તમિલનાડુમાં બિહારી લોકો પર હિન્દી બોલવા બબાતે કથિત હમલા પર રાજનીતિ થોભવાનું નામ લેતી નથી. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં બિહારી લોકો સાથે અન્યાય થયાના સમાચાર વાયરલ થયા હતા. જો કે તેને બિહાર સરકારે અને તમિલનાડુ સરકારે નકારી દીધું હતું. આ ઉપરાંત જે પણ લોકોએ આવી કોઈ પણ પોસ્ટ કરી હતી તે લોકો પાસ અફવા ફેલાવવા બાબતે કેસ પણ કર્યો હતો. હવે આ મામલે સીબીઆઈ તપાસની માંગ થઇ છે.
હવે આ મામલે રાજકારણ ગરમાયું છે, તમિલનાડુ ભાજપા પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ મામલે કે. અન્નામલાઈ પહેલા દિવસથી જ આક્રમક રહ્યા છે. જેના કારણે ગઈ કાલે તેમના પર તમિલનાડુ સરકારે કેસ કર્યો હતો. તેમાં તેમના પર અફવા ફેલાવવા અને બે જુથો વચ્ચે વૈમનસ્ય વધારવાની કલમો લગાડવામાં આવી છે. કે. અન્નામલાઈએ હવે સીબીઆઈ તપાસની માંગ કરીને સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર આખો મામલો દબાવવા માંગે છે.
તમિલનાડુ પોલીસે આ મામલે જે પણ કોઈ બોલે છે તેના પર અફવા ફેલાવવાનો કેસ નોધે છે, બે દિવસ પૂર્વે ભાજપાના પ્રવક્તા પ્રશાંત પટેલના વિરોધમાં કેસ નોધ્યો છે. જેમાં પ્રશાંત પટેલે એક ટ્વીટ કરીને તમિલનાડુમાં હિન્દી બોલવામાં કારણે બિહારીઓની હત્યા થઇ હોવાની વાત કહી હતી. જો કે તે ટ્વીટ ત્યાર બાદ તેમણે ડીલીટ પણ કરી દીધી હતી.
આ સિવાય દૈનિક ભાસ્કર અને તેના સંપાદક પર પણ આરીતનો જ આરોપ હતો કે તેમણે અફવા ફેલાવી છે. તેમના એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિહારના કેટલાક લોકોને તમિલનાડુમાં હિન્દી બોલવા બાબતે મારવામાં આવ્યા છે. ફોનમાં હિન્દી ચેટમાં વાત કરવાના બદલામાં બિહારી લોકોને ધમકી મળી હતી, આ સાથે જ વિડીયો પણ છે, જેમાં બે જુથો વચ્ચે અથડામણ દેખાઈ રહી છે. વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે આમાં 12 લોકોના મૃત્યુ થયા છે. તમિલનાડુમાં બિહારીઓ સાથે તાલીબાન જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ દાવા બાદ તમિલનાડુ પોલીસે તેમના પર પણ કેસ કર્યો છે.
આ મામલે તમિલનાડુ સરકારે એક અલગ ટીમનું ગઠન પણ કર્યું છે, જેમાં જેમના પર પણ આ રીતના કેસ કરવામાં આવ્યા છે તેની ધરપકડ કરવામાં આવશે.