Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવધુ એક માનહાનિના કેસનો સામનો કરશે રાહુલ ગાંધી: આસામ CM હિમંતા સરમાએ...

    વધુ એક માનહાનિના કેસનો સામનો કરશે રાહુલ ગાંધી: આસામ CM હિમંતા સરમાએ કહ્યું- તેમનું ટ્વિટ અપમાજનક, પગલાં લેવામાં આવશે

    વડાપ્રધાન મોદી આસામથી જાય ત્યારબાદ ટ્વિટ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવશે અને ચોક્કસપણે ગુવાહાટીમાં એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે: આસામ CM

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને પાર્ટી છોડી ગયેલા નેતાઓને અદાણી સાથે જોડીને ટાર્ગેટ કર્યા હતા. ત્યારબાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ ટ્વિટનો જવાબ આપ્યો અને કહ્યું હતું કે તેઓ કોર્ટમાં મળશે. હવે CM સરમાએ કહ્યું છે કે 14 એપ્રિલ પછી તેઓ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરાવશે. 

    એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં હિમંત સરમાએ કહ્યું, “રાહુલ ગાંધીએ જે ટ્વિટ કર્યું છે તે અપમાનજનક છે. વડાપ્રધાન મોદી આસામથી જાય ત્યારબાદ ટ્વિટ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવશે અને ચોક્કસપણે ગુવાહાટીમાં એક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.” તેમણે કહ્યું કે, અત્યારે બિહુની ઉજવણીના કારણે તેઓ આ કાર્યવાહી કરવા માંગતા નથી પરંતુ 14 એપ્રિલ બાદ આ કાર્યવાહી કરશે. 

    ઉલ્લેખનીય છે કે આગામી 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે જશે. તેઓ અહીં ગુવાહાટી ખાતે બિહુના એક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદીની આ યાત્રાને લઈને સીએમ સરમાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

    - Advertisement -

    પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, હું હજુ પણ કેજરીવાલના આમંત્રણની રાહ જોઈ રહ્યો છું. કારણ કે મારે એ જાણવું છે કે દિલ્હીમાં જ્યારે 1.5 લાખના સ્ટાફની જગ્યા હોય તો 12 લાખ ભરતી કઈ રીતે કરી શકાય. હું એ પ્રશ્ન કરવા માંગુ છું. કારણ કે આસામ સરકારમાં 4 લાખ કર્મચારી હોય તો હું 12 લાખ કર્મચારીઓની ભરતી કઈ રીતે કરી શકું?

    નોંધનીય છે કે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે તાજેતરમાં આસામમાં જઈને ભાજપ સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેમણે દિલ્હીમાં 12 લાખ નોકરીઓ આપી હતી. ત્યારબાદ આ દાવાને લઈને હિમંત બિસ્વ સરમાએ સવાલો ઉઠાવ્યા હતા. 

    રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું, આસામ સીએમએ વળતો પ્રહાર કર્યો 

    શનિવારે (8 એપ્રિલ, 2023) રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને કોંગ્રેસ પાર્ટી છોડી ગયેલા દિગ્ગ્જ નેતાઓ ગુલામ નબી આઝાદ, હિમંત બિસ્વ સરમા, જ્યોતિરાદિત્ય સિંધિયા, અનિલ એન્ટની અને કિરણ રેડ્ડીને અદાણી સાથે જોડ્યા હતા અને લખ્યું હતું કે, સત્ય છુપાવે છે એટલે રોજ ભટકાવે છે. પ્રશ્ન એ જ છે કે અદાણીની કંપનીઓમાં 20 હજાર કરોડ કોના છે.

    રાહુલ ગાંધીના ટ્વિટ બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે એ તેમની શાલીનતા હતી કે તેમણે ક્યારેય રાહુલ ગાંધીને બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડો વિશે પૂછ્યું નહીં. આ સાથે તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે તેઓ તેમને કોર્ટમાં મળશે. 

    સાથે તેમણે એ પણ ઉમેર્યું કે, તેમણે ક્યારેય રાહુલને એ નહતું પૂછ્યું કે કઈ રીતે તેમણે ઓટ્ટાવિયો ક્વાત્રોચીને ભારતીય ન્યાયતંત્રના સકંજામાંથી બચવા દીધા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ક્વાત્રોચીનું નામ બોફોર્સ કૌભાંડમાં સામે આવ્યું હતું. તેમને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવતા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં