Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગળામાં કાતર મારીને હત્યા: આઝમગઢના મહોમ્મદ પરવેઝે વાળ કપાવવા આવેલા શિવશંકરની નજીવી...

    ગળામાં કાતર મારીને હત્યા: આઝમગઢના મહોમ્મદ પરવેઝે વાળ કપાવવા આવેલા શિવશંકરની નજીવી વાતમાં હત્યા કરી

    પીડિતના પરિવારજનો તેને નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન શિવશંકર ગુપ્તાનું મૃત્યુ થયું. ઘટના દરમિયાન સલૂનમાં વાળ કપાવી રહેલા લોકો ભાગી ગયા હતા.

    - Advertisement -

    ગળામાં કાતર મારીને હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી સામે આવ્યો છે. હેર સલૂનમાં વાળ કપાવવા ગયેલા શિવશંકર ગુપ્તા નામના વ્યક્તિની નજીવી તકરાર બાદ મોહમ્મદ પરવેઝે ગળામાં ગળામાં કાતર મારીને હત્યા કરી નાખી હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી પરવેઝની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

    આ ઘટના આઝમગઢના કોઈનહાન બજારની છે. અહીં રહેતા શિવશંકર ગુપ્તાના ઘરની સામે તેમનાજ ગામના મોહમ્મદ પરવેઝ ઉર્ફે શીબુનું હેર સલૂન છે. મોડી સાંજે શિવશંકર વાળ કપાવવા માટે પરવેઝની દુકાને ગયો હતો. પોલીસનું કહેવું છે કે બંને વચ્ચે પહેલા વાળ કપાવવા બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન પરવેઝે કાતર ઉપાડી શિવશંકરના ગળામાં ખોચી દીધી હતી.

    ઘટનાની માહિતી મળ્યા બાદ પીડિતના પરિવારજનો તેને નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન શિવશંકર ગુપ્તાનું મૃત્યુ થયું. ઘટના દરમિયાન સલૂનમાં વાળ કપાવી રહેલા લોકો ભાગી ગયા હતા.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટના વકીલ અને બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે પણ આ મામલે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે, “આઝમગઢના રહેવાસી શિવશંકર ગુપ્તા વાળ કપાવવા માટે તેના ઘરની સામે મોહમ્મદ પરવેઝના સલૂનમાં ગયા હતા. વાળ કાપવા દરમિયાન બોલાચાલી થઇ હતી, અને પરવેઝે શિવશંકરના ગળામાં કતાર મારી દીધી હતી. હત્યારો પરવેઝ સરકારી લઘુમતી છે અને મૃતક શિવશંકર ગુપ્તા સરકારી બહુમતી છે.”

    ઘટના બાદ મૃતકના પિતા હરિકેશ ગુપ્તાએ કપ્તાનગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે મોહમ્મદ પરવેઝને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે. મૃતક શિવશંકર બોક્સનો ધંધો કરતો હતો.

    પોલીસ અધિક્ષક અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે, “ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે કપ્તાનગંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કોઈનહાન બજારમાં મોહમ્મદ પરવેઝ ઉર્ફે શીબુની વાળંદની દુકાનમાં પહેલા વાળ કાપવાને લઈને પરવેઝ અને શિવશંકર વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન પરવેઝે શિવશંકરની ગરદન પર કાતર મારી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ શિવશંકરને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.”

    એસપી આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, “મૃતકના પિતાની ફરિયાદના આધારે એફઆઈઆર નંબર 156/22, કલમ આઈપીસી 302અંતર્ગત કપ્તાનગંજ પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પરવેઝને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની આગોતરી તપાસ કપ્તાનગંજ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.

    આ ઘટના બાદ ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. શિવશંકરની હત્યાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ બજારમાં રસ્તો જામ કરી દીધો હતો. આ સાથે દુકાનદારોએ પણ હત્યાના વિરોધમાં પોતાની દુકાનો બંધ રાખી હતી. આ પછી વહીવટીતંત્ર નિઝામાબાદના એસડીએમ રવિ કુમાર અને તહસીલદાર શૈલેન્દ્ર સિંહ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ગ્રામજનો સાથે વાત કરી અને મૃતકના પરિવારને આર્થિક મદદ અને દોષિતોને કડક સજાનું આશ્વાસન આપ્યું. જે બાદ વાહનવ્યવહાર પૂર્વવત થઈ શક્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં