Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતીક અહેમદનું અમદાવાદ કનેક્શન: જમીનોના સોદા પર હતી નજર, બાપુનગરથી લડવી હતી...

    અતીક અહેમદનું અમદાવાદ કનેક્શન: જમીનોના સોદા પર હતી નજર, બાપુનગરથી લડવી હતી ચૂંટણી, AIMIM અને સપાનો ઉમેદવાર રહી ચુકેલો અલ્તાફ પઠાણ મદદ કરતો હોવાનો દાવો

    અતીક અહેમદને બાપુનગરમાં આવેલી ટેક્સટાઈલ મિલની જમીનમાં રસ હતો. તેથી તેણે અલ્તાફ પઠાણ અને એક બેનામી નેતા સાથે જમીન ખરીદવા માટે શહેરના રિયલ્ટી ડેવલપર્સ સાથે વાત કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સહુથી મોટા માફિયા અને ક્રિમીનલ એવા અતીક અહેમદની હત્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસો થઈ રહ્યા છે. હત્યા બાદ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા દરમિયાન પોલીસ બાતમીદાર દ્વારા મેળવેલા તેના મોબાઈલ ફોનનો શું ઉપયોગ કર્યો હતો. તેવામાં કેટલાક અહેવાલોમાં અતીક અહેમદનું અમદાવાદ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ગેંગસ્ટર અતીક અને તેનો સહયોગી અમદાવાદમાં જમીનના સોદા પર નજર રાખતા હતા.

    બાપુનગરનો સપા ઉમેદવાર અલ્તાફ કરતો હતો મદદ

    વર્ષ 2019ના જુન મહિનાથી અતીક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો. આ દરમિયાન તેણે વિવિધ મોબાઈલ નંબરોનો ઉપયોગ કર્યો હતો. મીડિયા અહેવાલોમાં દાવાઓ સાથે કહેવામાં આવી રહ્યું છે કે બાપુનગરમાં રહેતા અલ્તાફ પઠાણ દ્વારા અતીકને અનેક મદદ કરવામાં આવી હતી.

    અહેવાલો મુજબ અલ્તાફ પોલીસનો બાતમીદાર હતો અને તેણે બે ચૂંટણી લડી હતી. જેમાં સિવિક બોડીની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. તેણે AIMIM અને સપાની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણીઓ પણ લડી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

    - Advertisement -

    વિધાનસભા ચૂંટણી વખતે અલ્તાફનો વિડીયો વાયરલ થયો હતો

    ઉલ્લેખનીય છે કે આ એજ અલ્તાફ પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી છે, જેનો ગત વિધાનસભા ચૂંટણી વખતે વિડીયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા તે વિડીયોમાં અલ્તાફે રડી રડીને લોકો પાસેથી મત આપવાની અપીલ કરી હતી.

    તે સમયે બાપુનગરથી અલ્તાફ ખાન ઉર્ફે અલ્તાફ બાસી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો હતો. તે પહેલા તેણે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાંથી પણ ઉમેદવારી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    બાપુનગરની ટેક્સટાઈલ મિલની જમીન પર અતીકની નજર હતી

    અતીક અહેમદનું અમદાવાદ કનેક્શન સામે આવવા સાથે અન્ય એક ખુલાસો પણ સામે આવ્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં અજ્ઞાત અધિકારીઓના હવાલેથી તેવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અતીક અહેમદને બાપુનગરમાં આવેલી ટેક્સટાઈલ મિલની જમીનમાં રસ હતો. તેથી તેણે અલ્તાફ પઠાણ અને એક બેનામી નેતા સાથે જમીન ખરીદવા માટે શહેરના રિયલ્ટી ડેવલપર્સ સાથે વાત કરી હતી.

    મીડિયા અહેવાલોમાં પોલીસ સુત્રોને ટાંકીને તેમ પણ કહેવામાં આવ્યુ હતું કે, જેલમાં અતીક અહેમદનો વિશ્વાસુ મેહરાજ અતીકને સાબરમતી જેલમાં લાવ્યા એના દસ દિવસ પહેલાં અમદાવાદમાં આવ્યો હતો અને અતીકને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરી હતી.

    માફિયાને બાપુનગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવી હતી

    મીડિયા અહેવાલો મુજબ અતીકના અન્ય એક પૂર્વ સાગરીતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અતીક અહેમદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાને ટીકીટ આપવાની વાત મૂકી હતી, કારણ કે તેણે એક વરિષ્ઠ રાજકીય નેતાને દબાણ કર્યુ હતુ કે, તેને બાપુનગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવા માટેની મંજૂરી આપવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં