Friday, November 22, 2024
More
    હોમપેજદેશદાઢી કપાવવા બદલ 4 વિદ્યાર્થીઓ નિષ્કાસિત: દારુલ ઉલૂમ દેવબંદનો ફતવો, મૌલાના કાસમીએ...

    દાઢી કપાવવા બદલ 4 વિદ્યાર્થીઓ નિષ્કાસિત: દારુલ ઉલૂમ દેવબંદનો ફતવો, મૌલાના કાસમીએ કહ્યું- એક મુઠ્ઠી જેટલી દાઢી રાખવી ઇસ્લામમાં સુન્નત છે

    “દરેક મુસ્લિમે સુન્નત અને શરિયા પ્રમાણે જીવવું જોઈએ. દાઢી રાખવી ઇસ્લામમાં સુન્નત છે. તે રાખવી જોઈએ." - મૌલાના મુફ્તી અસદ કાસમી

    - Advertisement -

    ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા દારુલ ઉલૂમ દેવબંદે નવો આદેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થામાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીની દાઢી નહીં કાપવામાં આવે. જો તે દાઢી કાપશે તો તેને તરત જ સસ્પેન્ડ કરવામાં આવશે. દારુલ ઉલૂમે 6 ફેબ્રુઆરીના રોજ દાઢી કપાવવા બદલ 4 વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દારુલ ઉલૂમે પોતાના નિર્ણયને ઇસ્લામનો સાચો ઉપદેશ ગણાવ્યો છે. શિક્ષણ વિભાગના વડા મૌલાના હુસૈન અહેમદ હરિદ્વારીએ આ ફરમાન જારી કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે દાઢી કાપનારા વિદ્યાર્થીઓના નામ દારુલ ઉલૂમમાંથી કાઢી નાખવામાં આવશે. દાઢી વગરના લોકોનું પ્રવેશ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ આદેશમાં કોઈપણ પ્રકારની છૂટ નહીં આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરી, 2023ના રોજ દારુલ ઉલૂમે દાઢી કપાવનારા 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હતા. ભૂલ સ્વીકારીને હાંકી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓએ દારુલ ઉલૂમમાં ફરી આવું ન કરવા માટેનું એલાન આપ્યું હતું. પરંતુ ત્યાંના શિક્ષણ વિભાગ પર આની કોઈ અસર થઈ ન હતી. તેણે હાંકી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની છૂટ આપવાનો ઈન્કાર કર્યો છે. દારુલ ઉલૂમે પોતાના નિર્ણયમાં વિદ્યાર્થીઓની દાઢી કાપવાને સુન્નતની વિરુદ્ધ ગણાવ્યું હતું.

    - Advertisement -

    ઉલેમાઓએ દારુલ ઉલૂમ દેવબંદના નિર્ણયનું કર્યું સમર્થન

    દારુલ ઉલૂમ દેવબંદ સંસ્થાના તાજેતરના ફરમાનને ઉલેમાઓએ પણ સમર્થન આપ્યું છે. મદરેસા જામિયા શેખુલ હિંદના મોહતમિમ મૌલાના મુફ્તી અસદ કાસમીએ દૈનિક ભાસ્કરને જણાવ્યું, “દરેક મુસ્લિમે સુન્નત અને શરિયા પ્રમાણે જીવવું જોઈએ. દાઢી રાખવી ઇસ્લામમાં સુન્નત છે. તે રાખવી જોઈએ.” આગળ મૌલાના કાસમીએ કહ્યું છે કે, “ઇસ્લામમાં મુઠ્ઠીભર દાઢી રાખવી સુન્નત છે. આનાથી વધુ વધી ગયેલી દાઢી કાપવામાં કોઈ નુકસાન નથી.”

    નોંધપાત્ર રીતે, દારુલ ઉલૂમ દેવબંદને ઇસ્લામની દેવબંદી વિચારધારાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. આ ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા અગાઉ પણ તેના ફરમાન અને ફતવાઓને કારણે સમાચારમાં રહી છે. આ સંસ્થામાંથી ફોટોગ્રાફ્સ લેવા, કોન્ડોમનો ઉપયોગ કરવા, મહિલાઓ માટે બ્યુટી પાર્લરમાં જવા, આઈબ્રો કરાવવા, અજાણ્યા પુરુષો દ્વારા મહેંદી લગાવવી, વેક્સિંગ વગેરે વિરુદ્ધ ફતવા બહાર પાડવામાં આવ્યા છે. આ મોટા ભાગના ફતવાઓને ઇસ્લામિક ઉલેમાઓનું સમર્થન હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં