Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'યોગીજી માફ કરના, ગલતી મ્હારે સે હો ગઈ': યુપીમાં એન્કાઉન્ટરથી ડરીને અપરાધીએ...

    ‘યોગીજી માફ કરના, ગલતી મ્હારે સે હો ગઈ’: યુપીમાં એન્કાઉન્ટરથી ડરીને અપરાધીએ પ્લેકાર્ડ સાથે કર્યું આત્મસમર્પણ, 2 અઠવાડિયામાં 50થી વધુ ગુનેગારો થયા સરેન્ડર

    અંકુર ઉર્ફે રાજાએ ભવિષ્યમાં કોઈ ગુનો નહીં કરવાના શપથ પણ લીધા હતા. આ દરમિયાન, તેણે પોલીસને ખાતરી આપી કે તે વિસ્તારમાં આચરવામાં આવતા ગુનાઓને રોકવામાં તે તેમને સહકાર આપશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) ની આગેવાની હેઠળની સરકારમાં ગુનેગારોમાં એવો ભય છે, જે આખા દેશમાં બીજે ક્યાંય જોવા મળ્યો નથી. યુપીમાં સરકારની કડકાઈથી ડરીને ગુનેગારો પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કરી રહ્યા છે. એન્કાઉન્ટર અને બુલડોઝરના ડરથી આત્મસમર્પણ કરવાનું આવું જ એક દ્રશ્ય બુધવારે (15 માર્ચ 2023) જોવા મળ્યું હતું.

    પોતાના ગુના માટે માફી માંગતો, એક બદમાશ અંકુર ઉર્ફે રાજા હાથમાં પ્લેકાર્ડ લઈને મુઝફ્ફરનગરના મન્સૂરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો. આરોપીના પ્લેકાર્ડ પર લખ્યું હતું, ‘યોગી જી માફ કરના, ગલતી મ્હારે સે હો ગઈ’. પોલીસ સ્ટેશન પહોંચતા જ બદમાશે ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ સાથે હતા.

    ભવિષ્યમાં કોઈ ગુન્હો ન કરવાની આપી બાંહેધરી

    અંકુર ઉર્ફે રાજાએ ભવિષ્યમાં કોઈ ગુનો નહીં કરવાના શપથ પણ લીધા હતા. આ દરમિયાન, તેણે પોલીસને ખાતરી આપી કે તે વિસ્તારમાં આચરવામાં આવતા ગુનાઓને રોકવામાં તે તેમને સહકાર આપશે. અંકુર એ જિલ્લાનો હિસ્ટ્રીશીટર છે. તેની સામે લૂંટના ગુના નોંધાયેલા છે. અંકુરને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    અગાઉ આ ગુનેગારના બે સાથીઓની પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી હતી. મંગળવાર (14 માર્ચ, 2023) ની રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે બંને બદમાશોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી લૂંટેલી બાઇક પણ પરત મેળવી હતી. આ દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો. બીજા દિવસે તેણે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું.

    અંકુર ઉર્ફે રાજા શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોયલા ગામનો રહેવાસી છે. અંકુર, તેના બે સાથીદારો સાથે – બાગપતના છપૌલી પોલીસ સ્ટેશનના રહેવાસી અજય અને મેરઠના દારૌલાના રહેવાસી વંશ છોકારે મન્સૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક લૂંટની બે ઘટનાઓને અંજામ આપ્યો હતો.

    15 દિવસમાં 50થી વધુનું આત્મસમર્પણ

    નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર અને બુલડોઝરના ડરથી ઘણા મોટા ગુનેગારોએ આત્મસમર્પણ કરી દીધું છે. બે સપ્તાહમાં 50થી વધુ ગુનેગારોએ આત્મસમર્પણ કર્યું છે.

    આ બાબત અંગે અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે 15 દિવસમાં 50થી વધુ ગુનેગારોએ માત્ર આત્મસમર્પણ કર્યું નથી, પરંતુ ફરી ગુનામાં સામેલ નહીં થવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.

    પોલીસ અને પ્રશાસનની કડકાઈથી ગુનેગારોમાં ભયનો માહોલ

    આજ તક મુજબ, યુપીના સહારનપુર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં 24 ગુનેગારો લાઇનમાં ઉભા હતા અને ગુનાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ જ રીતે દેવબંદમાં 4 દારૂના દાણચોરોએ આત્મસમર્પણ કર્યું હતું. શામિલમાં પણ આવું જ બન્યું. પ્રતાપગઢના રેલવે સ્ટેશન પર મહિલા પર બળાત્કાર કરનાર ગુનેગારે પણ એન્કાઉન્ટરના ડરથી આત્મસમર્પણ કર્યું હતું.

    હરદોઈમાં હોસ્પિટલમાં લાવવામાં આવેલા ગુનેગારે પોલીસ સાથે જવાની ના પાડીને હંગામો મચાવ્યો હતો. તેણે કહ્યું કે પોલીસ પગમાં ગોળી મારે છે. તેણે કહ્યું કે પોલીસને લેખિતમાં આપવું જોઈએ કે તે ગોળી નહીં ચલાવે, તો જ તે તેની સાથે જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં