Tuesday, April 30, 2024
More
    હોમપેજમંતવ્યપરીક્ષાના પરિણામોમાં આવતા Percentile અને Percentage શું છે? જાણો સરળ ગણતરી 

    પરીક્ષાના પરિણામોમાં આવતા Percentile અને Percentage શું છે? જાણો સરળ ગણતરી 

    છેલ્લા કેટલાક વર્ષોથી પરિણામમાં ટકા (Percentage) છપાતા, પરંતુ હવે તેનું સ્થાન પર્સેન્ટાઇલ રેન્કે લઇ લીધું છે. પરંતુ આ Percentile રેન્ક સમજવામાં ટકાવારી જેટલા સરળ નથી.

    - Advertisement -

    આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામો અગાઉ મે મહિનામાં જાહેર કરવામાં આવ્યા હતા તેમજ આગામી 6 જૂનના રોજ ધોરણ દસની બોર્ડની પરીક્ષાના પણ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી પરિણામમાં ટકા (Percentage) છપાતા, પરંતુ હવે તેનું સ્થાન પર્સેન્ટાઇલ રેન્કે લઇ લીધું છે. પરંતુ આ Percentile રેન્ક સમજવામાં ટકાવારી જેટલા સરળ નથી. ટકાવારીનું ગણિત સાદું અને સરળ છે અને કુલ ગુણ અને પ્રાપ્ત ગુણમાંથી ટકાવારી શોધી શકાય છે. પરંતુ પર્સેન્ટાઇલ રેન્ક જુદી જ માયા છે.

    Percentage એટલે કે ટકાવારી એટલે શું?

    પહેલા પરિણામ પર Percentage એટલે કે ટકાવારી છપાતી. ટકાવારીનો સીધો મતલબ છે કે તમને મળેલા કુલ ગુણ સરેરાશ દર 100એ કેટલા મળ્યા. જેમ કે તમને 600 માંથી 547 ગુણ મળ્યા હોય તો તેને 100માં ફેરવવા કરવા માટે 547/06 કરવું પડે એટલે કે 91.17 ટકા થાય. જો પ્રશ્નપત્ર 100 ગુણનું ન હોય તોપણ ટકાવારી 100 માં રૂપાંતરિત કરીને જ કરવાની હોય છે.

    - Advertisement -

    Percentile એટલે કે પ્રતિશત ક્રમાંક એટલે શું?

    હવે પરિણામમાં Percentile આવે છે એટલે કે પ્રતિશત્ ક્રમાંક. પ્રતિશત્ ક્રમાંકનો સીધો મતલબ થાય છે કે તમે કેટલા વિદ્યાર્થીઓ કરતા આગળ છો. જેમકે, કોઈ વિદ્યાર્થીના Percentile 98.15 છે અને રાજ્યમાં 15,00,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, અને જેમાંથી 10,00,000 પાસ થયા તો તેનો અર્થ એ થાય છે કે 10,00,000*98.15/100=9,81,500. અર્થાત જે-તે વિદ્યાર્થીએ 9,81,500 વિદ્યાર્થીઓ કરતા વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. હવે આ ગણતરી પ્રમાણે વિદ્યાર્થી આશરે કયા ક્રમે હશે તે જાણી શકાય. હવે ઉપરનો વિદ્યાર્થી 10,00,000-9,81,500= 18,500મા નંબર પર (રાજ્યમાં) છે. તેનો અર્થ કે જેના Percentile ૯૯.૯૯ હોય તે રાજ્યમાં પ્રથમ સ્થાને હશે અને જેનો Percentile ૦.૦૧ હશે તે રાજ્યમાં અંતિમ નંબર પર હશે. આમ તો Percentile ગણવા માટે સૂત્ર પણ છે પરંતુ સરળતા ખાતર ઉપર મુજબની ગણતરી વધુ યોગ્ય રહે છે.

    Percentileનો ઉપયોગ શું છે?

    દર વખતે રાજ્યમાં પરિણામ અગલ-અલગ હોય છે અને દર વખતે પરિણામ પર અસર કરતા પરિબળો અલગ અલગ હોય છે. જેમકે, પેપરો સહેલા કે અઘરા નીકળવા. પરીક્ષા સમયે તેના ટૂંકા સમય પહેલાં આવતી આફત. દાખલ તરીકે, 2001 જાન્યુઆરીમાં આવેલો ભૂકંપ. તો ઘણીવાર નબળા વિદ્યાર્થી સારા ટકા લાવે અને ક્યારેક અઘરા પેપરના કારણે હોંશિયાર વિદ્યાર્થીઓ પણ સારા માર્ક્સ લાવી શકતા નથી. માટે ટકાવારીની મદદથી ચાલુ વર્ષના જ વિદ્યાર્થીની સરખામણી શક્ય બનતી પણ અલગ-અલગ વર્ષના વિદ્યાર્થીની સરખામણી યોગ્ય ન હતી.

    હવે પ્રતિશત્ ક્રમાંકની મદદથી કોઈ પણ વર્ષના બાળકને સરખાવી શકાય કારણ કે પ્રતિશત્ ક્રમાંકથી જે-તે વર્ષમાં બાળક રાજ્યમાં કયા ક્રમે રહ્યું તે જાણી શકાય. એટલે કે percentile એ એક પ્રકારનું રાજ્યકક્ષાનું મેરિટ લિસ્ટ જ કહેવાય.

    જોકે, ઘણીવાર આ Percentile રેન્કનો દુરુપયોગ પણ થાય છે. જેમકે, ઘણીવાર વિદ્યાર્થી વાલીને Percentile ને જ Percentage બતાવીને ફાયદો ઉઠાવતા હોય છે. તદુપરાંત, ટકાવારી જણાવતી વખતે પણ Percentile અને ટકામાં ગૂંચવાડો થાય છે. સૌથી વધુ દુરુપયોગ ટ્યુશન ક્લાસીસના માલિકો કરે છે. જેઓ Percentile ના આંકડા પાછળ ટકા (%) નું નિશાન લખીને મોટી-મોટી જાહેરાતો કરે છે. જ્યારે હકીકતે Percentile પાછળ કોઈ ચિહ્ન વપરાતું નથી અને તેની આગળ માત્ર PR લખાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં