મધ્યપ્રદેશના ભોપાલમાં એક સરકારી શાળામાં નમાઝ પઢવાનો મામલો સામે આવ્યો છે. બાળકોને વર્ગમાંથી બહાર કાઢીને 2 શિક્ષિકાઓ દ્વારા આ નમાઝ પઢવામાં આવે છે. મળતી માહિતી મુજબ આવું દરરોજ થાય છે. આ મામલો મંગળવારે (28 ફેબ્રુઆરી 2023) પ્રકાશમાં આવ્યો હતો. નેશનલ ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે સંબંધિત અધિકારીઓને નોટિસ મોકલીને આ મામલે તેમનો જવાબ મંગાવ્યો છે.
દૈનિક ભાસ્કર અનુસાર, આ મામલો ભોપાલના જહાંગીરાબાદ વિસ્તારની મોડલ સીએમ રાઈઝ રાશિદિયા સ્કૂલનો છે. અહીં બે મહિલા શિક્ષિકાઓ પર આરોપ છે કે તેઓ ચાલુ ક્લાસે સરકારી શાળામાં નમાઝ પઢતી હતી. નમાઝ પહેલા તેઓ તેમના વર્ગમાં ભણતા તમામ બાળકોને બહાર મોકલી દેતા હતા. જ્યારે આ જ શાળામાં બાકીના વર્ગના અન્ય શિક્ષકો રાબેતા મુજબ ભણાવતા જોવા મળ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આ બંને શિક્ષકોનું રોજનું કામ હતું. મંગળવારે કોઈએ તેનો વીડિયો બનાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે બંને શિક્ષક બાળકોને બહાર મોકલી દે છે અને દરરોજ નમાઝ પઢે છે. બાળકોને પણ શુક્રવારે એ જ સ્કૂલ કેમ્પસમાં નમાઝ પઢાવવામાં આવે છે.
बच्चों की पढ़ाई के मूल कार्य रोक कर स्कूलों में इस प्रकार की गतिविधि नहीं करना चाहिए,आयोग द्वारा संज्ञान ले कर सम्बंधित अधिकारियों को नोटिस प्रेषित करने की कार्यवाही की जा रही है।
— प्रियंक कानूनगो Priyank Kanoongo (@KanoongoPriyank) March 1, 2023
भोपाल में 2 टीचर ने बच्चों को बाहर कर क्लास रूम में पढ़ी नमाजhttps://t.co/h1vvhJbutl
નોંધનીય છે કે જે રાશિદિયા સ્કૂલમાં નમાઝ અદા કરવાની માહિતી સામે આવી છે તે મધ્યપ્રદેશની પ્રથમ સ્કૂલ તરીકે સીએમ રાઇઝ તરીકે પસંદ કરવામાં આવી હતી. નેશનલ ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માંગતી નોટિસ મોકલી છે. પ્રિયંકે 1 માર્ચ, 2023 ના રોજ કરેલા પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “બાળકોના શિક્ષણના મૂળભૂત કાર્યને અટકાવીને આવી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ.”
સાંસદે કેન્દ્રીય વિદ્યાલયમાં નમાજ થતી હોવાનો આરોપ લગાવ્યો હતો
નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં ભોપાલની બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ત્યાંની કેન્દ્રીય વિદ્યાલયમાં નમાજનું આયોજન થતું હોવાનો આક્ષેપ કરીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય વિદ્યાલયમાં ગેરકાયદેસર મસ્જિદ પણ બનાવવામાં આવી છે જ્યાં બહારના લોકો નમાજ પઢવા આવે છે. બીજેપી સાંસદે તેને શાળાની વિદ્યાર્થીનીઓ માટે અસુરક્ષિત ગણાવ્યું હતું. જે બાદ તે બાબતે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે શાળાના પરિસરમાં નમાઝ પઢવાની મંજૂરી આપનાર આચાર્ય સામે પણ કાર્યવાહી થવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે, કેન્દ્રીય વિદ્યાલય નંબર-2 ભોપાલના ઉત્તર મધ્ય વિસ્તારમાં સ્થિત છે અને કોંગ્રેસના આરિફ મસૂદ અહીંથી ધારાસભ્ય છે.