Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆખરે પોતાની સાથે જ પરણી ગઈ વડોદરાની ક્ષમા : જાતે જ મંગળસૂત્ર...

    આખરે પોતાની સાથે જ પરણી ગઈ વડોદરાની ક્ષમા : જાતે જ મંગળસૂત્ર પહેર્યું, જાતે જ સાત ફેરા લીધા, હનીમૂન પર પણ જશે

    ભારતભરમાં એવા પ્રથમ કિસ્સા તરીકે વડોદરાની ક્ષમા બિંદુએ પોતેજ પોતાની સાથે લગ્ન કરી લીધા છે અને તે હવે એકલી ગોવા હનિમૂન પર પણ જવાની છે.

    - Advertisement -

    ‘સોલોગામી મેરેજ’ માટે ચર્ચામાં આવેલી વડોદરાની યુવતી ક્ષમા બિંદુએ પોતાની જ સાથે લગ્ન કરી લીધાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર આ બાબતની જાણકારી આપી છે. ગુરુવારે (9 જૂન 2022) પોતાની દુલ્હનવાળી તસવીર પણ પોસ્ટ કરી હતી. તસ્વીર પોસ્ટ કરીને તેણે લખ્યું, “ખુદ સે મોહબબ્ત મેં પડ ગઈ, કલ મેં અપની હી દુલ્હન બન ગઈ.”

    24 વર્ષીય ક્ષમાએ 8 જૂનના રોજ સાત ફેરા લીધા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે આ લગ્નમાં કોઈ વરરાજા જ નહીં હતો. તેણે જાતે જ સિંદૂર પૂર્યો, જાતે જ મંગળસૂત્ર પહેર્યું અને જાતે જ સાત ફેરા પણ ફરી હતી. દેશમાં આ પ્રકારના પહેલા લગ્ન હોવાનું કહેવાય છે. હજુ આશ્ચર્યની વાત એ છે કે ક્ષમા હવે હનિમૂન પર પણ જશે. આ માટે તેણે ગોવા પર પસંદગી ઉતારી છે.

    ક્ષમા બિંદુએ પોતાની સાથે જ લગ્ન કરવા પહેલાં તમામ પરંપરાગત રીતરિવાજો પૂર્ણ કર્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર હલ્દી, મહેંદી વગેરે રીત દરમિયાનની તસવીરો પણ શૅર કરી છે. ક્ષમાએ લગ્નની તસવીર શૅર કરીને લખ્યું હતું કે, “ઘરની બહાર ‘નો મીડિયા’નું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં મીડિયા મારા ઘરે આવી રહ્યું છે. મહેરબાની કરીને મારા ઘરે ન આવો. હું કોઈ ઑફલાઇન ઇન્ટરવ્યૂ આપીશ નહીં. તોપણ તમે આવશો તો હું મારો ફ્લેટ ખાલી કરી દઈશ. કાલે જ મારા લગ્ન થયાં છે, મને માણવા દો.”

    - Advertisement -
    (તસ્વીર: ઇન્સ્ટાગ્રામ)

    ક્ષમાએ જણાવ્યું હતું કે, તેઓ પણ અન્ય છોકરીઓની જેમ દુલ્હન બનવાના સપનાં જુએ છે. પરંતુ કોઈ પુરુષ સાથે લગ્ન કરવા માંગતી નથી. જેથી વરરાજા વગરના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ક્ષમા તેને આત્મનિર્ભરતા અને પોતાને પ્રેમ કરવા તરફનું એક પગલું માને છે. 

    તેણે કહ્યું કે, “આપણે જેને પ્રેમ કરીએ છીએ તેની સાથે લગ્ન કરીએ છીએ. હું પોતાને પ્રેમ કરું છું એટલે જાત સાથે લગ્ન કરીશ. ક્ષમાએ આ માટે તેના માતા-પિતાને પણ રાજી કરી લીધા હતા. અગાઉ કોઈ ભારતીય મહિલાએ આ પ્રકારે લગ્ન કર્યા છે કે નહીં તે જાણવા માટે તેણે ઓનલાઇન રિસર્ચ પણ કર્યું હતું. જોકે, તેને કોઈ મળ્યું ન હતું. તેણે કહ્યું, “કદાચ હું આપણા દેશમાં આત્મ-પ્રેમનું એક ઉદાહરણ સ્થાપિત કરનારી પહેલી યુવતી છું.”

    સોલોગામી કે ઑટોગામી એ વ્યક્તિને કહેવાય છે, જે પોતાની જાત સાથે લગ્ન કરે છે. આ પ્રકારના લગ્નોનો કોઈ ડેટા રાખવામાં આવતો નથી. તેમજ આ પ્રકારના લગ્નોને ટ્રેક કેવો પણ કઠિન હોય છે. આ પ્રકારના લગ્નોને કાયદાકીય માન્યતા પણ મળતી નથી. 

    ક્ષમા વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી સમાજશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા બાદ એક પ્રાઇવેટ ફર્મ આઉટસોર્સીંગ મેનપાવર માટે કામ કરે છે અને વડોદરામાં જ રહે છે. તેણે પહેલાં લગ્નની તારીખ 11 જૂન જાહેર કરી હતી. જોકે, સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ તેણે વહેલા લગ્ન કરી લીધાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં