મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ નાગપુરમાં મહા વિકાસ અઘાડી (MVA) ની સંયુક્ત ‘વજ્રમુથ’ રેલીને સંબોધિત કરી હતી અને RSS તથા ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા, અને દાવો કર્યો હતો કે પક્ષનું “સત્તા માટેનું વ્યસન” રાષ્ટ્રનો નાશ કરી રહ્યું છે.
અહેવાલો મુજબ મહા વિકાસ અઘાડીએ તેનું બીજુ શક્તિ પ્રદર્શન કર્યું ત્યારે ઉદ્ધવ ઠાકરેએ આરએસએસ પાસેથી જાણવાની ઈચ્છા બતાવી કે શું ભાજપ બધુ બરાબર કરી રહ્યું છે. “હું આરએસએસને પૂછવા માંગુ છું… શું ભાજપ જે કરે છે તે યોગ્ય છે… શું રાષ્ટ્ર નિર્ણાયક મુદ્દાઓ પર જવાબોની અપેક્ષા રાખે છે?” એમવીએનું નેતૃત્વ કરનારા ઠાકરેએ પૂછ્યું.
રસપ્રદ વાત એ છે કે, બીજી રેલી નાગપુરમાં યોજાઈ હતી, એ જ નાગપુરમાં જે ભગવા પાર્ટીનું ગઢ અને બીજેપીના વૈચારિક પિતૃ આરએસએસનું ઘર માનવામાં આવે છે.
RSS-BJPના હિંદુત્વને ‘ગૌમૂત્રધારી હિંદુત્વ’ ગણાવ્યું
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે પક્ષ જેને તેઓ ‘ગૌમુત્રધારી-હિંદુત્વ’ કહે છે તેને અનુસરે છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “જ્યારે પણ મારા પર કોંગ્રેસ સાથે જવાનો અને હિંદુત્વ છોડવાનો આરોપ લગાવવામાં આવે છે, ત્યારે શું કોંગ્રેસમાં કોઈ હિંદુ નથી? ત્યાં (RSS-BJPમાં) હિંદુત્વ ‘ગૌમુત્રધારી હિંદુત્વ’ છે, તેઓએ સંભાજીનગરમાં જ્યાં અમે અમારી જાહેર સભા કરી હતી ત્યાં ગૌમૂત્ર છાંટ્યું. જો તેમણે ગૌમૂત્ર પીધું હોત તો તે સમજદાર બની ગયા હોત, અમારું હિંદુત્વ રાષ્ટ્રવાદ વિશે છે.”
Every time I am accused that I went with Congress and left Hindutva, is there no Hindu in Congress? There (RSS-BJP) Hindutva is 'Gaumutradhari Hindutva', they sprinkled cow-urine at the place in Sambhajinagar where we conducted our public meeting. They should have drunk some cow… pic.twitter.com/u5GCY6j9fB
— ANI (@ANI) April 16, 2023
ઠાકરેએ કહ્યું, “એક તરફ તેઓ હનુમાન ચાલીસા વાંચે છે અને બીજી તરફ મસ્જિદમાં જઈને કવ્વાલી સાંભળે છે, શું આ તેમનું હિંદુત્વ છે? તે યુપીમાં જઈને ઉર્દૂમાં ‘મન કી બાત’ કરે છે, શું આ તેમનું હિંદુત્વ છે? અમારું હિંદુત્વ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપવાનું છે.”
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને હિંદબર્ગ રિસર્ચના મુદ્દે આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો હિંડનબર્ગ રિપોર્ટ નિરર્થક છે, તો પછી (પીએમ મોદી તરફથી) મૌન શા માટે છે? તેમણે કહ્યું કે પુલવામા હુમલાને લઈને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો કોઈ જવાબ કેમ નથી મળ્યો?
પહેલી સભામાં ઉદ્ધવ ઠાકરે ચૂંટાયા હતા MVAના વડા
નાગપુરમાં મહા વિકાસ અઘાડીની બીજી સભા પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ તેના અભિયાનમાં MVA એ 2 એપ્રિલે છત્રપતિ સંભાજીનગરમાં તેની પ્રથમ સંયુક્ત રેલી યોજી હતી. રેલીથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે એકનાથ શિંદે સામે પક્ષનું નામ અને ચિહ્ન ગુમાવ્યા છતાં MVA ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ કામ કરવા જઈ રહ્યું છે.