વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. જાપાનમાં G7 સમિટમાં ભાગ લીધા બાદ આજે તેઓ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા, જ્યાં તેમનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, યજમાન દેશના વડાપ્રધાને પીએમ મોદીના ચરણસ્પર્શ કરીને તેમનું સ્વાગત કર્યું હતું.
#WATCH | Prime Minister of Papua New Guinea James Marape seeks blessings of Prime Minister Narendra Modi upon latter's arrival in Papua New Guinea. pic.twitter.com/gteYoE9QOm
— ANI (@ANI) May 21, 2023
પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત લેનારા પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. આજે ભારતીય સમય અનુસાર સાડા પાંચ વાગ્યે તેઓ પહોંચ્યા હતા. જ્યાં પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપેએ પીએમ મોદીને આવકાર્યા હતા અને તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
વીડિયોમાં પીએમ મોદીના સ્વાગત માટે લાલ જાજમ પાથરેલી જોવા મળે છે. તેઓ વિમાનમાંથી ઉતરતાંની સાથે જ યજમાન દેશના વડાપ્રધાન ગળે મળીને તેમનું સ્વાગત કરે છે અને ત્યારબાદ ચરણ સ્પર્શ કરે છે. જેને લઈને વડાપ્રધાન મોદી તેમની પીઠ થાબડતા જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
સૂર્યાસ્ત બાદ દેશમાં નથી થતું કોઈનું સ્વાગત, પણ પીએમ મોદી માટે પરંપરા તોડાઈ
વડાપ્રધાન મોદીના આગમનને લઈને પાપુઆ ન્યૂ ગિનીએ પોતાનો વર્ષો જૂનો એક નિયમ પણ તોડી નાંખ્યો હતો. વાસ્તવમાં ત્યાં સૂર્યાસ્ત બાદ આવનારા કોઈ પણ નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી. પરંતુ પીએમ મોદી માટે આ વર્ષો જૂની પરંપરા તોડી નાંખવામાં આવી હતી અને રાત્રે લેન્ડ થયા છતાં તેમના ભવ્ય સ્વાગત માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન પોતે તેમના સ્વાગત માટે હાજર રહ્યા હતા.
પીએમ મોદી લેન્ડ થયા બાદ તેમને ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવ્યું હતું.
Prime Minister Narendra Modi accorded the Guard of Honour at Port Moresby in Papua New Guinea. pic.twitter.com/TfmhG9dTKG
— ANI (@ANI) May 21, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોર્મ ફોર ઇન્ડિયા-પેસેફિક કોર્પોરેશન (FIPIC)માં ભાગ લેવા માટે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા છે. આ બેઠકમાં 14 દેશના વડા ભાગ લેશે. FIPICની આ ત્રીજી સમિટ મળવાની છે, જેને પીએમ મોદી અને પાપુઆ ન્યૂ ગિનીના પીએમ મારાપે સાથે મળીને હોસ્ટ કરશે. અહીંથી તેઓ સીધા ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે.
22થી 24 મે દરમિયાન પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની યાત્રાએ જશે, જ્યાં તેઓ યજમાન પીએમ એન્થની આલ્બનીઝ સાથે પણ મુલાકાત કરશે. નોંધવું જોઈએ કે તાજેતરમાં જ આલ્બનીઝ ભારત આવ્યા હતા અને પીએમ મોદીને ઓસ્ટ્રેલિયા આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. ઓસ્ટ્રેલિયમાં પીએમ મોદી દેશના ટોચના CEO સાથે મુલાકાત કરશે તેમજ ત્યાં રહેતા ભારતીયોને પણ મળશે. 24મીએ તેઓ ભારત આવવા માટે રવાના થશે.