Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ, જામનગરમાં કોંગ્રેસ વિરુદ્ધ બજરંગ દળ-વિહિપના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન: રાષ્ટ્રીય અધ્યક્ષના પૂતળા...

    અમદાવાદ, જામનગરમાં કોંગ્રેસ વિરુદ્ધ બજરંગ દળ-વિહિપના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન: રાષ્ટ્રીય અધ્યક્ષના પૂતળા બાળવામાં આવ્યા, બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન PFI સાથે કરી હતી

    કર્ણાટક ચૂંટણીઓમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો બજરંગ દળ પર પ્રતિબંધ મુકશે તેવા કોંગ્રેસના વચન વિરુદ્ધ અમદાવાદ અને જામનગરમાં બજરંગ દળ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    કર્ણાટકમાં આગામી 10મેએ ચૂંટણી યોજવાની છે ત્યારે કોંગ્રેસનું મેનિફેસ્ટો વિવાદનું કારણ બન્યું છે. કોંગ્રેસે બજરંગ દળને આતંકી સંગઠન કહેતા બજરંગ દળ-વિહિપના કાર્યકરો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં જામનગર બાદ હવે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર દેખાવો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઘોષણાપત્રમાં એવું જણાવ્યું છે કે, જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગ દળ, PFI જેવા આતંકી સંગઠનો પર પ્રતિબંધ લાવવામાં આવશે.

    ‘બજરંગ દળ અને PFI જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે’

    કર્ણાટકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું હતું કે, ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગ દળ અને PFI જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. એટલે કે બજરંગ દળની સરખામણી ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન PFI સાથે કરવામાં આવી હતી. કોંગ્રેસે બજરંગ દળને આતંકી સંગઠન કહ્યા બાદ ખડગે વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને પૂતળા દહન કરીને ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    કર્ણાટક ચૂંટણીના પડઘા ગુજરાતમાં પણ પડ્યા, કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા

    કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના ચૂંટણી ઢંઢેરાના પડઘા ગુજરાતમાં પડ્યા હતા. જામનગરમાં ટાઉનહોલ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે બજરંગ દળના કાર્યકરોએ એકઠા થઈને કોંગ્રેસ નેતાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું અને પૂતળા પણ બળવામાં આવ્યા હતા. તો અમદાવાદમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો પાલડીમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેઓ ખડગેના પૂતળાની નનામી લઈને આવ્યા હતા અને જય શ્રીરામના નારા સાથે પૂતળા દહન કર્યું હતું.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, કર્ણાટક બાદ છત્તીસગઢ, રાજસ્થાન કોંગ્રેસે પણ બજરંગ દળ પ્રત્યે પોતાની ઘૃણા દર્શાવી હતી. રાષ્ટ્રના હિતમાં કામ કરતા બજરંગ દળની સરખામણી રાષ્ટ્રવિરોધી પીએફઆઈ સાથે કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માગે છે એ પૂછાવું જોઈએ.

    કોંગ્રસે પહેલા પ્રભુ શ્રીરામને તાળાબંધ કર્યા, હવે બજરંગ બલી પર તાળા મારવા માગે છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના બેફામ નિવેદનો પર આકરો પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોને બજરંગ બલીનું અપમાન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, પહેલા કોંગ્રેસે ભગવાન શ્રીરામને તાળામાં બંધ કર્યા હતા, હવે ‘જય બજરંગ બલી’ બોલનારાઓ પર તાળા મારવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે કોંગ્રેસ પાર્ટીને પ્રભુ શ્રીરામથી પણ તકલીફ થતી હતી અને હવે ‘જય બજરંગ બલી’ કહેનારાઓથી પણ તકલીફ થઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં