જમ્મુથી એક ખુબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌને શ્રદ્ધા હત્યાકાંડની યાદ અપાવી દીધી છે. અહીં હોળીની રજાઓમાં દિલ્હીથી જમ્મુ પહોંચતા ડો. સુમેધા શર્મા (Dr. Sumedha Sharma) પોતાના ઘરે ન ગઈ અને સીધી જ પોતાના મિત્ર જોહરને (Johar Mahmood) તેના પમ્પોશ કોલોની સ્થિત ઘરે મળવા ગઈ હતી. કોઈ બાબતે ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન જોહર રસોડામાંથી છરી લાવ્યો હતો અને સુમેધાના પેટમાં હુલાવી દીધો હતો.
રિપોર્ટ્સ અનુસાર, સુમેધા અને જોહર પહેલાથી જ એકબીજાને ઓળખતા હતા. જમ્મુમાં 8 માર્ચ, 2023 ના રોજ સાંજે હત્યા કર્યા પછી, જોહરે ફેસબુક પર આત્મહત્યા કરવાની વાત કરી હતી. આ પછી પોલીસ તેના ઘરે પહોંચી અને સમગ્ર મામલો સામે આવ્યો.
Dr Sumedha Sharma was brutally stabbed to death with a kitchen knife by Dr Johar Mehmood Ganai.
— Arun Pudur (@arunpudur) March 10, 2023
On Holi they had an argument and Johar chose the stab her multiple times. When you are thought women are same as cattle they treat them that way no matter how educated they are. pic.twitter.com/PdOjyBA0ma
ડેન્ટલના અભ્યાસ દરમિયાન થઇ હતી ઓળખાણ
અહેવાલો અનુસાર, જમ્મુના તાલાબ ટિલ્લોમાં ગોલ પુલીની રહેવાસી સુમેધા દિલ્હીમાં રહેતી વખતે એમડીએસનો અભ્યાસ કરતી હતી. પમ્પોશ કોલોનીમાં રહેતા જોહર સાથે ઘણા વર્ષોથી તેની મિત્રતા હતી. જોહર અને સુમેધા બંનેએ જમ્મુની સીઓડા ગંગ્યાલ ડેન્ટલ કોલેજમાંથી બીડીએસ કર્યું છે. આ સમય દરમિયાન જ તેઓ મિત્રો બન્યા હતા. સુમેધા વધુ અભ્યાસ માટે દિલ્હી ગઈ હતી, જ્યારે જોહર જમ્મુમાં ભણતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, હોળીની રજાઓમાં દિલ્હીથી જમ્મુ પહોંચતી વખતે સુમેધા પોતાના ઘરે ન ગઈ અને સીધી પમ્પોશ કોલોની સ્થિત તેના ઘરે જોહરને મળવા ગઈ. અહીં કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન જોહર રસોડામાંથી છરી લાવ્યો હતો અને સુમેધાના પેટમાં હુલાવી દીધો હતો અને સુમેધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જોહરે હત્યા કર્યા બાદ ફેસબુક પર આત્મહત્યા કરવાની પોસ્ટ મૂકી હતી
સુમેધાના મૃત્યુ બાદ જોહરે ફેસબુક પર એક પોસ્ટ લખી હતી કે તે તેના જીવનથી કંટાળી ગયો છે અને આત્મહત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યો છે. જોહરની ફેસબુક પોસ્ટ જોઈને સંબંધીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યારે પોલીસ જોહરના ઘરે પહોંચી તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને અંદર પ્રવેશેલી પોલીસને સુમેધા લોહીના ખાબોચિયામાં પડેલી અને જોહર ઘાયલ અવસ્થામાં જોવા મળ્યો હતો. બંનેને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ સુમેધાને મૃત જાહેર કરી. જૌહરની સારવાર ચાલી રહી છે.
પોલીસ હત્યાના કારણની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે સારવાર બાદ જોહરનું નિવેદન લેવામાં આવશે. હાલ ક્રાઈમ સીન પરથી મળેલા પુરાવાના આધારે જોહર સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને કર્યા હતા 35 ટુકડા
ગતવર્ષે આફતાબ આમીન પૂનાવાલા નામના ઈસમે હિંદુ યુવતી શ્રદ્ધાને પહેલાં ગળું દબાવીને મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. જેને પાણી વડે ધોઈને સાફ કરીને ભરવા માટે એક ફ્રિજ પણ લાવ્યો હતો. ત્યારબાદ તે દરરોજ રાત્રે 2 વાગ્યે નીકળીને ટુકડાઓ નજીકમાં આવેલા જંગલ અને આસપાસના વિસ્તારોમાં ફેંકી આવતો હતો.
આ કેસની વિગતો બહાર આવ્યા બાદ દેશભરમાં ઉહાપોહ મચી જવા પામી હતી અને હવે જમ્મુથી ડો. સુમેધા શર્મા સાથે થયેલ આ તાજી ઘટના પ્રકાશમાં આવી રહી છે.