આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે વિકસિત ચેટબોટ ચેટ જીટીપી (ChatGPT) આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ દરમિયાન ગૂગલના એક એન્જિનિયરે ગીતા જીપીટી નામનો ચેટબોટ (Gita GPT) લોન્ચ કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટબોટ ગીતાના આધારે તમારા પ્રશ્નોના જવાબ આપશે.
ગીતા જીપીટી બેંગલુરુ સ્થિત Google સોફ્ટવેર એન્જિનિયર સુકુરુ સાઈ વિનીથે વિકસાવ્યું છે. તે GPT-3 પર આધારિત પ્રોગ્રામ છે. વિનીતે ટ્વિટર પર આ વિશે એક પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું છે કે “જ્યારે તમે ભગવદગીતા અથવા ભગવાન કૃષ્ણ સાથે વાત કરશો ત્યારે શું થશે? ભગવાન કૃષ્ણનું પવિત્ર ગીત હવે તમારા હાથમાં છે. 21મી સદીમાં આપનું સ્વાગત છે.”
What if you could talk to the Bhagvad Gita? To Lord Krishna himself?https://t.co/v6svUZ3PWV
— Vineet (@SaiVineet2) January 28, 2023
the holy Song of God, now in your palms. Welcome to the 21st century. pic.twitter.com/VVMEWEgzzZ
વિનીત તમને અર્જુન બનીને અને ભગવાન કૃષ્ણને સૌથી અઘરા પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છે. તે એક ચેટ GPT ટૂલ છે, જે ભગવદ ગીતા પર આધારિત પ્રશ્નોના જવાબ આપે છે. દાવો કરવામાં આવે છે કે તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન પણ આ સાધન દ્વારા મેળવી શકાય છે. આ સાધન તમને ભગવદ ગીતાને જાણવા અને સમજવામાં પણ મદદ કરશે.
વિનીતે પોતાના ટ્વીટ દ્વારા ખુલાસો કર્યો છે કે પ્રશ્નોના જવાબ આપવાની સાથે તમે ઈચ્છો તો ગીતાનો પણ સંપર્ક કરી શકો છો. તેણે એપ પર પૂછાયેલા સવાલનો જવાબ પણ શેર કર્યો છે. જેમાં તેમણે ગીતા જીપીટીમાંથી જીવનનો અર્થ, ધર્મ શું છે જેવા અનેક પ્રશ્નો પૂછ્યા છે. ગીતા પ્રમાણે જવાબ નીચે આપેલ છે.
What is Dharma? pic.twitter.com/tRv1f3k6Vr
— Vineet (@SaiVineet2) January 28, 2023
ભગવદ ગીતા એ મહાભારતના યુદ્ધ પહેલા ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ પર આધારિત એક ગ્રંથ છે. જેમાં ભગવાન કૃષ્ણે અર્જુનના પ્રશ્નોના જવાબ આપતાં જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને રાજયોગની વિસ્તૃત ચર્ચા કરી છે. ગીતામાં ભગવાને મનુષ્યને કામ કરવા પ્રેરિત કરતી વખતે તેનું મહત્વ સમજાવ્યું છે. તેમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે.