કટ્ટરપંથી ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને (Zakir Naik) ઓમાનથી પકડીને ભારત લાવવામાં આવી શકે છે. ગુપ્તચર સૂત્રોને ટાંકીને ‘નેટવર્ક 18’એ માહિતી આપી છે કે ઝાકિર નાઈક 23મી માર્ચે ઓમાન (Oman) પહોંચવાનો છે. દરમિયાન તેને કસ્ટડીમાં લેવાની તૈયારી ચાલી રહી છે. આ માટે ભારતીય ગુપ્તચર એજન્સીઓ ઓમાનના અધિકારીઓના સંપર્કમાં છે.
#BREAKING | Oman rolls out red carpet for Zakir Naik; invites preacher to preach Islamic sermons during Ramzan.#ZakirNaik #Oman #Ramzan #RedCarpet #IslamicSermons pic.twitter.com/HvhijtBLTy
— Republic (@republic) March 21, 2023
અહેવાલો અનુસાર, ઝાકિર નાઈકને ઓમાનમાં 2 કાર્યક્રમોને સંબોધિત કરવા માટે બોલાવવામાં આવ્યો છે. ઓમાનના અવકાફ અને ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા 23 માર્ચ, 2023ના રોજ પ્રથમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ઈસ્લામિક ધર્મગુરુ “ધ કુરાન એ ગ્લોબલ નેસેસીટી” (The Quran a Global Necessity) પર તેમનું પ્રવચન આપશે.
ઓમાનમાં ઝાકિર નાઈકનો બીજો કાર્યક્રમ 25 માર્ચે સુલતાન કબૂસ યુનિવર્સિટીમાં યોજાવાનું છે. આ કાર્યક્રમમાં તેણે “પ્રોફેટ મુહમ્મદ એ મર્સી ટુ હ્યુમનકાઇન્ડ” (Prophet Muhammad A Mercy to Humankind) પર પ્રવચન આપવાનું છે.
ઓમાનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સ્થાનિક કાયદા મુજબ ઝાકિર નાઈકને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે સ્થાનિક એજન્સીઓ સાથે વાતચીત ચાલી રહી છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે ભારતીય સત્તાવાળાઓની વિનંતી પર સ્થાનિક અધિકારીઓ દ્વારા નાઈકને કસ્ટડીમાં લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
કસ્ટડીમાં લીધા બાદ ભારતીય એજન્સીઓ દ્વારા આગળની કાર્યવાહી માટે એક ટીમને ઓમાન મોકલવામાં આવી શકે છે. નોંધનીય છે કે વિદેશ મંત્રાલય દ્વારા ભૂતકાળમાં ઓમાનના રાજદૂત સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઓમાનમાં પણ ભારતીય રાજદૂતોએ ત્યાંના વિદેશ મંત્રાલય સમક્ષ નાઈકનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભારતનો ભાગેડુ અને નેક દેશોમાં ભાષણ પર પ્રતિબંધ
દરમિયાન, ભારતીય મીડિયાએ તેની સંભવિત ધરપકડ અંગે અહેવાલ આપ્યા બાદ ઝાકિર નાઈક ઓમાનની મુલાકાત લેશે કે કેમ તે સ્પષ્ટ નથી. ભારતમાં તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો ત્યારથી તેણે મલેશિયામાં આશરો લીધો છે. ઝાકિર નાઈક જુલાઈ 2016માં બાંગ્લાદેશના ઢાકામાં બોમ્બ બ્લાસ્ટ બાદ ભારત છોડીને ભાગી ગયો હતો. આ બ્લાસ્ટમાં 29 લોકોના મોત થયા હતા. હુમલામાં સામેલ આતંકવાદીઓએ કહ્યું હતું કે તેઓ નાઈકના ભાષણોથી પ્રભાવિત હતા.
ભારતમાં ઝાકિર નાઈક વિરુદ્ધ મની લોન્ડરિંગ, આતંકવાદને પ્રોત્સાહન આપવા, ધર્મ પરિવર્તન, સમાજમાં નફરત ફેલાવવા, નફરત ફેલાવવા સહિતની પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. 2019 માં, હિંદુઓ અને ચીની મલેશિયનો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કર્યા પછી ઝાકીરને મલેશિયામાં ભાષણ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંબંધમાં કટ્ટરપંથી ઈસ્લામિક ઉપદેશક નાઈકની કલાકો સુધી પૂછપરછ પણ કરવામાં આવી હતી.
ગયા વર્ષે, OpIndiaએ અહેવાલ આપ્યો હતો કે તેણે કેવી રીતે અગાઉ ઇંગ્લેન્ડના મિડલેન્ડ્સ પ્રદેશમાં, લેસ્ટરમાં હિંસા ભડકાવનારાઓ સાથે હાથ મિલાવ્યા હતા. FIFA વર્લ્ડ કપ 2022 દરમિયાન કતરે ઝાકિર નાઈકને આમંત્રણ મોકલ્યું હતું. ભારતે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યા બાદ કતારે સ્પષ્ટતા આપી હતી. કતારે કહ્યું હતું કે ઝાકિર નાઈકને દોહામાં આયોજિત ફિફા વર્લ્ડ કપ ઈવેન્ટમાં સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું નથી.