એક મોટી સફળતા કવાયતમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા ગુરુવારે બારામુલ્લામાં એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી કમાન્ડર યુસુફ કાંતરૂ ઠાર મરાયો હતો. જે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી લાંબા સમય સુધી પોલીસથી બચીને રેહવાવાળો આતંકવાદી હતો. પોલીસે તેની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરી છે.
IGP કાશ્મીર વિજય કુમારે ટ્વિટર પર આ માહિતી આપી હતી કે “બારામુલ્લા એન્કાઉન્ટરમાં લશ્કરના ટોચના આતંકવાદી કમાન્ડર યુસુફ કાંતરૂ માર્યો ગયો. તે નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોની અનેક હત્યાઓમાં સામેલ હતો જેમાં તાજેતરમાં એક SPO અને તેના ભાઈ, એક સૈનિક અને બડગામ જિલ્લામાં એક નાગરિકની હત્યાનો સમાવેશ થાય છે.”
Top LeT terrorist Commander Yousuf Kantroo killed in Baramulla encounter. He was involved in several killings of civilians & Security Forces personnel incl recent killing of an SPO & his brother, one soldier & a civilian in Budgam district: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/FF0E5Jo0FQ
— ANI (@ANI) April 21, 2022
ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના માલવાહ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશેના ચોક્કસ ઇનપુટ્સના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારની શરૂઆતમાં 3 ભારતીય જવાનો ઘાયલ થયા છે. બડગામ પોલીસ અને ભારતીય સેના એલર્ટ સ્થિતિમાં છે કારણ કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઘાયલ આર્મી સૈનિકોની ઓળખ 62 RR ના મેજર સુભાંગ એડજટ (ડાબી બાજુની ગરદન પર ઈજા), પૂર્ણ ચંદ (ડાબા પગમાં ઈજા), સેલવા કુમાર (છાતીની ડાબી બાજુ અને ડાબી જાંઘ પાછળની બાજુએ નાની ઈજા) અને હવાલદાર મોહન તરીકે કરવામાં આવી હતી.
#BaramullaEncounterUpdate: Exact location of #encounter is Malwah area. In the initial exchange of fire, 03 soldiers recieved minor injuries. #Operation in progress. Further details shall follow: IGP Kashmir@JmuKmrPolice https://t.co/312PgQYIJu
— Kashmir Zone Police (@KashmirPolice) April 20, 2022
એ નોંધવું અગત્યનું છે કે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કમાન્ડર યુસુફ કાંતરૂ ટોચના 10 આતંકવાદીઓમાંનો એક હતો જેને જમ્મુ અને કાશ્મીર પોલીસે નિશાન બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. 10માંથી સાત સક્રિય હતા અને ત્રણ નવી ભરતી હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે જાહેર કરેલા નામોમાં સલીમ પારે, યુસુફ કાંતરૂ , અબ્બાસ શેખ, રિયાઝ શેટરગુંડ, ફારૂક નલી, ઝુબેર વાની, અશરફ મોલવી અને નવા આતંકવાદીઓ- સાકિબ મંજૂર, ઉમર મુશ્તાક ખાંડે અને વકીલ શાહનો સમાવેશ થાય છે.
અહેવાલો અનુસાર, પોલીસે 18 ઓક્ટોબર, 2021 ના રોજ આ 10 માંથી ચારની હત્યા કરી હતી, જેમના નામ હતાઅબ્બાસ શેખ, ઉમર મુશ્તાક ખાંડે, સાકિબ મંજૂર અને જૈશ કમાન્ડર વકીલ શાહ. તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રમાં ભારતીય સેનાને સૌથી વધુ જાનહાનિનો સામનો કરવો પડ્યો છે. 11 ઓક્ટોબર, 2021 ના રોજ શરૂ થયેલી આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં નવ ભારતીય સૈનિકો અને 11 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.
આજે માર્યા ગયેલા યુસુફ કાંતરૂ બડગામનો રહેવાસી હતો અને બડગામ જિલ્લામાં નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોની અનેક હત્યાઓમાં સામેલ હતો. તે ઈસાહના નામથી પણ ઓળખાતા હતા. તે જમ્મુ અને કાશ્મીરમાં LeTમાં ‘જવાબદાર’ પદ ધરાવતા કેટલાક સ્થાનિક આતંકવાદીઓમાંનો એક હતો. તેને A++ શ્રેણી (સૌથી ખતરનાક) આતંકવાદી તરીકે ઓળખવામાં કરવામાં આવ્યો હતો.