનેક શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશ સહીતના પાડોશી દેશોના નાગરિકોને ડીટેઈન કરવામાં આવ્યા છે.