Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મારી જેમ 24 કલાક પાણી ઉપર સ્થિર રહીને દેખાડો’: ‘ફ્લોટિંગ બાબા’એ અંધશ્રદ્ધા...

    ‘મારી જેમ 24 કલાક પાણી ઉપર સ્થિર રહીને દેખાડો’: ‘ફ્લોટિંગ બાબા’એ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષને ફેંક્યો પડકાર, બંને કૂવામાં ઉતર્યા, આગળ શું થયું?- જુઓ વિડીયો

    સમિતિના જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મગરે પાણીમાં માંડ દોઢ મિનિટ જેટલો સમય ટકી શક્યા હતા. પરંતુ, બાબા આરામથી યોગ મુદ્રામાં પાણીમાં રહ્યા. આ દરમિયાન તેમને કોઈ મુશ્કેલી થઈ ન હતી. આ રીતે તેઓ ચેલેન્જ જીતી ગયા હતા.

    - Advertisement -

    બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતાં મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનારી મહારાષ્ટ્રની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ હવે ફ્લોટિંગ બાબા હરિભાઉ રાઠોડ પર સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્રના હિંગોલીના ફ્લોટિંગ બાબા હરિભાઉ રાઠોડ દાવો કરે છે કે તે અને તેમની પત્ની 24 કલાક પાણી ઉપર યોગ મુદ્રામાં સ્થિર રહી શકે છે. બાબાના આ દાવા પર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કહ્યું કે આમાં કોઈ ચમત્કાર નથી. આ કામ તો તેમની સમિતિના સભ્ય પણ કરી શકે છે.

    આને લઈને હરિભાઉ રાઠોડે સમિતિને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે તેમની સિદ્ધી પર સવાલ ઉઠાવતા પહેલા સમિતિના સભ્ય તેમની જેમ પાણીની ઉપર ચોવીસ કલાક રહીને દેખાડે. અને એ પછી સમિતિએ બાબાનો પડકાર સ્વીકાર્યો અને અધ્યક્ષને કૂવામાં ઉતાર્યા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    ફ્લોટિંગ બાબા હરિભાઉ રાઠોડ ચેલેન્જ જીતી ગયા

    રિપોર્ટ્સ મુજબ, ફ્લોટિંગ બાબા હરિભાઉ રાઠોડ હિંગોલી જિલ્લાના દુર્ગસાવંગીના રહેવાસી છે. 4 એપ્રિલ 2023ના રોજ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ બાબાએ આપેલા ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અને પોતાના એક સભ્યને હિંગોલીના ધોતરા ગામમાં ફ્લોટિંગ બાબા સાથે પાણીમાં ઉતાર્યો હતો. જોકે, સમિતિના જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મગરે પાણીમાં માંડ દોઢ મિનિટ જેટલો સમય ટકી શક્યા હતા. પરંતુ, બાબા આરામથી યોગ મુદ્રામાં પાણીમાં રહ્યા. આ દરમિયાન તેમને કોઈ મુશ્કેલી થઈ ન હતી. આ રીતે તેઓ ચેલેન્જ જીતી ગયા હતા.

    - Advertisement -

    સમિતિએ ચમત્કાર ગણવાનો ઇનકાર કર્યો

    જોકે, આ ઘટના બાદ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ બાબા હરિભાઉ રાઠોડ લાંબો સમય સુધી પાણીમાં રહી શકે છે એને ચમત્કાર ગણવાની ના પાડી દીધી હતી. તેમના મતે, બાબા અભ્યાસના બળે જ આ બધું કરી શક્યા છે એટલે તેને ચમત્કાર કહેવો યોગ્ય નથી. બાબા તેને ચમત્કાર કહે તો તેમના પર જાદુટોણા વિરુદ્ધ બનેલા કાયદા કેસ હેઠળ કેસ થઈ શકે છે.

    બાબાએ પોતાની સિદ્ધિને ભગવાનનો આશીર્વાદ ગણાવી

    બાબાએ તેમને પડકારનારા લોકોને વળતો જવાબ આપ્યો કે, “મારા પર આરોપ મૂકતાં પહેલા મારી જેમ કરીને દેખાડો. મેં ચમત્કારનો દાવો નહોતો કર્યો, પરંતુ ભગવાનના આશીર્વાદથી આવું શક્ય થવાની વાત કરી હતી.” બીજી તરફ પોલીસે પણ બાબાની વાતથી સંમત થઈને તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે કોઈ પ્રકારના ચમત્કારનો દાવો નથી કર્યો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં