Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઑપઇન્ડીયા ઈમ્પેક્ટ: NIMHR દ્વારા ડેપ્યુટી રજીસ્ટાર મોહમ્મદ અશફાકને પાણીચું પકડાવાયું, 'રાષ્ટ્રીય સંસ્થાનના...

    ઑપઇન્ડીયા ઈમ્પેક્ટ: NIMHR દ્વારા ડેપ્યુટી રજીસ્ટાર મોહમ્મદ અશફાકને પાણીચું પકડાવાયું, ‘રાષ્ટ્રીય સંસ્થાનના મદરેસા જેવા હાલ’વાળા અહેવાલ બાદ કાર્યવાહી

    આપણી તમામ સંસ્થાઓને આવા મોહમ્મદ અશફાકથી બચાવવાની જરૂર છે. તેથી, તમારી આસપાસની સંસ્થાઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે. જો તમને કંઈપણ શંકાસ્પદ દેખાય, તો તમારો અવાજ ઉઠાવો. અવાજ ઉઠાવવો જરૂરી છે. ઑપઇન્ડીયાએ પણ અવાજ ઉઠાવ્યો હતો. જેનું પરિણામ આજે બહાર આવ્યું છે!

    - Advertisement -

    મધ્યપ્રદેશના સિહોરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન એટલે કે NIMHR દ્વારા ડેપ્યુટી રજીસ્ટાર મોહમ્મદ અશફાકને પાણીચું પકડાવાયું છે. જાન્યુઆરી 2023 માં, ઑપઇન્ડીયાએ વર્ગોના તેમના ગેરકાયદેસર આચરણ, હિંદુ પાત્રોના ખોટા અર્થઘટન અને સંસ્થાને ચલાવવાની મનસ્વી રીતો પર એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટ બાદ તેમની સામે તપાસ શરૂ થઇ ગઇ હતી. ગ્વાલિયરમાં નિર્માણાધીન ડિસેબલ સ્પોર્ટ્સ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.

    ઑપઇન્ડીયામાં પ્રકાશિત અહેવાલ આપ આ લીંક પર ક્લિક કરીને વાંચી શકો છો

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) પણ ઑપઇન્ડીયાના અહેવાલ બાદ મોહમ્મદ અશફાકની હકાલપટ્ટી માટે આંદોલન કરી રહ્યું હતું. સિહોરના ધારાસભ્ય સુદેશ રાયે પણ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન વિરેન્દ્રકુમાર ખટીકને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. NIMHR આ જ કેન્દ્રીય મંત્રાલય હેઠળ આવે છે.

    - Advertisement -

    તપાસ દરમિયાન સંસ્થામાં નાણાંકીય ગેરરીતિ પણ બહાર આવી હતી. 22 મે 2023 ના રોજ, NIMHRના ડિરેક્ટરે મોહમ્મદ અશફાકને બરતરફ કરવાનો આદેશ જારી કર્યો હતો. મોહમ્મદ અશફાકને 30 મે, 2022 ના રોજ બે વર્ષના પ્રોબેશન પર ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે હવે NIMHR દ્વારા ડેપ્યુટી રજીસ્ટાર મોહમ્મદ અશફાકને પાણીચું પકડાવ્યું અને તેમને તાત્કાલિક ધોરણે સેવા સમાપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.

    મોહમ્મદ અશફાક વિરુદ્ધ PMOને પત્ર

    નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન (NIMHR) ના વિદ્યાર્થીઓએ 16 ડિસેમ્બર, 2022 ના રોજ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) ને ત્રણ પાનાનો પત્ર મોકલ્યો હતો. આ પત્રની એક નકલ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન વિરેન્દ્રકુમાર ખટિકને પણ મોકલવામાં આવી હતી. આ પત્રમાં NIMHRના ડેપ્યુટી રજિસ્ટ્રાર મોહમ્મદ અશફાક પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે મનસ્વી રીતે સંસ્થાનું સંચાલન કર્યું હતું, અલગ વર્ગો પણ લીધા હતા, ઐતિહાસિક હિંદુ પાત્રોની વિકલાંગતાના સંદર્ભનું ખોટું અર્થઘટન કર્યું હતું, વિદ્યાર્થીઓની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી.

