અમેરિકાની મસ્જિદમાં રમઝાનની નમાઝ દરમિયાન ઈમામ પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. ન્યુ જર્સીના પેટરસનની એક મસ્જિદમાં સવારની નમાઝ દરમિયાન હુમલાખોરે ઈમામ પર આડેધડ ચાકુના ઘા ઝીંક્યા હતા. આ હુમલા વખતે મસ્જિદમાં લગભગ 200 લોકો હાજર હતા, 65 વર્ષીય ઈમામ પર હુમલો કરનારની ઓળખ મૂળ તુર્કીના 32 વર્ષીય શેરીફ ઝોરબા તરીકે થઈ છે.
અમેરિકાની મસ્જિદમાં ઈમામ પર હુમલો કરીને હુમલાખોર ભાગી જવાની તૈયારીમાં હતો. પરંતુ મસ્જિદમાં હાજર લોકોએ તેને ઝડપી લીધો હતો. અને પકડીને તેને પોલીસે સોંપી દીધો હતો. આ હુમલામાં મસ્જિદના ઈમામ સૈયદ એલ્નાકિબ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે ઈમામ પર ઇસ્લામના નામે પૈસા વસુલવાનો આરોપ લગાવ્યો હતો. તે આ પહેલા પણ અનેક વાર મસ્જિદમાં આવી ચુક્યો હતો.
મીડિયા અહેવાલો મુજબ આ મસ્જિદ અમેરિકાના સહુથી વધુ મુસ્લિમ આબાદી વાળા વિસ્તારમાં આવેલી છે. આ ઘટના રવિવારે બની હતી. સવારે લગભગ 5:30 વાગ્યાના આરસમાં ઈમામ લગભગ 200 લોકો સાથે મળીને મસ્જિદમાં નમાઝ પઢી રહ્યાં હતા, આ દરમિયાન ઝોરબાએ તેમણે ચાકુના 2 ઘા જીકી દીધા હતા. હુમલો કરીને ભાગી રહેલા ઝોરબાને નમાઝીઓએ પકડી લીધો હતો.
આ ઘટના બાદ ઈમામને નજીકના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, અહેવાલો મુજબ ઈમામના ફેફસામાં કાણું પડી ગયું છે, પરંતુ હાલ તેમની હાલત સ્થિર છે. આ ઘટનામાં હુમલો કરનાર વ્યક્તિ મૂળ તુર્કીનો છે, અને તેણે ઈમામ પર હુમલો કરવાનો ગુનો કબુલ્યો છે. આરોપીના કહેવા મુજબ ઈમામ ઇસ્લામનું અપમાન કરતા હતા, અને તે એક રાત પહેલા જ તેમની હત્યા કરવા માંગતો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સેરીફ ઝોરબા મસ્જિદનો સભ્ય નથી. જો કે આ પહેલા પણ તે આ મસ્જિદમાં નમાઝ પઢી ચુક્યો હોવાની વાતો પણ સામે આવી હતી. આ ઘટનાના બે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પહેલા વીડિયોમાં આરોપી નમાઝ દરમિયાન ઈમામ પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. હુમલા બાદ તે ભાગવાનો પ્રયાસ કરે છે. બીજા વીડિયોમાં નમાઝીઓ તેને પકડીને માર મારતા જોવા મળી રહ્યો છે.
Imam Sayed Elnakib has been stabbed last night during fajr prayer at the Omar Mosque in Paterson, the hatred in this world has gotten out of hand and may allah punish those who have such hatred in their heart. Please keep the Imam in your Dua’s for speedy recovery🤍 pic.twitter.com/zYCdrZWbIZ
— Malak🇵🇸 (@MalakIgbara) April 9, 2023
એક સ્થાનિક કાઉન્સિલર અલ અબ્દેલ-અઝીઝે રમઝાન મહિના દરમિયાન મસ્જિદમાં ઇમામ પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને અમેરિકાના સ્થાનિક મુસ્લિમોને એકજુથ થવા માટે અપીલ કરી હતી. આ ઘટનાને પગલે પોલીસે સાવચેતીના ભાગરૂપે નજીકના ઈબાદતગાહોની સુરક્ષા વધારી દીધી છે.