ઉત્તર પ્રદેશના વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)ના વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને કેમ્પસમાં હોળી રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ પછી, પ્રોક્ટરના આદેશને અવગણીને, વિદ્યાર્થીઓએ ઉત્સાહથી હોળી રમી હતી.
ગુરુવારે (2 માર્ચ, 2023), BHU કેમ્પસમાં દરેક જગ્યાએ હોળીની મોજ જોવા મળી હતી. આ દરમિયાન ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ BHU પ્રશાસનના જાહેર સ્થળોએ હોળી ન રમવાના નિર્દેશો સામે અલગ રીતે વિરોધ કર્યો હતો. મધુબનથી લઈને આર્ટસ ફેકલ્ટી સુધી દરેક સ્થળ પર હોળીની મજાનો રંગ દેખાતો હતો.
વિદ્યાર્થીઓએ વિઝ્યુઅલ આર્ટ્સ ફેકલ્ટી પાસે પાણીના ટબમાં બેસીને હોળી રમી હતી. બીજી તરફ મધુબનમાં વિદ્યાર્થીઓએ કુર્તાફાડ હોળી રમી હતી. કેટલાકના શર્ટ ફાટી ગયા હતા તો કેટલાકના કુર્તા. આ દરમિયાન કેમ્પસમાં ડીજે વાગતું રહ્યું અને વિદ્યાર્થીઓએ ફિલ્મ અને ભોજપુરી ગીતો પર ડાન્સ કર્યો હતો.
Banaras Hindu University Students celebrating Holi despite the ban on Holi celebration by BHU administration.#BHU #Varanasi #BHUVC pic.twitter.com/fs8Re13hdb
— Pranab Jha (@pminu) March 3, 2023
BHU વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આદેશ અંગે BHUના ABVP પ્રમુખ અભય સિંહે કહ્યું, “આ અયોગ્ય આદેશ છે. આટલું વિશાળ કેમ્પસ ધરાવતું BHU દેશની ટોચની સંસ્થાઓમાંની એક છે. જો વિદ્યાર્થીઓને અહીં હોળી રમવાની પરવાનગી નથી તો તેઓ ક્યાં રમશે?”
વિદ્યાર્થીઓએ કહ્યું કે આવા ગેરવાજબી આદેશો આપવાને બદલે યુનિવર્સિટી પ્રશાસને કેમ્પસની અંદર સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થી નેતાઓએ તમામ વિદ્યાર્થીઓને રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણી કરવા વિનંતી કરી હતી. આ સાથે તેમણે યુનિવર્સિટી પ્રશાસનને ચેતવણી આપી હતી કે જો કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે.
ચીફ પ્રોક્ટર અભિમન્યુ સિંહના નામે જારી કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટી કેમ્પસમાં જાહેર સ્થળે ભેગા થઈને હોળી રમવા, ગુંડાગીરી કરવી, સંગીત વગાડવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આવું કરનાર સામે વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.
જોકે, યુનિવર્સિટી પ્રશાસનનો આ આદેશ જાહેર થયા બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો BHU પ્રશાસનની ટીકા કરી રહ્યા છે. સમ્રાટ ભાઈ નામના યુઝરે લખ્યું, “બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુધીર જૈન, જે રમઝાન દરમિયાન ઈફ્તારીનું આયોજન કરતા હતા, તેમણે કેમ્પસમાં હોળી પર પ્રતિબંધ મૂક્યો છે. વાઇસ ચાન્સેલર શરમ કરો.”
Vice-Chancellor of Banaras Hindu University Sudhir Jain, who hosted Iftari during Ramzan, has banned Holi at the campus.@VCofficeBHU थोड़ी शर्म करो।। pic.twitter.com/Ghc6baODmL
— Samrat Bhai (@BhaiiSamrat) March 3, 2023
2022માં ઇફ્તારી બાબતે થયો હતો વિવાદ
નોંધનીય છે કે આ એ જ યુનિવર્સિટી છે, જ્યાં ગયા વર્ષે એપ્રિલ 2022માં રોઝા ઈફ્તારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતને લઈને હોબાળો થયો હતો. આના પર, BHU પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી રોઝા ઇફ્તારનું આયોજન કરવામાં આવે છે અને યુનિવર્સિટી પરિવારના વડા હોવાના કારણે વાઇસ ચાન્સેલર તેમાં ભાગ લઈ રહ્યા છે.
રોઝા ઇફ્તારીનું આયોજન કરવાવાળું યુનિવર્સીટી પ્રસાશને હોળીના રંગોથી ડરીને યુનિવર્સિટીમાં અને જાહેર સ્થળોએ તેને ન રમવા માટે સૂચના આપી છે. એટલું જ નહીં, યુનિવર્સિટીએ આ આદેશનો ભંગ કરનાર સામે પગલાં લેવાની પણ ચીમકી આપી છે. જો કે તેના વિરોધમાં વિદ્યાર્થીઓએ ઉગ્રતાથી હોળી રમી હતી.