Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે પાકિસ્તાની યુવતી માટે કામ કરતા એજન્ટને પકડી પાડ્યો:...

    અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે પાકિસ્તાની યુવતી માટે કામ કરતા એજન્ટને પકડી પાડ્યો: દુબઈમાં બેસીને ભારતીય નંબર વડે લોકો સાથે કરતા હતા ફ્રોડ

    અમદાવાદ અને વડોદરાથી દુબઈના સિમકાર્ડને સ્વીટ બોક્સમાં પેક કરીને અમદાવાદ એરપોર્ટ પરથી પેસેન્જર ફ્લાઈટ મારફતે મોકલતો હતો. આરોપીઓએ કથિત રીતે આ રીતે 60 સિમ કાર્ડ દુબઈ મોકલ્યા હતા.

    - Advertisement -

    અમદાવાદ સાયબર ક્રાઈમ સેલની ટીમે રવિન્દ્ર નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, જેને રવિ પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કથિત રીતે હાઈકા નામની પાકિસ્તાની મહિલા માટે એજન્ટ તરીકે કામ કરતો હતો. હાઈકા પર દુબઈથી ઈન્ટરનેશનલ ઓનલાઈન ફ્રોડ સ્કેમ ચલાવવાનો આરોપ હતો.

    દેશગુજરાતના અહેવાલ મુજબ 28મી માર્ચે પ્રતિક પટેલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને વિવિધ ફોન નંબરો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ટેક્સ્ટ મેસેજ અને જાહેરાતો મળી છે. આરોપીએ રોકાણ માટે મોટા નફાનું વચન આપ્યું હતું અને શરૂઆતના બે થી ત્રણ હપ્તા નિયમિતપણે ચૂકવ્યા હતા. જોકે બાદમાં તેઓએ છેતરપિંડીનો આશરો લીધો હતો. ફરિયાદી પંકજ પટેલે આક્ષેપ કર્યો હતો કે આ કૌભાંડને કારણે તેમને રૂ. 46 લાખનું નુકસાન થયું છે.

    વડોદરાથી દુબઇ મોકલાતા હતા સીમકાર્ડ

    સાયબર સેલને જાણવા મળ્યું હતું કે આરોપીએ જે સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો તે વડોદરાથી ઈસ્યુ કરવામાં આવ્યો હતો અને તે આરોપીના બેંક ખાતા સાથે જોડાયેલો હતો. નેટવર્ક દુબઈમાં સક્રિય હતું અને હાઈકા દ્વારા સંચાલિત હતું. અમદાવાદના કઠવાડામાં રહેતો રવિ પટેલ કથિત રીતે ગુજરાત માટે એજન્ટ તરીકે કામ કરતો હતો.

    - Advertisement -

    તે અમદાવાદ અને વડોદરાથી દુબઈના સિમકાર્ડને સ્વીટ બોક્સમાં પેક કરીને અમદાવાદ એરપોર્ટ પરથી પેસેન્જર ફ્લાઈટ મારફતે મોકલતો હતો. આરોપીઓએ કથિત રીતે આ રીતે 60 સિમ કાર્ડ દુબઈ મોકલ્યા હતા. આરોપી રવિને દુબઈ પોલીસે 2021માં તેના વિઝા કરતાં વધુ સમય માટે દુબઈમાં રહેવા બદલ દુબઈથી દેશનિકાલ કર્યો હતો.

    રાજસ્થાનથી પાકિસ્તાની એજન્ટ માટે કામ કરતા 2 પકડાયા હતા

    માર્ચ મહિનામાં રાજસ્થાનમાં પાકિસ્તાની ખૂફિયા એજન્સી ISI માટે જાસૂસી કરતા બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનની સુરક્ષા એજન્સીઓ બાડમેરથી 4 શકમંદોને પકડીને જયપુર લઈ ગઈ હતી. તેમની પૂછપરછ બાદ એજન્સીએ બોર્ડર હોમગાર્ડના જવાન સહિત બે લોકોને પકડ્યા હતા. તેઓ ISI માટે સ્થાનિક એજન્ટ તરીકે કાર્ય કરતા કરતા હતા.

    આમાંથી એક જાસૂસ ISI ના કહેવાથી ઘણી વાર પાકિસ્તાન પણ ગયો હતો અને ભારતની ગુપ્ત માહિતી આપી હતી. તો, બીજો આરોપી જવાન તેલ ઉત્પાદન ક્ષેત્ર એમપીટીમાં તૈનાત હતો. જેને પાકિસ્તાની મહિલા ISI એજન્ટે હનીટ્રેપ અને પૈસાની લાલચમાં ફસાવીને ગુપ્ત માહિતી મેળવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં