મંગળવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ખાલિસ્તાની સમર્થકોએ વધુ એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી. હુમલાખોરોએ કેરમ ડાઉન્સમાં આવેલા ઐતિહાસિક શ્રી શિવ અને વિષ્ણુ મંદિર પર હુમલો કર્યો હતો અને તોડફોડ દરમિયાન મંદિર પાસેની દિવાલો પર હિન્દુ વિરોધી અને ભારત વિરોધી સૂત્રો પણ લખવામાં આવ્યાં હતા.
અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ખાલિસ્તાની સમર્થકોએ વધુ એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી તે દરમિયાન હુમલાખોરો દ્વારા મંદિરની બહારની દીવાલો પર “ટાર્ગેટ મોદી” “મોદી હિટલર” અને “હિન્દુસ્તાન મુર્દાબાદ” જેવા સુત્રો પણ લખવામાં આવ્યાં હતા. આ હુમલો સોમવારે (16 જાન્યુઆરી 2023) થયો હતો. આ અગાઉ પણ ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નના ઉત્તરીય ઉપનગર મિલ પાર્કમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર પર કથિત રીતે હુમલો કર્યો હતો.
#BREAKING | Hindu Temple in Melbourne vandalised with anti-Hindu graffiti, second such attack in 5 days.
— Republic (@republic) January 17, 2023
Tune in – https://t.co/HbKDYgaNDs pic.twitter.com/aa1EqHJ2zS
ઓસ્ટ્રેલિયાના હિંદુ મંદિરમાં તોડફોડ કરવાની આ ઘટના ત્યારે બની જ્યારે શ્રદ્ધાળુઓ ત્રણ દિવસીય ‘થાઈ પોંગલ’ તહેવારની ઉજવણી માટે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ ‘થાઈ પોંગલ’ તહેવાર હિન્દુ વસ્તી દ્વારા ઉજવવામાં આવે છે. હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા ચેપ્ટરના પ્રમુખ મકરંદ ભાગવતે આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે. ખાલિસ્તાન પોતાના પ્રચાર માટે કરેલા બીજા હિંદુ મંદિરમાં તોડફોડ બદલ હું કેટલો પરેશાન છું તે તમને જણાવી શકું તે સ્થિતિમાં નથી. અમે ચોક્કસપણે આ મામલો વિક્ટોરિયન બહુસાંસ્કૃતિક કમિશન અને વિક્ટોરિયાના બહુસાંસ્કૃતિક પ્રધાન સમક્ષ ઉઠાવીશું કારણ કે હિન્દુઓને જાનથી મારી નાખવાની ધમકી ખૂબ જ ગંભીર બાબત છે. અહીંનો સમુદાય આ ખાલિસ્તાન સમર્થકોથી ડરી ગયો છે.”
દરમિયાન, મેલબોર્નના હિન્દુ સમુદાયના સભ્ય સચિન માહતેએ જણાવ્યું હતું કે , “જો આ ખાલિસ્તાન સમર્થકોમાં હિંમત હોય, તો તેઓએ શાંતિપૂર્ણ હિંદુ સમુદાયના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાને બદલે વિક્ટોરિયન સંસદ ભવનની બહાર આવું કંઈક લખવું જોઈએ.”
અગાઉ રવિવારે (15 જાન્યુઆરી, 2023) સાંજે, ખાલિસ્તાની સમર્થકોએ મેલબોર્નમાં વાહન રેલી કાઢી હતી અને લોકમત માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એવું નોંધાયું છે કે મેલબોર્નમાં આશરે 60,000 શીખોની વસ્તીમાંથી 200 થી પણ ઓછા લોકોએ ભાગ લીધો હતો.
વિક્ટોરિયાની યહૂદી કોમ્યુનિટી કાઉન્સિલ, ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક દરબાર, વિક્ટોરિયન કાઉન્સિલ ઑફ ચર્ચ અને બૌદ્ધ કાઉન્સિલ ઑફ વિક્ટોરિયાએ હિંદુ મંદિરોને સમર્થન આપ્યું છે અને હુમલાની નિંદા કરી છે. કાઉન્સિલ અનુસાર હિંદુઓ સામે જાનથી મારી નાખવાની ધમકીઓ તે ચિંતાનો વિષય છે. ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાય હવે ખાલિસ્તાન સમર્થકોના આતંક હેઠળ જીવી રહ્યો છે.
આ પહેલા ગુરુવારે (12 જાન્યુઆરી, 2023), ઓસ્ટ્રેલિયામાં એક હિંદુ મંદિર BAPS સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી અને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, મેલબોર્નના પ્રતિષ્ઠિત સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ ના નારા લખવામાં આવ્યા હતા.