    પત્રમાં જણાવાયું છે કે મોહમ્મદ અશફાક સંસ્થાના નામે નજીકના વિસ્તારોમાંથી તેમના સમુદાયના લોકોને અયોગ્ય લાભ આપવાનું વચન આપે છે. કહેવાતી ઈસ્લામિક પ્રથાઓએ સંસ્થાના વાતાવરણને ‘મેન્ટલ હોસ્પિટલ’ જેવું બનાવી દીધું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ કારણે વિદ્યાર્થીઓ જબરદસ્ત ‘માનસિક દબાણ’ હેઠળ હતા. પત્રમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, “તાત્કાલિક સંસ્થા પર ધ્યાન આપો નહીં તો તે સંપૂર્ણ જેહાદી અડ્ડો બની જશે. તે (મોહમ્મદ અશફાક) અમારું ભવિષ્ય બગાડવાની ધમકી આપે છે, તેથી સહી કર્યા વિના આ પત્ર તમને મોકલી રહ્યા છીએ, તમે આ રાષ્ટ્રીય સંપત્તિને જેહાદીઓથી બચાવી લો. “

    ઑપઇન્ડીયાનો અહેવાલ

    વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ આ મામલે લાંબું મૌન સેવવામાં આવ્યું હતું. મીડિયામાં આ ઘટના પર કોઈ જ રીપોર્ટીંગ ન કરવામાં આવ્યું. ઑપઇન્ડીયાએ 23 જાન્યુઆરી 2023 ના રોજ પ્રથમ વખત આ સંસ્થાની દુર્દશા પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. અમારી સાથેની વાતચીતમાં મોહમ્મદ અશફાકે ક્લાસ લેવાનું કબૂલ્યું હતું, પરંતુ અન્ય આરોપોને નકારી કાઢ્યા હતા.

    તેમણે કહ્યું હતું કે, ઓછી હાજરીને કારણે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવવામાં આવ્યા છે, તેમણે ફરિયાદ કરી હશે. પરંતુ જ્યારે અમે કેટલાક વિદ્યાર્થીઓ અને સંસ્થાના કેટલાક ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓ સાથે વાત કરી, ત્યારે જે હકીકતો બહાર આવી હતી તે પુષ્ટિ કરી રહી હતી કે આ સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહી છે. મોહમ્મદ અશફાકની નિમણૂક પહેલાં સંસ્થામાં આવો માહોલ ન હોવાનું પણ બહાર આવ્યું હતું.

    શું છે NIMHR

    નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન (NIMHR) દેશમાં આ પ્રકારની એકમાત્ર સંસ્થા છે. તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની ઉપજ છે. તેની શરૂઆત 2019માં મધ્ય પ્રદેશના સિહોરમાં થઈ હતી. હાલ તે જુના જિલ્લા પંચાયત ભવનથી ચલાવવામાં આવી રહ્યું છે. ભોપાલ-ઇન્દોર હાઇવે પર સિહોર જિલ્લાના સકરાખેડા ગામમાં આશરે 25 એકર જમીનમાં આશરે 180 કરોડ રૂપિયાના ખર્ચે આ સંસ્થાનું પરિસર બનાવવામાં આવી રહ્યું છે.

    દેશની આ પ્રથમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશનમાં 9 વિભાગ હશે. જેમાં 12 કોર્સ શરુ કરવામાં આવનાર છે. હાલ ડીપ્લોમાં ઇન વોકેશનલ રિહૈબિલીટેશન ઈંટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી (DVR-ID), ડીપ્લોમાં ઇન કમ્યુનીટી બેસ્ડ રિહૈબિલીટેશન (DCBR),અને સર્ટીફીકેટ કોર્સ ઇન કેયર ગીવીંગ (CCCG) આ 3 કોર્સ ચાલી રહ્યા છે.

    DVR-ID એક વર્ષનો, બે વર્ષનો અને CCCG દસ મહિનાનો કોર્સ છે. દરેક કોર્સમાં 30-30 સીટ છે. હાલ સંસ્થામાં 100થી વધુ વિદ્યાર્થીઓ છે. તેમાંથી લગભગ 60 ટકા વિદ્યાર્થીનીઓ હોવાનું કહેવાય છે.

    સંસ્થાઓનો અવાજ બનો

    મોહમ્મદ અશફાક પર ધાર્મિક જુનૂનમાં રાષ્ટ્રીય સ્તરની એક સંસ્થાની મદરેસા ચલાવવાનો આરોપ હતો. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણી સંસ્થાઓમાં ધાર્મિક ઘુસણખોરીનું આ એકમાત્ર ઉદાહરણ નથી. મધ્યપ્રદેશના જ ઇન્દોરની એક સરકારી લો કોલેજ વિરુદ્ધ લવ જેહાદ અને ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપવા અને દેશ અને સેના વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાનો મામલો સામે આવી ચુક્યો છે.

    આપણી તમામ સંસ્થાઓને આવા મોહમ્મદ અશફાકથી બચાવવાની જરૂર છે. તેથી, તમારી આસપાસની સંસ્થાઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે. જો તમને કંઈપણ શંકાસ્પદ દેખાય, તો તમારો અવાજ ઉઠાવો. અવાજ ઉઠાવવો જરૂરી છે. ઑપઇન્ડીયાએ પણ અવાજ ઉઠાવ્યો હતો. જેનું પરિણામ આજે બહાર આવ્યું છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં