Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરઝા એકેડમીએ ભાજપ નેતા નૂપુર શર્મા વિરુદ્ધ FIR દાખલ કરાવી : હિંસા...

    રઝા એકેડમીએ ભાજપ નેતા નૂપુર શર્મા વિરુદ્ધ FIR દાખલ કરાવી : હિંસા અને હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ નિવેદનો મામલે વિવાદોમાં રહી ચૂક્યું છે કટ્ટરપંથી સંગઠન

    રઝા એકેડમી એ જ કટ્ટર સુન્ની મુસ્લિમ સંગઠન છે જેણે 2012માં મુંબઈના આઝાદ મેદાનમાં તોફાનો કર્યાં હતાં અને મહિલા પોલીસકર્મીઓ સાથે અશ્લીલ વર્તન કર્યું હતું.

    - Advertisement -

    ભાજપ મહિલા નેતા નૂપુર શર્મા ઉપર કટ્ટરપંથી ઇસ્લામિસ્ટો દ્વારા કરવામાં આવી રહેલા શાબ્દિક હુમલા અને આપવામાં આવી રહેલી હત્યા અને શિરચ્છેદની ધમકીઓ હાલ ચર્ચામાં છે. આ મામલો એક ટીવી ડિબેટથી શરૂ થયો હતો, જેમાં જ્ઞાનવાપી કેસ મુદ્દે ચર્ચા દરમિયાન પેનલમાં સામેલ મુસ્લિમોએ જ્ઞાનવાપીમાંથી મળી આવેલા શિવલિંગ મુદ્દે ટિપ્પણી કરી તો ભાજપ મહિલા નેતાએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે તેઓ પણ મુસ્લિમોના પયગમ્બર મોહમ્મ્દના નિકાહ વિશે ટિપ્પણી કરી શકે છે. નૂપુર શર્માના આ નિવેદન બાદ કટ્ટરપંથી ઇસ્લામિસ્ટો તેમની ઉપર તૂટી પડ્યા હતા. હવે નૂપુર શર્મા વિરુદ્ધ મહારાષ્ટ્રના મુંબઈમાં FIR નોંધવવામાં આવી છે.

    આશ્ચર્યજનક બાબત એ છે કે નૂપુર શર્મા વિરુદ્ધ FIR નોંધાવનાર સંગઠન રઝા એકેડમી છે. આ ઇસ્લામિક સંગઠન ભૂતકાળમાં હિંસા અને હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપવા માટે વિવાદોમાં રહી ચૂક્યું છે. રઝા એકેડમીની ફરિયાદના આધારે મુંબઈ પોલીસે નૂપુર શર્મા વિરુદ્ધ IPC ધારા 295A, 153A અને 505B હેઠળ કેસ દાખલ કર્યો છે.

    રઝા એકેડમી એ જ કટ્ટર સુન્ની મુસ્લિમ સંગઠન છે જેણે 2012માં મુંબઈના આઝાદ મેદાનમાં તોફાનો કર્યાં હતાં અને મહિલા પોલીસકર્મીઓ સાથે અશ્લીલ વર્તન કર્યું હતું. આ સંગઠનની સ્થાપના 1978 માં 20મી સદીમાં થઇ ગયેલા સુન્ની નેતા અહમદ રઝા ખાનના કામ અને વિચારોને પ્રસારિત કરવા માટે કરવામાં આવી હતી. તેનું મુખ્યમથક મુંબઈના મોહમ્મ્દ અલી રોડ પર સ્થિત છે. 

    - Advertisement -

    તોફાનો બાદ સામે આવ્યું હતું કે આ સંગઠનની કોઈ પણ પ્રકારની નોંધણી જ કરવામાં આવી ન હતી અને તેના સંસ્થાપક અને અધ્યક્ષ અંગે વિગતો બહાર આવી હતી કે તેમણે ઔપચારિક ઇસ્લામિક શિક્ષણ પણ મેળવ્યું ન હતું.

    11 ઓગસ્ટ 2012ના રોજ રઝા એકેડમીએ આસામ અને મ્યાનમારમાં મુસ્લિમો પરના કથિત અત્યાચારના વિરોધમાં મુંબઈના આઝાદ મેદાન ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા, લોકોને ઉશ્કેરવામાં આવ્યા અને અમર જવાન જ્યોતિ સ્મારકને લાત મારીને તોડી નાંખવામાં આવ્યું હતું.

    મુસ્લિમોના ટોળાએ પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો કર્યો અને મહિલા પોલીસકર્મીઓ સાથે અશ્લીલ હરકતો કરી હતી. ટોળું હિંસક બન્યું ત્યારે સ્થિતિ નિયંત્રિત કરતા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં બે લોકો માર્યા ગયા અને 63 ઘાયલ થયા હતા.

    તદુપરાંત, જુલાઈ 2020 માં ઇસ્લામિક સંગઠને મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને કેન્દ્ર સરકારને પત્ર લખીને ઈરાની ફિલ્મ ‘મુહમ્મદઃ ધ મેસેન્જર ઓફ ગોડ’ના ઓનલાઈન સ્ટ્રીમિંગ પર પ્રતિબંધની માંગણી કરવા દબાણ કર્યું હતું. આ ફિલ્મ મૂળ રૂપે 2015 માં ઈરાનમાં રીલિઝ થઈ હતી અને 88મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણી માટે ઈરાની એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.

    રઝા એકેડેમીએ દાવો કર્યો હતો કે પયગંબર મોહમ્મ્દનું ચિત્રણ કરી શકાય નહીં અને ફિલ્મના નિર્માતાઓએ ઇશનિંદા કરી છે. સંગઠને ધમકી આપતા કહ્યું હતું કે, “એક મુસ્લિમ અને પયગંબરનું જરા જેટલું પણ અપમાન જોવા કે સાંભળવા કરતા મરી જવાનું વધુ પસંદ કરશે.”

    ઑક્ટોબર 2020માં આ ઇસ્લામિક સંગઠને પ્રસિદ્ધ મેગેઝીન શાર્લી હેબ્દો દ્વારા પયગંબર મોહમ્મ્દ પર કાર્ટૂન બનાવવાના સમર્થનમાં સરકારી ઇમારતો પર તેને પ્રદર્શિત કરવાને લઈને મુસ્લિમ દેશો સમક્ષ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ ફતવો જારી કરવાની માંગ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં